મનોજ પર્વ ૧૫ : આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસે આપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! ગયા વર્ષે તો આ સમયે ટહુકો ICU માં હતો – એટલે મનોજ પર્વ નો’તો ઉજવી શક્યા – પણ આ વર્ષે – ૨૦૦૯ અને ૨૦૧૦ ની જેમ ફરી માણીએ – મનોજ પર્વે..!!

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

અને આજે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે સાંભળીએ – એમના ખાસ મિત્ર – કવિ શ્રી અનિલ જોષી પાસેથી… એમના જ શબ્દોમાં..!!

મનોજ મારો છેક શિશુ અવસ્થાનો ભેરુ હતો. મોરબીમાં અમે સાથે ક્રિકેટ રમતા. એ વખતે કવિબવી અમે નહોતા. ફક્ત ભેરુ હતા. આંબલીના ઝાડ ઉપરથી કાતરા પાડતા. લિબોળી વીણતા . ગીબ્સન મિડલ સ્કુલમાં દફતર પાટી લઈને ભણવા જતા . પછી એકાએક છુટા પડી ગયા. મનોજના પિતાજીની બદલી થઈ ગઈ.વર્ષોતો સરસરાટ પાણીની જેમ વહેવા લાગ્યા . પછી યુવાન વયે મનોજ મને અમદાવાદમાં મળ્યો. મનોજ ની ઓળખ આદીલ મન્સૂરીએ મને કરાવી. મનોજની પહેલી ગઝલ પીછું હતી. ખૂબ સુંદર ગઝલ.
પરંપરાથી સાવ જુદી.સહુ આફરીન થઈ ગયા. મનોજનો સ્વભાવ ખુબજ સોફ્ટ. પોતે બોલે તો શબ્દને ઇજા તો નહિ થાયને? એનો ખ્યાલ રાખે. મનોજ ક્યારેય પોતાની જાતને પ્રોજેક્ટ કરેજ નહિ.મુંબઈના મુશાયરામાં છવાઈ જાય.

એકવાર મનોજે મને પત્રમાં એક ગીત મોકલ્યું હતું. એ ગીત અદભૂત હતું . ગીતનો ઉપાડ જુઓઃ

આયનાની જેમ હું તો ઉભીતી ચુપ, ગયું મારામાં કોઈ જરા જોઇને…

મનોજની પ્રતિભા ખૂબ સૌમ્ય હતી.ખુબજ કેરીંગ દોસ્ત હતો. એક ખાનગી વાત કહું તો ૧૯૭૧ મા મનોજની ઈચ્છા મુંબઈમાં સ્થિર થવાની હતી. હુંતો મનોજને કંપની દેવા સાથે મુંબઈ આવ્યો હતો મુંબઈમાં અમે ખુબજ રખડ્યા. નાટ્ય સર્જક પ્રવિણ જોશી અને કાંતિ મડીયાને ઘેર કવિતાની અનેક મહેફીલો જમાવી. પછી યોગાનુયોગ એવું થયું કે મનોજ પાછો જુનાગઢ જતો રહ્યો અને હું મુંબઈમાં સેટલ થઇ ગયો.. મનોજ ની ગઝલોનો હું ફેન છું. મનોજ એક ખુબજ સવેદનશીલ સર્જક હતો.મનોજ ની ગઝલની વિશેષતા એ છે કે કોઈ એનું અનુકરણ કરી શકે જ નહિ. એકદમ કુંવારકા જેવી વર્જિન ગઝલો નો જોટો જડવો મુશ્કેલ છે મનોજના કલ્પનો બેનમૂન છે.ભાષા સૌન્દર્ય અદભુત છે. મનોજ ક્યારેય લોકપ્રિયતા પાછળ ગયોજ નથી. મુશાયરામાં ક્યારેય દાદ કે તાળીઓની દરકાર રાખી નથી.અંતમાં એક અંગત પ્રસંગ કહું.વર્ષો પહેલા હું, મનોજ અને રમેશ અમારા પહેલા કાવ્યસંગ્રહની હસ્તપ્રત લઈને રાજકોટમાં મળ્યા’ મનોજ પાસે અચાનક, રમેશ પાસે ક્યાં. અને માંરી પાસે કદાચની હસ્તપ્રત હતી.અમે ત્રણેય મિત્રોએ આખી રાત બેસીને બધી હસ્તપ્રતો સાથે વાચી.એ વખતે મેં એવો અભિપ્રાય આપ્યો કે મારે કન્યાવિદાય કાવ્ય મારા સંગ્રહમાંથી કાઢી નાખવું.. મને લાગ્યું કે આ કાવ્ય બહુ સારું નથી. મારી વાત સાંભળીને મનોજ અને રમેશ ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. મનોજ અને રમેશે ઊંચા અવ્વાજે મને કહ્યું. “અનિલ. જો કન્યાવિદાય કાવ્ય તું તારા સંગ્રહમાંથી કાઢી નાખીશ તો આપણી દોસ્તી ખતમ….મનોજ અને રમેશની જીદ અને ધમકી પછી મેં કન્યાવિદાય કાવ્યને મારા “કદાચ” સંગ્રહમા સ્થાન આપ્યું….. આવી દોસ્તી આજે ક્યાં મળેછે? આજે હું મનોજ અને રમેશને ખૂબ મિસ કરુછું. એકલો પડી ગયો છું.આત્મા ઓળખે એ સાચા દોસ્ત બાકી બધા ભાગ્યના ખેલ….Friendship needs no words -it is solitude delivered anguish of loneliness!

_____________________________________________

Posted on February 15, 2007

મોરપિચ્છ અને ટહુકો શરુ કર્યાના થોડા જ દિવસોમાં આ ગીત મોરપિચ્છ પર મુક્યું હતું, એ આજે સંગીત સાથે ફરીથી રજુ કરું છું. ગીત એવું તો સરસ છે કે એક જ વાર વાંચો અને દિલમાં કોતરાઇ જાય. વારંવાર સાંભળવુ ગમે એવા આ ગીતના શબ્દો તો જુઓ…

છુંદણાના મોર સાથે માંડું હું વાત, મને એટલું તો એકલું રે લાગે ….

પરપોટો ફૂટે તો જળને શું થાય, નથી જાણ થતી કોઇ દિવસ કોઇને…

અને વિવેકભાઇના શબ્દોમાં કહું તો : આ ગીત વાંચો અને રૂંવાડા ઊભા ન થાય તો જાણજો કે તમે કદી પ્રેમ કર્યો જ નથી….

 

સ્વર – ?

સ્વરાંકન – અજીત શેઠ

mirror

This text will be replaced

.

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

– મનોજ ખંડેરિયા

*****

મનોજ પર્વ માં આ પહેલા રજૂ કરેલી કૃતિઓ માણવા અહીં કલિક કરો.

32 replies on “મનોજ પર્વ ૧૫ : આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ”

 1. Suresh says:

  મારી પાસે આ ગીત ગાયેલું છે. બહુ જ સરસ કંપોઝીશન છે. તએન 5-6 દિવસમાં મળી જશે.

 2. બ્લોગજગતમાં થોડું ઊંડે ઉતરીને જોશો તો જણાશે કે મોટા ભાગના મિત્રો આરંભે શૂરા હોય છે… તમારો બ્લોગ પરત્વેનો અભિગમ જોતાં એવું લાગે છે કે તમે આ ગાડરિયા પ્રવાહથી અલગ છો. તમારી નિષ્ઠા અને તમારી પસંદગી બંને તારીફના હકદાર છે. મોરપિચ્છના રંગ અને ટહુકાના રણકામાં ભીંજાતી વખતે સતત એમ કેમ લાગે છે કે કંઈક છે જે મને સમાંતર જ દોડી રહ્યું છે?

 3. ખૂબ સુંદર કવિતા….

 4. manvant says:

  આયનામાં કોણ છૂપું જોઇ ગયું ?કાવ્ય રસદાર છે હોં !
  મનોમંથન કે મનોવ્યથા ?

 5. manvant says:

  બ્લૉગ જગતની તમારી વાત સાચી ,વિવેક્ભાઈ !
  મેં “અભિમાની’બ્લૉગ શરુ કરી જયશ્રીબહેનની
  મદદથી થોડાજ દિવસમાં બંધ કર્યો !સૌની હું
  માફી માગું છું.
  આયનામાં કોણ દેખાયું ?કાવ્ય સરસ છે.આભાર !

 6. Jayshree says:

  સુરેશદાદા.. આ તમે મોકલેલું જ ગીત છે. Thank You 🙂

 7. Haresh Prajapati says:

  બહુ જ સુંદર !!

  સંગીત અને અવાજ બંને મસ્ત છે.

 8. થોડા સમય પહેલા રજુ કરેલ ગીત સાંભળીને આનંદ થયો…
  આભાર…

 9. આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
  પડછાયો મારો હું ખોઇને
  આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
  ગયું મારામાં કોઇ જરા જોઇને.

  નહી કે …
  આજ તો અભાવ જેના અંધારે ઊભી છું

 10. સુરેશ જાની says:

  ચૂપ !
  જે રીતે ગવાય છે તેની આ ગીતમાં મજા જ ઓર છે . અને તે પછીનું સંગીત પણ લાજવાબ છે.

 11. nandini says:

  khub sunder kavya che..
  manovyatha j hovi joiye
  evu maru manvu che! manojbhai!! kya chhot vagi che?
  nandini-deepak

 12. Zankhana says:

  …પરપોટો ફૂટે તો જળને શું થાય
  નથી જાણ થતી કોઇ દિવસ કોઇને…

  …ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
  એના જોયાની વેળ એવી વાગે…..

  sundar pan dard thi bharpur…

 13. Bansilal Dhruva says:

  Jayshreeben,
  Koi pan vakhat click karia, ane ‘Git’ to gunjatu nathi.Ane jawab malshe,’Duplicate Comment’, to shun karvun ?
  Ane Tahuco to hamanan lagbhag 30 divasthi ja
  parichit thayo chhun.

 14. Naishadh Pandya says:

  બહુજ સુદર શબ્દો અને એટલીજ સુદર રજુઆત

 15. Dr Jyoti Hathi says:

  ખરેખર કોઈ શબ્દો જ નથી…વખાણવા માટે…
  હ્રદયની અંદર આરપાર ઉતરી જાય તેવી રચના છે….

 16. આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

  ગયું મારામાં કોઇ જરા જોઇને
  ગયું મારામાં કોઇ જરા જોઇને
  ગયું મારામાં કોઇ જરા જોઇને
  પરપોટો ફૂટે તો જળને શું થાય
  નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
  આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

  ગયું મારામાં કોઇ જરા જોઇને
  ગયું મારામાં કોઇ જરા જોઇને
  ગયું મારામાં કોઇ જરા જોઇને

 17. Mukund says:

  સુન્દર રચના. MP3 DOWNLOAD પ્રાપ્તિ સ્થાન સુચવશો .

 18. Viththal Talati says:

  સરસ.આસ્વાદય
  પરપોટો ફૂટે તો જળને શું થાય
  નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
  આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
  ગયું મારામાં કોઇ જરા જોઇને.

 19. Jayesh says:

  One of the finest ghazal of shri Manoj Khanderia.

  Howeveri was serching for another ghazal of could pls help to have this posted on this blog?

  the only rhyme i can recollect is

  Kaya maya, iccha sapna trushna peeda aansu,

  saat chalochal dariya uchle tari mari vacche.

 20. Panriva says:

  બહુ જ સુંદર …..
  કોઇ આવી મારા કાનમા મારા મનની વાત જાણે કહી ગયુ….

 21. raksha shukla says:

  મનોજ ખંડેરિયા એ વિદાય લીધી એજ વખતે અમારા તળાજા માં કવિ સંમેલન, ને એમને અંજલી રૂપે ગાવા માટે રાતોરાત તૈયાર કરી ગાયેલું આ ગીત. ને મારું પ્રિય…અતિ પ્રિય તો છે જ. ચુપ બોલતા જ બંધ થતા હોઠ…ને કોઈનું જોઇને જવું…ભાનના કાચનું તડાક દઈને તૂટવું…ઓહ, યે બાત! યે બાત!

 22. વારંવાર સાંભળવુ ગમે એવા આ ગીતના શબ્દો તો જુઓ…કેટલા સુન્દર છે..!!

  છુંદણાના મોર સાથે માંડું હું વાત, મને એટલું તો એકલું રે લાગે ….
  પરપોટો ફૂટે તો જળને શું થાય, નથી જાણ થતી કોઇ દિવસ કોઇને…..બહુ જ સુંદર …..
  કોઇ આવી મારા કાનમા મારા મનની વાત જાણે કહી ગયુ….!!!

 23. સરસ ગીત.
  છુંદણા ના મોર સાથે વાત,ાને પરપોટો ફુટે તો પાણીને થતી વેદના,
  સરસ વાત.

 24. Ketan says:

  ખૂબ સુન્દર શબ્દો અને એવી જ સુન્દર રજુઆત.. આભાર…

 25. mahesh rana vadodara says:

  સરસ આભાર સારિ રજુઆત

 26. Rajesh Mahedu says:

  આદરણિય જયશ્રીબેન,

  મારી જાણ મુજબ આ સુંદર ગીતમાં સ્વર નિરૂપમા શેઠ નો છે.

  નિરૂપમા શેઠે ઉંબરે ઉભી સાંભળુરે બોલ વાલમના… અને

  ખોબો ભરીને અમે એટલું હસ્યા.. જેવા યાદગાર ગીતો પણ ગાયેલા છે.

  – રાજેશ મહેડુ

 27. Igvyas says:

  Very nice song!

 28. ashok pandya says:

  આયનો એટલે શત પ્રતિશત શુદ્ધતા! દર્પણ જૂઠ ના બોલે..મનોજનું સર્જન એટલે સો ટચનું સોનું..પરકાયા પ્રવેશ તો અદભૂત કરે..જાણે પોતે જ નાયિકા ના હોય! એ યુગ હતો મનોજ, રમેશ અને અનિલનો..આ ત્રિપુટી એ તેમના આગવા સર્જનનો ડંકો વગાડેલો..

 29. Kumi Pandya says:

  બહુ સરસ ગીત – ગીત નિરુપમાબેન શેઠ્નુ ગાયેલુ છે.

 30. Jayant Shah says:

  ગુજરાતના સુન્દર ગીતમા આ ગીત આવવુ જોઇએ એવુ મને લાગ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *