બીજું હું કાંઇ ન માગું – ‘બાદરાયણ’


આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.

સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઇ મસ્ત હું રાચું.

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું

‘બાદરાયણ’ – ભાનુશંકર બા. વ્યાસ

Share what you loved...

11 thoughts on “બીજું હું કાંઇ ન માગું – ‘બાદરાયણ’

  1. ઉર્મિ સાગર

    નમસ્તે જયશ્રી,

    પ્રથમ બે પંક્તિઓ મેં વર્ષો પહેલાં ક્યાંક વાંચી હતી અને તુરંત કંઠસ્થ થઇ ગઇ હતી… આજે પ્રથમવાર આખી કવિતા વાંચવા મળી…. ખુબ જ સરસ છે.

    ઘણો આભાર જયશ્રી…

    Reply
  2. manvant

    બાદરાયણનું નામ :”શ્રી ભાનુશંકર વ્યાસ”
    અને ઉપનામ “કેડી”.શ્રીમાન સુરેશભાઈની જાણ
    માટે….મંનવંત.

    Reply
  3. Ranjit Ved

    શ્રેી ભનુ શન્કર વ્યસ નિ રચના નિ જાન મોને હતિ અને અમે આરચના અમે મુમ્બૈ રેદિઓ ખુબ આનન્દ્પર સમ્ભલ્તા આજે ઘના વર્શો પચ્હિ મન્યુ અને અમોને કન્થ્હ્સ્તચ્હે ખુબ મઝા આભાર્પદિ અમે રાગ થિ હજિ પન ગૈયેજ અવાર નવાર્ .ાભર્…

    Reply
  4. Ranjit Ved

    નમ્ર વિનબ્તિ…જો કોઇ શ્રોતાને વિનિત્ભા કે જય્શ્રેીબેન ને

    બાદરાયન નિ બિજિ કોઇ રચ્ના યાદ હોય તો જરુર્થિ જનવે.મન્વન્ત ભાય ને પન વિનન્તિ…કરુન્ચ્હુ આભાર્..વિર્મુચ્હુ..

    Reply
  5. Ranjit Ved

    કવિ ભાનુશન્કર વ્યાસ એજ બાદરાયન્ સુરેશ ભાય્….

    Reply
  6. Kumi Pandya

    આ ગીતનુ સ્વરાન્કન (રાગ મારુ બિહાગમા) સી એન વિધ્યાલયના ભાઇલાલભઇ શાહે કર્યુ છે.

    Reply
  7. rajeshree trivedi

    આ અમારા ઘરમાઁ કાયમ ગવાતી પ્રાર્થના કાવિ નુ નામ આજે જ જાણવા મળ્યુ.આભાર્.

    Reply
  8. Ranjityved

    We still sing this prarthana everyday I think this was sung by Shree Babubhai Parmar from ALL INDIA RADIO MUMBAI before atleast more than 45/50 years ago ….or even earlier than that…

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>