સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.
ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,
દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને - વિશાળને,
કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.




June 20th, 2006 at 3:37 pm
અલસ નો અર્થ શો?
June 20th, 2006 at 10:32 pm
અલસ એટલે (1) આળસથી ભરેલું,સુસ્ત (2) ધીરું, મંદ.
December 17th, 2006 at 5:36 pm
[...] # રચના - 2 [...]
November 15th, 2009 at 4:50 pm
રઘુવીર ચૌધરી વિશે વધુ http://sarjak.blogspot.com/ પર.