હું વૃક્ષો સાથે વાત કરું છું
લીલેરો સંગાથ કરું છું
કુમળો કુમળો તડકો જાણે
પંખી થઈને બોલે
આકાશ જાણે હોય ઊછરતું.
લીલા રંગને ખોળે
હું તો મારી સાથે જાણે
પહેલી વાર સંવાદ કરું છું.
હું વૃક્ષો સાથે વાત કરું છું.
હું મારામાં વૃક્ષ ઉછેરું
હું મારામાં આભ,
મારી ભીતર મને મળ્યાં છે
મૌનનાં રેશમ-ગાભ,
હું ભીતર ને બહાર ફરું છું.
હું વૃક્ષો સાથે વાત કરું છું.
-પન્ના નાયક
સુંદર.કાવ્ય
ઉત્તમ કાવ્ય
વર્તમાન.. નખશિખ લીલુડા દિવસોમાં શબ્દ ગુંથન પ્રસાદ જેવું મીઠું લાગ્યું.. સરસ.