(ભીની ભીની ઢેલડને, થનગનતો મોર…. Photo : team-bhp.com )
સ્વર : કૌમુદી મુનશી
સંગીત : નવીન શાહ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
* * * * * * *
ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં
ભીની ભીની ધરતીને ભીનું ભીનું આભ
એની વાદળીનો ગંજ ઘટાટોપ- હો મારા વાલમા
તું યે ઝૂરે ને હું યે ઝૂરું ઝરમરિયા તાલમાં
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં
ભીની ભીની ઢેલડને, થનગનતો મોર
કેવો નાચે ગુલતાન છમાછમ – હો મારા વાલમા
મોસમ છે મદઘેલી તરવરિયા તાલમાં
ગલગોટા કરમાણાં ગોર ગોરા ગાલમાં
મચકાતી મસ્ત હવા લચકાતી લ્હેર
એનાં મુજરામાં રંગ છલોછલ – હો મારા વાલમા
વાંકી ચૂંકી વાંકી ચૂંકી રમતી રે વાલમા
મીઠું મીઠું ઘેન મારા ચિત્તડાની ચાલમાં
ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

Email
ખુબ સરસ રચના.ઉત્તમ અભિવ્યક્તી.સંગીત્બધ્ધ થાય તો સોનામાં સુગન્ધ્ધ ભળે.
yes.. if some one can offer musical composition . 1
ખુબ સરસ કવ્યરચના.બે થિ ત્રનેક વખત વાચિ આભાર્.
મોર વાલમ ને વરસાદમા ભિન્જાવાનુ હોય તો આનદ જ આવે…સરસ રચના, આભાર……….
ભીનું ભીનું અંધારુ ! વાહ પ્રથમ શબ્દથી જ અંધારાની ભીનાશ અંધારાને ય વ્હાલુ કરવા લાગે છે. આભાર !
ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં
વેણીભાઈનું આ સરસ ગીત છે.
સરસ રચના
Some how I not able to write properly in Guajarati. Superb poem. I agree we need a musical note to memorize the song. May be we acn request some god composers like Purushottambhai, Ashit bhai to do needful.
Regards
Baarin
વાળમાં વેણી ગૂંથી વાલમની પાસે દોડી જવાનું મન થાય એવું મઘમઘતું ગીત.
ભીનું ભીનું અંધારું તે વર્ષાનું વાલમા,
આ રીતે શબ્દ હશે.
Jayshreeben,
Xchemubhai Devetia died today.
Sad news for all Gujuu.
Sanjiv
Toronto
તું યે ઝૂરે ને હું યે ઝૂરું ઝરમરિયા તાલમાં
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં
- આ પંક્તિ તો વરસોથી મારી મનગમતી… પણ આખું કાવ્ય આજે પહેલીવાર માણ્યું…
અંધારાની ભીનાશ માણવી ગમી… ઇન્દ્રિયગોચર અંધારાને સ્પર્શક્ષમ બનાવી દીધું… વાહ !
“સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં”
“ગલગોટા કરમાણાં ગોર ગોરા ગાલમાં”
વેણીભાઈ,
ખુબ સરસ કલપના મનને ગમી ગઈ…..!
ઝબુકે છે વીજળી ને ગર્જે છે વાદળુ, વર્ષારાણી ની રુડી આગાહી આ વાદળુ
ધરતીની મીઠી સોડમ મેહ્કાવે આ વાદળુ,મનગમતા મોરલાને ટહુકાવે આ વાદળુ
છબછબીયા ખાબોચિયે આનુઆજ વાદળુ, લાવે કાગળ ની નાવ વહેણમા આ વાદળુ
તનમન તરબોળ કરી ભીન્જવે આ વાદળુ, સતાવે કાનુડોને ભાન ભુલાવે આ વાદળુ
– રેખા શુક્લ(શિકાગો)
અમે તો થયા બરફના પન્ખી … ના દેખાય્ મોરલાને ના દેખાય કાગળની નાવ….!!!
સરસ .મઝો આવીગયો .
ઉતમ વશાગેીત , પરન્તુ , કાયમ ગમ્તુ , ધન્ય્વાદ ….માન્નનિય . કવિ અને સગેીત કાર ને …….ગેીતકાર ને…………હા…માવજિભૈ ને …………..જય્શ્રેીબેન તમોને ……તહુકો ને ………..સર્વેને …………….આભાર ……સરસ્…બસ વધુ કસુજ નથિ ….જોઇતુ ……….
ભીની ભીની ધરતી ને ભીનું ભીનું આભ એની વાદળી નો ગંજ ઘટાટોપ……ખૂબજ સુંદર રચના અને સ્વરાંકન સાંભળવા મળ્યુ.
ભીની ભીની ઢેલડી ને થનગનતો મોર…સરસ બહુ સરસ …યાદ આવી ગયુ વઢવાણ …!!
મારી નાની કવીતા અહી મુકી દઉ…!!
ફોરૂ વરસાદનુ મોતી બુન્દ છીપે, રન્ગોળી થી બસ આન્ગણુ દીપે
ભાન્તીગળ ઝાલરે કૈ ધુન્ધરીઓ રણકે, સજેલા શણગારે રત્ન નારી દીપે
પગની પોન્ચી ને કન્ક્ણ હાથના રણકે, મીઠા મોરલાના ટહુકે ગીતો કૈ ગુન્જે
લામ્બા કેશ ને બથ ભરી વેણી ના ફુલે,લટકાળી ચાલે શર્મીલી યાદો કૈ મેહ્કે..
રેખા શુકલ(શિકાગો)
સુંદર રચના અને સ્વરાંકન