મન મળે ત્યાં મેળો…

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
કવિ : ??

(મળેલા મનનો મેળો… Photo : from Flickr)

.

મન મળે ત્યાં મેળો
રે મનવા, મન મળે ત્યાં મેળો
મન હસે તો સુખની હેલી
નહીં તો દુઃખનો દરિયો

મનડું હોય ઉદાસી ત્યારે
મરુભોમ શુ લાગે
ફૂલ ખુશીના ખીલી રહે તો
નંદનવનશું લાગે
ધરતી ઉપર સ્વર્ગ રચી દે
મનનો આનંદમેળો

મન મળે ત્યાં મેળો
રે મનવા, મન મળે ત્યાં મેળો

મનમાં રામ વસ્યો છે મનવા
મનમાં છે ઘનશ્યામ
મંદિર જેવું મન રહે તો
મનમાં તિરથધામ
મનડા કેરો રામ રિઝે તો
પાર જીવનનો બેડો

મન મળે ત્યાં મેળો
રે મનવા, મન મળે ત્યાં મેળો

15 replies on “મન મળે ત્યાં મેળો…”

  1. સાચી વાત છે મન જ સુખ દુઃખ નું સરનામું છે

  2. કવિનું નામ રમેશ શાહ છે…. મારી પાસે ચંદરવો નામની સીડી છે એમાં આ ગીત છે.

  3. મંદિર જેવું મન રહે તો
    મનમાં તિરથધામ

    મન મળે ત્યાં મેળો
    રે મનવા, મન મળે ત્યાં મેળો

    વાત તો સાવ સાચી જ છેને કે મન મળે તોજ જીવન સાર્થક થયું ગણાય.

    સરસ ગીત છે.

  4. મન હસે તો સુખની હેલી……
    મનડા કેરો રામ રિઝે તો
    પાર જીવનનો બેડો રે મનવા, મન મળે ત્યાં મેળો………………

    મન મળે ત્યાં મેળો ,સરળ ભાષા મા ખુબ મોટી વાત.

    મયુર ચોકસી.

  5. મન મળે ત્યાં મેળો,કેવી સરળને અઘરી વાત?
    મનથી મનના થયા કેવા આઘાત-પ્રત્યાઘાત?

  6. મન મળે ત્યાં મેળો
    રે મનવા, મન મળે ત્યાં મેળો
    મન હસે તો સુખની હેલી
    નહીં તો દુઃખનો દરિયો

  7. મન હોય તો માંડવે જવાય એવુ કહેવાયુ છે પરંતુ મન વગરનુ મળવુ કોઈ દિવસ આનદ આપતુ નથી, એટલે જ મન હોય ત્યા મેળાનો આનદ અને મનમેળની અનુભતી અનુભવી શકો છો એની કવિશ્રીએ સરસ રજુઆત કરી છે……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *