મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી – રમેશ પારેખ

રમેશ પારેખનું આ ગીત મારા ઘણા જ ગમતા ગીતોમાંનુ એક.. એક તો રમેશ પારેખના શબ્દો – અને એમાં પાર્થિવ ગોહિલનો અવાજ..

mari.jpg

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: પાર્થિવ ગોહિલ

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

મારી આંખમાં તું…

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…

19 replies on “મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી – રમેશ પારેખ”

  1. આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
    દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

    ખૂબ જ સુંદર પંક્તિ

  2. ખુબ જ સરસ ગીત છે……સવાર ની ચાહ: ની જેમ ટેવ પડી ગઈ છે….

  3. આ મારા અતિપ્રિય કવિ નુ ખુબ ગમતુ ગીત છે. ગુજરાતી ભાષા ની અદભુત સેવા માટે હ્રદય થી અભિનન્દન અને આભાર.

  4. મરુ ખુબ પ્રિય ગિત…. ખાસ કરિ નેઃ
    લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
    આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
    દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?
    આ લિન્સ રડાવિ જાય એવિ લાગે ઃ)

  5. Dear Jayshreeben,
    we are thankful to u for such meaningful and lovely activity.

    thanking you once agin …….Nitigna

  6. ખુબ સરસ શબ્દો અને ખુબ સરસ રચના અને સાથે બહુ સરસ અવાજ .તમારો ખુબ ખુબ આભાર્.

  7. કોઇ વાર કોઇનિ પ્રિત તકલિફ આપે છે !!!
    આંખો ને ગમે તે રીત પણ તકલિફ આપે છે !!!
    હંમેશા હાર થી નથી હારી જતો માણસ !!!
    કોઈ વાર જગત મા જીત પણ તકલિફ આપે છે !!!

    – વિપુલ્

  8. જાણે વારંવાર સાંભળ્યા જ કરીએ તેવું મધુરુ…

  9. લોચનની ભાષામાં ઘટના ને
    જીવતરની ભાષામાં યાતના.
    ખૂબ સુંદર મારું પણ પ્રિય ગીત…..

    લોહી થીજી જવાની ઘટનાને રુંવાટીદાર લોહી
    બે માણસના ચોધાર આંસુને ચાર નેણનું ચોમાસું-
    ધોધમાર પીંછાનો વરસાદ અને પછી
    નિઃશબ્દ બની જવું – એટલે ગા…મ આખું તણાઈ જતું વેણનું

    અર્થસભર શબ્દોના માંડણા ર.પા. જ કરી શકે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *