ઝાકળબિંદુ – પન્ના નાયક

 

ગુલાબની નાજુક પાંદડી પર
ચૂપચાપ
ઝગારાં મારતું
ઝાકળબિંદુ –

કશાય કસબ વિના
સૂર્યે સેરવેલું
ક્ષણનું કાવ્ય…

– પન્ના નાયક

7 replies on “ઝાકળબિંદુ – પન્ના નાયક”

  1. ઝાકળબુંદ હંમેશા મને ખૂબ આકર્ષતુ રહ્યું છે..ખુબ સરસ કાવ્ય..
    ઝાકલબુંદ પર મારી લખેલી પંક્તિઓઃ
    વર્ષાની આ હેલીમાં રચે ઇન્દ્રધનુષ્ય એવી એક બુંદ બનવું છે;
    અનેક આ તારાઓ પૈકી કોઇના કોડ પૂરે એવો ધૂમકેતુ બનવું છે;
    યાચું તારું જીવન જોઇને એટલું જ ઝાકળ;
    ભલે ક્ષણ માટે,પણ સુકાતા પહેલા એક વાર ઝળહળવું છે..!!

  2. હું પંચમભાઈ સાથે સહમત છું.નાનકડું, ફાંકડું,નઝાકતી કાવ્ય.પન્નાબેન જાતે ગાય તો બધા ભાવ એક્સાથે ઉભરાય.
    સરસ,
    ઈન્દ્રવદન વ્યાસ, યુ.એસ.એ.

  3. નાનકડું નાજુક કાવ્ય.
    પ્રજ્ઞાજુબેન સાથે સહમત. પન્નાબેનના અવાજમાં આ કાવ્ય સાંભળવું ચોક્ક્સ ગમે.

  4. કશાય કસબ વિના
    સૂર્યે સેરવેલું
    ક્ષણનું કાવ્ય…
    સરસ પંક્તીઓ
    તેમના જ અવાજમાં મૂકવા જેવી
    રાહ જોઈએ છે તેમને સાંભ્ળવાની આ ૨૯-૩૦-૩૧મી એ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *