ક્ષેમુદાદાને શ્રધ્ધાંજલી : આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી – બાલમુકુન્દ દવે

શ્રાવણ મહિનો શરૂ થયો ત્યારથી વિચારતી હતી કે એકાદ દિવસ આ ગીત મુકુ… (જે આમ જુઓ તો લગભગ ૫-૬ મહિનાથી સાચવી રાખ્યુ હતુ, શ્રાવણ મહિનામાં મુકવા માટે)

અને ગઇ કાલે જ ક્ષેમુદાદાની વિદાયના સમાચાર મળ્યા…

તો આજે સાંભળીએ અમર ભટ્ટ અને કાજલ કેવલરામાની – ના સુરીલા અવાજમાં એમનું આ મઝાનું ગીત…
એમના બીજા ગીતો ટહુકો પર અહીં કલિક કરી સાંભળી શકો છો.
http://tahuko.com/?cat=245

.

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઇ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઇ ઝીલો જી
આ લટ લહેરાતી લળી લળી કોઇ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઇ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઇ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઇ ઝીલો જી
આ સમણાં કેરા કરા પડે કોઇ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઇ ઝીલો જી

આ ચળકે વાદળ-તલાવડી કોઇ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઇ ઝીલો જી
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઇ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઇ ઝીલો જી

આ દૂધે ધોયા ડુંગરા કોઇ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઇ ઝીલો જી
આ જતિ-સતીનાં તર રેલે કોઇ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઇ ઝીલો જી

16 replies on “ક્ષેમુદાદાને શ્રધ્ધાંજલી : આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી – બાલમુકુન્દ દવે”

 1. Maheshchandra Naik says:

  શ્રી પ્રવિણ જોષી એમના “સંતુ રંગીલી” નાટકમા આ ગીતનો સરસ ઉલ્લેખ કર્યાનુ યાદ આવે છે ઘણા વરસો પછી સામ્ભળવા મળ્યુ એટ્લે વિશેષ આનંદ અને શ્રી ક્ષેમુભાઈને આદર્પુર્વક સ્નેહાન્જલી એઓ એમના ગીતો દ્વારા અમર થઈને રહેવાનાછે જ એટ્લી શ્રધ્ધા છે………તમારો આભાર્…………

 2. ખૂબ સરસ ગીત, વાંચીને મજા આવી ગઈ….

  આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
  પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.
  આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જી
  પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી…..

  વાહ

 3. આ ગેીત મનમાઁ રમ્યા જ કરતુ હતુઁ આજે અહેીઁ સાઁભળેીને આનઁદ થયો.

 4. M.D.Gandhi, U.S.A. says:

  સરસ ગીત છે.

 5. dhurjati vaishnav says:

  we have lost piller of gujarati sahitya.we will miss him alot.his contribution will remain with us for ever.
  om shanti,shanti,shanti
  dhurjati & family

 6. DHARMENDRA says:

  આ ગેીત થેી વધુ યોગ્ય શ્રધાન્જલિ ક્ષેમુદાદ ને આપેી શકાય? ખુબ યોગ્ય ગેીત.

 7. Neela says:

  ખૂબ સુંદર ગીત છે. સાંભળવાની મઝા પડી ગઈ.
  આભાર જયશ્રી.

 8. Kirtikant Purohit says:

  ઘણું જ સરસ અને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી.

 9. Govind Maru says:

  જયશ્રીબહેન,
  ખુબ જ સુંદર ગીત માણ્યું…

 10. mahesh dalal says:

  લલિત કલા ના મુર્ધન્ય .પ્ણ રહેશે ચિર્સ્મ્સ્ર્નિય…

 11. hemal mehta says:

  dada nu aa geet baho madhurru che ane gayak kalakaroaae pan sunder ritte gaayu che .ghanuz mithoo geet lage che .aava madur mitha geeto aamara sudhi pahocadawa aapno khub khub aabhar

 12. chintan says:

  ક્ષેમુકાકા – ગુજરાતી કાવ્ય સંગીતને ધબકતું,ગણગણતું કરનાર
  વિરલ વ્યક્તિત્વ……
  ક્ષેમુકાકાએ હર હંમેશ કવિતાને હથેળીમાં રાખી,તેમના સ્વરાંકનો દ્વારા
  સજાવી છે…..કાવ્યતત્વને ધબકારો આપ્યો છે.
  તેમના દરેક સ્વરાંકનો દ્વારા કવિતા અને સ્વરાંકન બન્નેનો
  સહિયારો આનંદ મળતો રહ્યો છે.
  લોકસંગીત તથા શાસ્ત્રીય સંગીતનો સાહજીક ઉપયોગ તેમના સ્વરાંકનોની
  આગવી શૈલી બની રહી…
  ગીત,ગઝલ,ગરબા,ભજન,સમૂહગીતો….ક્ષેમુકાકાએ કેટકટલું આપ્યું…
  તેમનો આ અણમોલ વારસો સાંચવીએ…
  આ વારસા દ્વારા ક્ષેમુકાકા સદાય કાવ્યસંગીતપ્રેમીઓના દિલમાં જ રહેશે…
  ક્ષેમુકાકા, કાવ્યસંગીતમાં આપના અદભૂત પ્રદાન બદલ ઋણી છીએ…
  ” એક સથવારો સગપણનો,મારગ મજીયારો બે જણનો…”

 13. A great loving person; his greatest composition – to me – would be the one sung by Janardanbhai Raval and Harshidaben Raval – “Keva Re Malela Man Na Mel…Rudiya Na Raja…” – great song which talks about “Sayujya”.

  I have been blessed to know him, meet him and his better half and his family – so many times. May God Bless his Great Soul. He will ALWAYS BE REMEMBERED as a great composer and still, as a better human being.

  Himanshu

 14. manubhai1981 says:

  યુગલગેીત માણ્યુઁ.મજા પડી શ્રાવણગેીતથી.
  અમરર્ભાઇ અને કાજલબહેનાનો ,જયશ્રેીજી
  અને અમિતભાઇનો પણ ઘણો જ આભાર !

 15. Daksha Mull says:

  આ અચાનક જવાબ લખવાનુ મન થયુ ને મને આમ ગુજરાતી લખાય એની ખબર પડી હજી મને ગાયન સામ્ભળતા આવડતુ નથી. હવે એ શીખીશ. આ આઈપોડ પર કોણ જાણૅ કેમ એમ થાય?

 16. Rohitthakor says:

  આખ મા આન્સુ સાથે લખિ રયો ચ્હ મારા પિતાજિ ને ક્શેમુજિ ના ગિતો ખુબ ગમ્તા. thanx jaishreeben.at that time i was of only of 20 yeats old. natukaka was hearing these songs. again thaks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *