આજ તો વરસે આભથી પાણી
બ્હાર તો આવ્યું પૂર ને તું તો ઘરમાં સૂતી સોડ રે તાણી.
કાળવી કહી મેઘ શી એમાં
રોફ વળી કંઇ આવડો શાને?
પાતળી કહી કંઇ રેખ શી એમાં
રોષ વળી કંઇ આટલો શાને?
કહીએ નહીં હોય જેવાં લોક, વાત મેં આજે એટલી જાણી –
બ્હાર તો આવ્યું પૂર ને તું તો ઘરમાં સૂતી સોડ રે તાણી.
મન નથી થતું એક વેળા આ
આભ ઝૂકે તેમ ઝૂકવા તને?
મન નથી થતું એક વેળા આ
મોર કૂદે તેમ કૂદવા તને?
ચાલ, પેલા જે મેધઘનુષના રંગ ફૂટે તે દેશની તને કરવી રાણી
બ્હાર તો આવ્યું પૂર ને તું તો ઘરમાં સૂતી સોડ રે તાણી.
આજ તો વરસે આભથી પાણી..
Kalvi shabda agau zaverchand meghanie pan vaparelo.
Gamna lok ene kalvi kaheta kalvi kahetare, pan hu kahetoto krishna kali krishna kali re.
મને આ રચના ખાસ ન જણાઈ.
જે વાત થી ખોટું લાગેલું તે વાત મનામણા કરતી વખતે પુનહ ઉચ્ચારી દેવાથી કઈ માનુની માની જાય એ મને ન સમજાણું.ખેર છેલ્લી બે પન્ક્તિમાં રાણી બનાવવાની વાત કરીને કવિએ છેલ્લો પાસો ફેંકી જોયોછે.
મનામણા કાચા લાગ્યાં. વષાગીતો ની હારમાળામા થોડી ઓછી જામતી રચના.અલબત્ત મારા મતે.
Oh I got it now…
કાળવી એટલે કાળી. કવિએ પદ્યમાં કાળીની જગ્યાએ કાળવી શબ્દ વાપરીને એને વધારે કાવ્યાત્મક કર્યો છે. જેવી રીતે આપણે ‘લીલી’ શબ્દનું ‘લીલુંડી’ કરીએ છીએ, એવી જ રીતે. 🙂
‘કાળવી’ એટલે? શું એ માત્ર કવિએ ઉપજાવેલો સંબોધિત શબ્દ છે ? શબ્દકોષમાંથી તો આ શબ્દ મને ન મળ્યો.
પહેલા બંધને ઘણીવાર વાંચ્યો ત્યારે કંઇ સમજાણો… એ ય પેલા શિર્ષક પર ફરી નજર પડી પછી.. અને પછી જ આખું ગીત જરા મધુરું મધુરું લાગ્યું. 😀