કોઇનો લાડકવાયો – ઝવેરચંદ મેઘાણી

પ્રથમ તો સૌ મિત્રોને મારા તરફથી – સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ..

આ ગીતની ફરમાઇશ આવતી શરૂ થઇ, એટલે આ ગીત એસ.વી. ની વેબસાઇટ પર વાંચી તો લીધું, પણ ગીત શોધવામાં લગભગ 2 વર્ષ નીકળી ગયા.. પણ મને ખબર હતી, આવું અણમોલ ગીત કોઇની પાસે તો હશે જ, અને એક દિવસ મારા સુધી પહોંચશે.

અને થોડા દિવસ પહેલા જ્યારે આ ગીત મળ્યું, અને પ્રથમવાર સાંભળ્યું, એ લાગણીઓને શબ્દો નથી આપી શકતી.. આંખો તો ભીની થઇ જ, અને મન પછી કેટલીય વાર સુધી બીજે કશે ન લાગ્યું. મને કવિતા આવડતી હોત તો કદાચ મારી લાગણીઓને વાચા આપી શકત.

(આજની આ સ્વાતંત્ર્ય દિનના ગીત માટે ખાસ આભાર – એસ.વી. & ગુજરાતી સુગમસંગીત ફાઉન્ડેશન) અને સંગીતભવન ટ્રસ્ટ ને તો કેમ ભુલાઇ? ‘અજીત શેઠ – નિરૂપમા શેઠ’ એ ગુજરાતીઓ પર કરેલા ઉપકારમા આ ગીત મોખરે આવે…

‘સમબડિઝ ડાર્લિંગ’નો અનુવાદ નહીં એનું રૂપાંતર મેઘાણી અદભુત રીતે કરે છે. ભાષાંતર માટે એમ કહેવાય છે કે એ સુંદર હશે તો એ પ્રામાણિક નહીં હોય અને પ્રામાણિક હશે તો એ સુંદર નહીં હોય, મેઘાણી એક એવી વિરલ પ્રતિભા છે જે સુંદર, વફાદાર ભાષાંતર કરી શકયા છે અને એનું એક માત્ર ઉદાહરણ તે કોઇનો લાડકવાયો રૂપાંતર છે. (Read & Listen the poem : Somebody’s Darling)

સંગીત : અજીત શેઠ
સ્વર : નિરૂપમા શેઠ

.

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

– ઝવેરચંદ મેઘાણી

(આભાર : ફોર એસ વી – પ્રભાતના પુષ્પો)

80 replies on “કોઇનો લાડકવાયો – ઝવેરચંદ મેઘાણી”

 1. Ramesh Patel says:

  pl.accept my thanks…sushri Jayshreeben.

  ‘કોઈનો લાડકવાયો’…રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ

  With regards
  Ramesh Patel

  • ચંદ્રકાન્ત says:

   મિત્રો – આજે તા ૨૫ જુલાય -૨૦૧૪ છે . તા ૨૮ મિ એ ૧૦૦ વર્શ- વર્લ્ડ વોર ૧ ને ; થશે યુધ્ધ અને માનવિના દુખ નિ કહાનિ એટ્લિજ હસ્ય પદ થાય છે .

   એ કાવ્ય અતિ હ્રદય સ્પર્શિ છે. . પ્રભુ ને પ્રાર્થના કે હવે આ દુનિયા યુધ્ધ વિનાનિ કર્.

 2. chhaya shah says:

  મારિ પાસે કોઇ શબ્દો જ નથિ મલતા.દિલ ભરાઇ આવ્યુ.

 3. varsha jani says:

  ‘કોઈનો લાડકવાયો’…રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી.
  ઘણી જ સરસ રચના છે.
  હૃદયપૂર્વકની શુભકામનાઓ…

 4. Kirti N Shah says:

  I am so thrilled to hear this. This song got me back to memories of my mother winning first prize in her school days by singing this song at Bagasara. Years later, my sister also won first prize for singing the same song at Baluba Kanya Vidyalaya, Porbandar. My mother is 78 and my sister is 52 years. They will also be thrilled to hear this song and also to recite it together !
  I am grateful to all who made this possible.

 5. harshal says:

  આ ગેીત શ્રેી પ્રફુલ દવે એ અલગ રાગ મા ગાયુ ચ્હે. ગુજ્રરાતિ તિવિ પર આવ્તુ હતુ.

 6. Jayendra Thakar says:

  On the occasion of this independence day of India listening to this popular poem by popular writer brings tears to my eyes and makes my heart bleed!

 7. manish bhuva says:

  એકવાર પેપરમાં આ ગીત અધૂરું છપાયું હતું, કટિંગ કાઢવાનું ભૂલી ગયું……..
  કેટલા દિવસોના ઇંતઝાર પછી ગીત મળ્યું, એ પણ આખું અને ઓળોઈ સાથે…
  માનીએ તેટલો આભાર ઓછો સાહેબજી….

 8. સ્વદેશાભિમાનથી છલકતુઁ આ અમર ગેીત
  ભારતીયો સદાય ગુઁજતુઁ રાખશે.સ્વર્ગસ્થને
  હ્રુદયપૂર્વકની શ્રદ્ધાન્જલિ,,તમારો આભાર !

 9. સૂર્યશંકર ગોર says:

  આ અમર દેશ ભક્તિ નુ કાવ્ય માનવ જાત ને કાયમ ઉત્તમ દર્શન કરાવતું રહેશે !આ રાષ્ટ્ર ભક્તિ ના ગીત વિષે મેઘાણીજી ના વિચારો : “કોઈનો લાડકવાયો” એ મારું ઘણું જ લાડકવાયું ગીત મારા કંઠ ના મુકરર સૂરોમાંથી જ ઉદભવેલું અને એ જ સૂરો વડે સીંચાયેલું . તેને જ્યારે કલિંગડા અને મરાઠી સાખી ના મૂળ સૂર ને બદલે ભૈરવીમાં ગવાયેલું સાંભળું છું ત્યારે મારું પ્રિય સંતાન રિબાતું હોવાની વેદના થાય છે અને મારું પ્રિય માં પ્રિય બાળક કતલ થયું હોય એવો ખેદ થાય છે . ” -ઝવેરચંદ મેઘાણી

 10. Nitin Vyas says:

  ગીતની શરૂઆત ની પંક્તિઓ અને વચમાં પણ પંકજ મલ્લિક નો અવાજ લાગે છે. પછીનું ગાયન નિરુપમાબેન નાં અવાજ માં છે.
  કોઈ આ બાબત માં પ્રકાશ પાડી શકે ???

 11. Paras says:

  from where can i download this song? and if i want to purchase it where is it available?

 12. મેઘાણીજીનું આ અમર કાવ્ય હૈયું હચમચાવી મૂકે એવું છે.

  આજે ક્યાં છે એ ખુમારી ?

  ક્યાં છે એ દેશ પ્રત્યેની પ્રીતિ?

 13. Ritesh patel says:

  આ છેલ્લો કટોરો ઝેરનો પી જજો, સાઞર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ.
  -ઝવેરચંદ મેઘાણી

  આ કોઇ કવીતા નથી પણ ખુમારી છે.

 14. Pravin says:

  ભોગ કોણે આપ્યો અને ભોગ કોણ કરે છે?
  ભારત નો વિકાસ થાય તેની સાથે જો ન્યાય અને કોર્ટ સીસ્ટમ નો વિકાસ થાય ( કડક સજા ના કાયદા બને ) તો ચોર પોલીટીશીઅનો ને ખાડો ખોદીને શોધવા પડે.
  પ્રજાના કેટલાય પૈસા સારા કામ માં આવે.
  કાયદા પોલા છે અને પોલીટીશીઅનો ને સીબીઆઇ જાતેજ રક્ષણ આપે છે.
  એટલે જ તો બધાને પ્રધાન થવું છે.
  સેવા કરવી હોય તેને જ ઇલેક્સન માં મત આપો. ઓછા પગાર થી સેવા કરે તેજ ખરી સેવા અને ચોરી કરે તો પકડી પકડી ને બધાને પહેલા તો પુબ્લીક ની વચે જ ખુબ મારો અને પછી અંદર કરો કે જેથી બહાર ની ગંદકી દૂર થાય.
  વાડ જ ચીભડું ગળી જાય છે !

 15. vispi says:

  I like it

 16. Ashoksinh says:

  મજા આવી.આવા ગીતોને લુપ્ત થતા બચાવવાનો તમારો પ્રયાસ પ્રસશનીય રહ્યો.કઁપોજિશન સારુ હોતતો વધારે મજા આવત.

 17. Bakul Gandhi says:

  રુંવાડા ઉભા કરી નાખે અને આંખ ઝળહલીયાં ભરે તેવી રચના જીવંત રાખી, પિરસ​વા બદલ હ્રુદયથી આભાર​.

  બકુલ ગાંધી

 18. PRITESH GHADAWALA says:

  too good

 19. hiten katakia says:

  સાહસ અને દુખનો સુભગ સમન્વય

 20. Naresh Dekhtawala says:

  હવે આ દેશભક્તિ કોઇને યાદ રહિ હોય ઐમ લાગતુ નથી

 21. VIPUL RAJAN says:

  thank you very much for this song.
  this is an unforgetable song for me.

  IF u find this songs in other music
  pls send me the link.

 22. SANDIP GADHAVI says:

  શ્રી ઝવેરચંદ મેઘાણીની “કોઇનો લાડકવાયો” કવિતા “યુગવાન્દના” નામના કાવ્યસંગ્રહમાં છે. વધુમાં આ કવિતા માટે ચંદ્રકાન્ત બક્ષીના પુસ્તક “શબ્દ અને સાહિત્ય” પુસ્તકમાં આપેલી જાણકારી સાહિત્યરસિકોને કામ લાગે એવી છે…..

 23. મારે આ ગેીત જોઈ એ ચે.

 24. sandip pakvasa says:

  A very moving poem of Meghani! A small correction, the original in English was written during the American civil war by Marie Ravenal da Costa and can be found at civilwarpoetry.org

 25. yogesh devmurari says:

  not good but best best and best…….really…

 26. વિજય મિસ્ત્રી says:

  આભાર
  રાષ્ટ્ર વાદી ઝવેરચંદજી અમર રહો

 27. i am 92 yearsold during…1942 had seen mehganiji writing masaina diva dicteted by ravishanker maraj…as samalds college student had previlage to hear himm too..not only he was a great nationalist his trditon is mainted by his eldest son who has been publishing books at avery reasonable rate to popularise gujarati literature..when i had asked him what was the motivating force for such work … he just replied ghandhian philosophy narendra patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *