મળી માતૃભાષા મને ગુજરાતી – ઉમાશંકર જોષી

ગઈકાલે મે ૧, ૨૦૧૩ ના દિવસે ગુજરાત રાજ્ય પોતાના ૫૩ વર્ષની ખુશી ઊજવવી, ત્યારે આપણે ટહુકો પર પણ દર વર્ષની ગુજરાત દિવસ મનાવતા કવિ શ્રી ઉમાશંકર જોષીનું આપણી આ ગરવી ગુજરાતી માતૃભાષા વિષે ગીત અમર ભટ્ટના સ્વરે સાંભળીએ…..

સ્વર : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

– ઉમાશંકર જોષી

ગુજરાતના અને ગુજરાતીઓના ગુણગાન ગાતા બીજા થોડા ગીતો ટહુકો પર અહીં માણી શકો છો : ગુજરાતગીત

Love it? Share it?
error

4 replies on “મળી માતૃભાષા મને ગુજરાતી – ઉમાશંકર જોષી”

 1. Ravindra says:

  ગુજરાતી ભાશાનુ ગૌરવ કરતુ ઉમાશન્કરનુ ગીત મુકવા બદલ ખુબખુબ અભિનન્દન.સાચા અર્થમા એ ગાન્ધિગીરા છે.

 2. Dhiru Shah says:

  Both the poet and the singer are at their best. Feeling proud to be a Gujarati.

 3. sudhir patel says:

  ગુજરાત-દિન નિમિત્તે સૌને અભિનંદન!!
  એક ગુજરાતી હોવાનું ગૌરવ કરાવતા સુંદર ગીતની અદભૂત સ્વરમય રજૂઆત!!
  સુધીર પટેલ.

  • Maya ben says:

   અતિ સુન્દર કવિતાને તેમા કાન્ત દાદા નુ નામ જોઇ ને ગર્વ પન થયો. કવિ ને ધન્ય અને ગાયક ને સરસ ગાવા બદલ અભિનન્દન્ . અમે ૧-મે-, મહા-ગુજરાત દિવસ દિલ્હિ મા ઉજવ્યો હતો,અને દિલ્હિ ના બધા જ ગુજરાતિયો આવેલા.
   આજે ગુજારાતિ મા લખિ ને મજ્હા આઈ ગૈ. માત્રા નિ પ્ેક્તિસ કરવિ પદ્શે.
   માયા ના જય સાઇ રામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *