સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં
.
જાગ રે જાગ મુસાફર વ્હેલોઃ
રાત સિધાવે દિન જો આવે
દરવાજો તુજ હજી દીધેલો !
ધરતીનાં સપનાં શું જુએ?
તરુણ અરુણ ત્યાં વ્યોમે ચુએ!
રખે સૂરજનો દેશ તું ખુએ,
રખે રહે તું તિમિર-ડૂબેલો !
ચાલ ધરાનાં બંધન તોડી,
સુખ દુઃખની કથા લે ઓઢી,
સત્વર તારી છોડને હોડી,
સંઘ ગયો તું રહ્યો અકેલો !
પ્રાચીનાં નયનો જો ખૂલે,
પરિમલ સૂતા જાગે ફૂલે;
જાહ્નવી જગની જોને ઝૂલે,
પનઘટ પર જામ્યો છે મેળો !
– ‘સ્નેહરશ્મિ’
વાહ. ખૂબજ સુંદર.
સુન્દર ગાયકી.
સ્કૂલના દિવસો યાદ આવી ગયા.
અમદાવાદની સી. એન. વિદ્યલયમા અમે પ્રાર્થના મન્દિરમા ગાતા હતા.
સ્નેહરશ્મિ અમારા પ્રિન્સિપાલ હતા.
અસ્તુ
નિરલ દ્વિવેદી.
ટેમ્પા, ફ્લોરીડા.
ભાઈ વિનોદ અને દર્શનાજી બંને સુંદર.. સંવેદનશીલ.
ખુબ જ સુંદર રચના
રાયશીભાઈ ગડા મુંબઈ