મળી માતૃભાષા મને ગુજરાતી – ઉમાશંકર જોષી

આપણ સૌની વ્હાલી માતૃભાષાનો મહિમા ગાતી આ કવિતાનું નવું જ સ્વરાંકન આપણા સૌના લાડીલા ગાયક-સ્વરકાર આલાપ દેસાઈએ શ્રી ઉમાશંકર જોષીજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે શ્રદ્ધાંજલી રૂપે રજૂ કર્યું!
આ સ્વરાંકન વિષેની  વિગત  આલાપ ભાઈના જ શબ્દોમાં – “હું હંમેશા નવી જૂની કવિતાઓ શોધતો જ હોઉં છું, સ્વરાંકન કરવા માટે. એમાં એક દિવસ, બનતા સુધી 2012માં મારા હાથમાં આ સુંદર કવિતા આવી! શ્રી ઉમાશંકર જોષીજીની – સદા સૌમ્ય શી! ગુજરાતી ભાષા, અને એ કેવી ઉજળી ને સૌમ્ય છે એ વાચીને લગભગ મગજમાં જ compose થવા માંડી. હું મૂળ તબલાવાદક એટલે તાલનું મહત્વ સમજાઈ જાય. એમ 5/8 એટલે ઝપતાલમાં compose કરી, compose થતી ગઈ એમ થયું કે ગુજરાતીમાં સરસ ગાતા હોય  એવા ગાયકોનો પણ સમાવેશ કરવો. એમ કરતાં, પ્રહર, ગાર્ગી અને હિમાલયનો સાથ મળ્યો. Musical arrangement માં થોડો અત્યારના સંગીતનો રંગ છાંટ્યો – Live માં માત્ર મેં તબલા જ વગાડ્યા. દરેક ગાયકે જુદી જુદી જગ્યાએથી રેકોર્ડ કરીને મોકલ્યું અને મુંબઈમાં mixing થયું. આમ હંમેશા કૈંક જૂદું પણ સરસ કરવાની ઈચ્છા ફળીભૂત થઇ, ને આ બન્યું આ ગીત!” – આલાપ દેસાઈ
તો માણો આ તાજું જ સ્વરાંકન!

આ પહેલા અમર ભટ્ટના સ્વર – સ્વરાંકન સાથે ટહુકો પર ગૂંજતુ થયેલું આ માતૃભાષાના ગૌરવનું કાવ્ય – આજે સ્વરકાર શ્રી રવિન નાયકના સ્વરાંકન અને રેમપની વૃંદના ગાન સાથે ફરી એકવાર માણીએ…

માતૃભાષા દિવસે જ નહી… પણ હંમેશ માટે ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવીએ.

*********************
Previously posted on May 2, 2013:

ગઈકાલે મે ૧, ૨૦૧૩ ના દિવસે ગુજરાત રાજ્ય પોતાના ૫૩ વર્ષની ખુશી ઊજવવી, ત્યારે આપણે ટહુકો પર પણ દર વર્ષની ગુજરાત દિવસ મનાવતા કવિ શ્રી ઉમાશંકર જોષીનું આપણી આ ગરવી ગુજરાતી માતૃભાષા વિષે ગીત અમર ભટ્ટના સ્વરે સાંભળીએ…..

સ્વર : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

– ઉમાશંકર જોષી

ગુજરાતના અને ગુજરાતીઓના ગુણગાન ગાતા બીજા થોડા ગીતો ટહુકો પર અહીં માણી શકો છો : ગુજરાતગીત

9 replies on “મળી માતૃભાષા મને ગુજરાતી – ઉમાશંકર જોષી”

  1. mahamaanav Shri Umashankar Joshi, one of the best Gujarati poets, a wonderful human being and a great Gandhian. His contributions to Gujarati language and literature including plays and short stories will always be remembered and referred to very fondly by those who like the language as also those who are critics and critically look at the contributions. BHOOKYA JANO NO JATHARAGNI JAAGSHE….and…BHOMIYA VINA MAARE BHAMVA’TA DOONGRA … two of his other creations which come to mind at a short notice.

  2. સરસ સંગીત અને મારી ભાષાનું ગૌરવ,મહિમાવંત શબ્દો…….કવિવરને લાખ,લાખ સલામ

  3. ગુજરાત-દિન નિમિત્તે સૌને અભિનંદન!!
    એક ગુજરાતી હોવાનું ગૌરવ કરાવતા સુંદર ગીતની અદભૂત સ્વરમય રજૂઆત!!
    સુધીર પટેલ.

    • અતિ સુન્દર કવિતાને તેમા કાન્ત દાદા નુ નામ જોઇ ને ગર્વ પન થયો. કવિ ને ધન્ય અને ગાયક ને સરસ ગાવા બદલ અભિનન્દન્ . અમે ૧-મે-, મહા-ગુજરાત દિવસ દિલ્હિ મા ઉજવ્યો હતો,અને દિલ્હિ ના બધા જ ગુજરાતિયો આવેલા.
      આજે ગુજારાતિ મા લખિ ને મજ્હા આઈ ગૈ. માત્રા નિ પ્ેક્તિસ કરવિ પદ્શે.
      માયા ના જય સાઇ રામ.

  4. ગુજરાતી ભાશાનુ ગૌરવ કરતુ ઉમાશન્કરનુ ગીત મુકવા બદલ ખુબખુબ અભિનન્દન.સાચા અર્થમા એ ગાન્ધિગીરા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *