ગોઠવણ એટલે શું ? – કાજલ ઓઝા-વૈદ્ય

આજે મને પહેલીવાર સમજાયું કે ગોઠવણ એટલે શું ?
રંગરોગાન વગરના સંબંધનો ચહેરો
પહેલીવાર ધોધમાર અજવાળામાં
આંખ સામે ખૂલી ગયો !

તું… જાણે સામે કિનારે,
અને, તારી આસપાસ નાચતી
નિર્વસ્ત્ર હકીકતોની ભૂતાવળ…
… આ કિનારે એકલી-અટૂલી હું.
મારા ખિસ્સામાં, મારી અપેક્ષાઓ
અધિકારોનું ચૂંથાયેલું લિસ્ટ…
કહેલા-ન કહેલા,
માની લીધેલા શબ્દોના, લીરેલીરા !
આંખમાં રેતી ને હોઠ પર ઝાંઝવા,

આપણી વચ્ચેના પુલને
ફૂરચેફૂરચા થઈ ઉડી જતો જોઈ રહ્યા છીએ
આપણે બંને – અસહાય !

– કાજલ ઓઝા-વૈદ્ય

14 replies on “ગોઠવણ એટલે શું ? – કાજલ ઓઝા-વૈદ્ય”

 1. Dakshesh says:

  વાહ્ વાહ્…..
  ખુબ સુન્દર …..
  મારા ખિસ્સામા,મારિ અપેક્ષાઓ…
  અદભુત રચના….
  અભિનદન કાજલ બેનને….

 2. jijna trivedi says:

  અછાંદસ કાવ્ય માણવાની ખૂબ મજા આવી .

  • સરસ રચના,
   કેટકેટલી ગોઠવણ માં જ જીવતા હોઇએ છીયે આપણે.
   મારા ખીસ્સામાં,મારી અપેક્શાઓ અને અધીકારો નુ ચુંથાયેલુ લીસ્ટ,,,
   સરસ.

 3. Ramdutt says:

  Very Beautiful Words. I wish I could reply in Gujarati. My keyboard doesn’t support it. Can you please convey our greetings to Kajalben ?
  Thanks

  Ramdutt Brahmachari

 4. nayana says:

  સ્રરસ અદભુત સ્ત્ય નિ સદ્તર નજિક અભિનદન્

 5. parul says:

  I want to listen this in her own words. She has sharp pronunciations of Gujarati. Superb!!!!!!!!!!!!!!!!!! great philosophy of adjustment.

 6. MAYANK TRIVEDI -SURAT says:

  સરસ રચના, ખૂબ મજા આવી .
  અભિનન્દન કાજલ બેનને….

 7. Ravindra Sankalia. says:

  આપણે કરેલી ગોઠ્વણો ભાન્ગી પડે ત્યારે કેવી વેદના થાય? નિર્વસ્ત્ર હકીકતોની ભુતાવળ. ખુબ સરસ શબ્દો.

 8. પુષ્પકાંત ગજ્જર says:

  તું… જાણે સામે કિનારે,
  .
  .
  … આ કિનારે એકલી-અટૂલી હું.

  સહજીવન છતાં દૂરી,
  મનુષ્ય જીવનની મજબૂરી !!!!!

 9. Maheshchandra Naik says:

  ભિતરની વેદનાની વાત કરતુ સરસ કાવ્ય, કાજલબેનને અભિનદન, અછાંદસ કાવય માટે આપનો આભાર………………………..

 10. meeta dave says:

  લાગે છે ગોઠવણ શબ્દ અહીં adjustment માટે વાપરવામાં આવ્યો છે તો “બાંધછોડ એટ્લે શું” એમ કહેતા જે કહેવાયુ છે તે સુસ્પપ્ટ્ થાત ?!?…એવું આવ્યું ને પછી તરત જ એમ પણ થયું આવી મુખરતા કદાચ કાવ્યતત્વને રુંધે . ?!? ખુબ જ વેધક અને સોંસરું કાવ્ય અને લટ્કામાં કાજલ ઓઝા-વૈદ્ય નુ નામ …ખુશખુશ!

 11. neel says:

  ખુબ સરસ રચનાઓ. ધન્યવાદ.

 12. તરડા યેલા …તૂટેલા ..એક મીઠા અંતરંગ સંબંધમાં જાણે “અહમની કો’ સજ્જડ ગાંઠ” નો મીણો લાગી ગયોન હોય ! કોઈ કોમ્પ્રોમાઈઝ/સમજૂતીનો – રેણ…સાંધો અવકાશ જ ન રહ્યો હોય…તેની સંગીન ઉદાસીની વાત લઈને ઉદારમત વાદી…સ્ત્રીના સ્વાતંત્ર્ય પૂર્ણ હક્કોના જોરદાર હિમાયતી કાજલબેનની સચોટ{{{ સોરી ! નો કોમ્પ્રો !!! નું મોટું બોર્ડ લઈને ઊભી હોય તેવી અફર મગરૂરીભરી વાત}}} કૃતિ…માટે ધન્યવાદ.
  અને આંખમાં રેતીના કણોની જેમ ખટકે છે શું ? સામા પ્રિય પાત્રના જતાં કરેલા સ્ખલનો ….ની અવેજીમાં મળ્યું શું ? બેવફાઈ….બનાવટ …{તારી આસપાસ નાચતી નિર્વસ્ત્ર હકીકતોની ભૂતાવળ…}
  -લા’કાન્ત/ ૧૪-૬-૧૩

 13. “આપણી વચ્ચેના પુલને
  ફૂરચેફૂરચા થઈ ઉડી જતો જોઈ રહ્યા છીએ
  આપણે બંને – અસહાય !” = બેઉ પોતાના “ઈગો”ની સાથે સમાધાન કરી શકતા નથી …’એવી પરિસ્થિતિ સર્જાઈ છે’નો અણસારો…
  “કહેલા-ન કહેલા, માની લીધેલા શબ્દોના, લીરેલીરા !” કરાયેલા વિશ્વાસની સામે છેતરાયાનો ભાવ જ ઉપસે છે…
  “…………….ને હોઠ પર ઝાંઝવા,” ભીતર અધુરી રહી ગયેલી ઝંખનાઓની સૂક્કાશને ઉજાગર કરે છે?
  અફલાતૂન !
  -લક્ષ્મીકાંત ઠક્કર ” કંઈક “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *