ગોઠવણ એટલે શું ? – કાજલ ઓઝા-વૈદ્ય

આજે મને પહેલીવાર સમજાયું કે ગોઠવણ એટલે શું ?
રંગરોગાન વગરના સંબંધનો ચહેરો
પહેલીવાર ધોધમાર અજવાળામાં
આંખ સામે ખૂલી ગયો !

તું… જાણે સામે કિનારે,
અને, તારી આસપાસ નાચતી
નિર્વસ્ત્ર હકીકતોની ભૂતાવળ…
… આ કિનારે એકલી-અટૂલી હું.
મારા ખિસ્સામાં, મારી અપેક્ષાઓ
અધિકારોનું ચૂંથાયેલું લિસ્ટ…
કહેલા-ન કહેલા,
માની લીધેલા શબ્દોના, લીરેલીરા !
આંખમાં રેતી ને હોઠ પર ઝાંઝવા,

આપણી વચ્ચેના પુલને
ફૂરચેફૂરચા થઈ ઉડી જતો જોઈ રહ્યા છીએ
આપણે બંને – અસહાય !

– કાજલ ઓઝા-વૈદ્ય

14 replies on “ગોઠવણ એટલે શું ? – કાજલ ઓઝા-વૈદ્ય”

  1. “આપણી વચ્ચેના પુલને
    ફૂરચેફૂરચા થઈ ઉડી જતો જોઈ રહ્યા છીએ
    આપણે બંને – અસહાય !” = બેઉ પોતાના “ઈગો”ની સાથે સમાધાન કરી શકતા નથી …’એવી પરિસ્થિતિ સર્જાઈ છે’નો અણસારો…
    “કહેલા-ન કહેલા, માની લીધેલા શબ્દોના, લીરેલીરા !” કરાયેલા વિશ્વાસની સામે છેતરાયાનો ભાવ જ ઉપસે છે…
    “…………….ને હોઠ પર ઝાંઝવા,” ભીતર અધુરી રહી ગયેલી ઝંખનાઓની સૂક્કાશને ઉજાગર કરે છે?
    અફલાતૂન !
    -લક્ષ્મીકાંત ઠક્કર ” કંઈક “

  2. તરડા યેલા …તૂટેલા ..એક મીઠા અંતરંગ સંબંધમાં જાણે “અહમની કો’ સજ્જડ ગાંઠ” નો મીણો લાગી ગયોન હોય ! કોઈ કોમ્પ્રોમાઈઝ/સમજૂતીનો – રેણ…સાંધો અવકાશ જ ન રહ્યો હોય…તેની સંગીન ઉદાસીની વાત લઈને ઉદારમત વાદી…સ્ત્રીના સ્વાતંત્ર્ય પૂર્ણ હક્કોના જોરદાર હિમાયતી કાજલબેનની સચોટ{{{ સોરી ! નો કોમ્પ્રો !!! નું મોટું બોર્ડ લઈને ઊભી હોય તેવી અફર મગરૂરીભરી વાત}}} કૃતિ…માટે ધન્યવાદ.
    અને આંખમાં રેતીના કણોની જેમ ખટકે છે શું ? સામા પ્રિય પાત્રના જતાં કરેલા સ્ખલનો ….ની અવેજીમાં મળ્યું શું ? બેવફાઈ….બનાવટ …{તારી આસપાસ નાચતી નિર્વસ્ત્ર હકીકતોની ભૂતાવળ…}
    -લા’કાન્ત/ ૧૪-૬-૧૩

  3. લાગે છે ગોઠવણ શબ્દ અહીં adjustment માટે વાપરવામાં આવ્યો છે તો “બાંધછોડ એટ્લે શું” એમ કહેતા જે કહેવાયુ છે તે સુસ્પપ્ટ્ થાત ?!?…એવું આવ્યું ને પછી તરત જ એમ પણ થયું આવી મુખરતા કદાચ કાવ્યતત્વને રુંધે . ?!? ખુબ જ વેધક અને સોંસરું કાવ્ય અને લટ્કામાં કાજલ ઓઝા-વૈદ્ય નુ નામ …ખુશખુશ!

  4. ભિતરની વેદનાની વાત કરતુ સરસ કાવ્ય, કાજલબેનને અભિનદન, અછાંદસ કાવય માટે આપનો આભાર………………………..

  5. તું… જાણે સામે કિનારે,
    .
    .
    … આ કિનારે એકલી-અટૂલી હું.

    સહજીવન છતાં દૂરી,
    મનુષ્ય જીવનની મજબૂરી !!!!!

  6. આપણે કરેલી ગોઠ્વણો ભાન્ગી પડે ત્યારે કેવી વેદના થાય? નિર્વસ્ત્ર હકીકતોની ભુતાવળ. ખુબ સરસ શબ્દો.

  7. સરસ રચના, ખૂબ મજા આવી .
    અભિનન્દન કાજલ બેનને….

  8. I want to listen this in her own words. She has sharp pronunciations of Gujarati. Superb!!!!!!!!!!!!!!!!!! great philosophy of adjustment.

  9. સ્રરસ અદભુત સ્ત્ય નિ સદ્તર નજિક અભિનદન્

  10. Very Beautiful Words. I wish I could reply in Gujarati. My keyboard doesn’t support it. Can you please convey our greetings to Kajalben ?
    Thanks

    Ramdutt Brahmachari

    • સરસ રચના,
      કેટકેટલી ગોઠવણ માં જ જીવતા હોઇએ છીયે આપણે.
      મારા ખીસ્સામાં,મારી અપેક્શાઓ અને અધીકારો નુ ચુંથાયેલુ લીસ્ટ,,,
      સરસ.

  11. વાહ્ વાહ્…..
    ખુબ સુન્દર …..
    મારા ખિસ્સામા,મારિ અપેક્ષાઓ…
    અદભુત રચના….
    અભિનદન કાજલ બેનને….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *