મારું એકાંત – લતા હિરાણી

નવેમ્બર ૨૦૧૨માં જ્યારે હિતેન આનંદપરાને મળવાનું થયું – ત્યારે એમણે એક મઝાનું સંકલન ભેટ આપ્યું. ‘અર્વાચીન કવયિત્રીઓના કાવ્યોનો સંપુટ’ – અને ત્યારે વાત થયેલી કે માર્ચમાં International Women’s Day આવે ત્યારે ટહુકો પર કવયિત્રી સ્પેશિયલ કંઇક કરી શકાય.

આમ તો આજે International Women’s Day છે – પણ ટહુકો પર છેલ્લા ૨ દિવસથી Women Special જેવું જ કંઇ છે – પહેલા દક્ષા વ્યાસ, અને પછી કાજલ ઓઝા-વૈદ્ય. તો આજે માણીએ – લતા હિરાણીને..!!

Yosemite National Park 030
મેઘધનુષ આવીને મને પૂછી ગયું… April 2009

મેં મારું એકાંત
બધી દિશાઓમાં વેરી દીધું
અને પછી કણેકણમાં ફૂટ્યા
અવાજ વગરના ટહુકાઓ…

મેઘધનુષ આવીને મને પૂછી ગયું,
આ પહાડ પર ગુંજે છે એ તારાં ગીત ??
મેં કહ્યું ના, આ લોહીના લયમાં ચુપચાપ વહે છે
એ મારાં ગીત

પાંદડીએ હળવેથી મલકી
સાક્ષી પૂરી દીધી……
એણે ફરી પૂછ્યું
આ પર્વત, નદી, ઝરણાં ને વનરાઇ
તારા જ રક્તના લયને તાલ પુરાવે છે ને !!

હું ઉઘડતા મૌનથી ઉભરાઇ ગઇ…
દિશાઓ સાક્ષીભાવે ગુંજી રહી….

મને ખબર છે, હું અનુભવું છું
મારા લખચોરાશી કાળના કઠેડાથી
મારી પર વરસ્યા કરે છે એ સુર
ને મારા એકાંતમાં એ ઓગળ્યા કરે છે

પછી ફેલાય છે સુર્યનું હુંફાળું વ્હાલ
ને ચંદ્રનું સ્મિત…

મારું શાંત સરોવર હિલોળે ચડે છે
અને એક અનુબંધ રચાય છે.

જોડાઇ જઇએ છીએ
હું ને આકાશ, હું ને ધરતી
વચ્ચે ગુંજ્યા કરે છે કોઇ
અનહદનો નાદ થઇ…

– લતા હિરાણી

11 replies on “મારું એકાંત – લતા હિરાણી”

  1. પ્રેમ અને એકાન્ત બન્ને વિરોધાભસિ સબ્દો નથિ ?
    કુદરત્ ને પ્રેમ કરિયે એને એકાન્ત કહિયે,
    મતલબ બિજા
    માનવ નિ ગેર હાજરિ એત્લ એકાન્ત ?

  2. Dear Maa,
    Really nice! I don’t have words to say how beautifully you have put your words together to show your emotions….really understand. I am glad you enjoyed women’s day and its activities!
    With love and Kisses
    Hina

  3. નીસર્ગને ખોળે…..તેના અનેક તત્તવો સાથે જ્યારે “એકરૂપ થવાની” પ્રક્રિયામાંથી પસાર થવાનું બનતું હોય છે ,
    ત્યારે…એકાંત-મૌન…અચાનક બોલકા બની ઉજાગર થઇ ઉઠતા હોયછે… અને અ તો અંગત અનુભૂતિના જ વિષય.,વાત…મુદ્દો
    આભાર ! અભિનંદન…
    -લા’કાન્ત / ૧૧-૩-૨૦૧૩

  4. કુદરતની સાથે એકાકાર થતા થતા રચાયેલુ ખુબજ સુન્દર ગીત.

  5. I can relate to this as one would feel while hiking the back country and to the quote “often times you will find yourself in the middle of nowhere and often times in the middle of nowhere you will find yourself” Amen!

  6. ખૂબ સુંદર કાવ્યમય અભિવ્યક્તિ!
    સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *