ચલો, આજે પાછું તમને હોમવર્ક આપું. આજે તમારા માટે એક ગીત તો લાવી છું, પણ સાથે કોઇ નામ નથી… એ કામ તમારું. શોધી આપો – કવિ, સ્વરકાર અને ગાયક….. !!
ગાયિકા : કૌમુદી મુનશી
સ્વરકાર : નવીન શાહ

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ
ચૈતરનું આભ સાવ સુનું સુનું તોયે
કંઇથી કોકિલ કંઠ બોલે રે લોલ
વનની વનરાઇ બધી નવલી તે કુંપળે
દખ્ખણને વાયરે ડોલે રે લોલ
જેની તે વાટ જોઇ રઇ’તી મોરી સૈયર
તેની સંગાથે વાટ વઇ’તી રે લોલ
સુકી મેં વીણી કંઇ ડાળી ને ડાખળી
સુકા અળૈયા ને વીણ્યા રે લોલ
લીલી તે પાંદળીમાં મેહકંતા ફૂલ બે
મારે અંબોડલે સોહ્યા રે લોલ
વક્ત્રક્ત વહેણમા ન’ઇતી મોરી સૈયર
વક્ત્રક્ત વહેણમા ન’ઇતી રે લોલ
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ
Email
ખાલી જગ્યા પૂરી !
ફાલ્ગુની પાઠક?
અવાઝ ફાલ્ગુની પાઠકનો છે
નમસ્તે,
સરસ રચના
કવિ રાજેન્દ્ર શાહ
ગાયિકા કૌમુદિ મુનશી
સ્વરકાર નવીન શાહ
વક્ત્રક્ત વહેણમા ન’ઇતી મોરી સૈયર
Very well produced web site, Congratulations!
good work for our language
Keep loving our language
radio umang team [24 hr guj channal]
rj & astt content manager HETA
કવિ શ્રી રાજેન્દ્ર શાહ્
રાજેન્દ્રની સુંદર રચના અને કૌમુદીની મધુર ગાયકી
મઝા આવી
ભુલ કબુલ્
આ “વક્ત્રક્ત” મગજમાં બેઠું નહીં… અહીં ખાલી જગ્યા રાખવા જેવું જ છે… આ ગીત જો રા.શા.નું જ હોય તો એમના સંગ્રહમાં શોધી જોઈશ…
મુળ કાવ્યમાં ‘વાતરક વહેણ’ છે કવિ વાત્રક નદીની વાત કરે છે. મારી પાસે આ ગીત નીરુપમા શેઠના સ્વરમાં પણ છે. જો audio cassetteમાંથી MP3માં રુપાંતર કરી શકીશ તો તમને email કરીશ.
સરસ રચના
વાત્રક હોવુ જોઇયે
Nice pic
કવિ વાત્રક નદિ નેી વાત કરે ચે .એમના જન્મસ્થલ નિ નજિક આ નદિ ચ્હે