સ્નેહે સુપુત્રી…. (ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો) – હિમાંશુ ભટ્ટ

હિમાંશુભાઇની આ મઝાની ગઝલ – આજે ફરી એકવાર…

થોડા દિવસો પહેલા અમે અહીં ‘સંવેદનાની સૂરાવલી’ કાર્યક્રમ કર્યો – એમાં શ્રાવ્યા અંજારિયાએ આ મઝાની ગઝલ પ્રસ્તુત કરી – અને સામે જ Sound Mixer પર બેઠા હતા એના વ્હાલા ડેડી..!! પણ એણે એવી મસ્તીથી આ ગઝલ રજૂ કરી કે શ્રોતાઓમાં બેઠેલા બધા ડેડીઓ ને એમની દીકરીઓ…. અને બધી દીકરીઓને એમના પપ્પાઓ યાદ આવી જ ગયા હશે.

તો આજે આ ગઝલ તમે પણ માણો… અને હા, કોઇક વ્હાલા ડેડી કે ડેડીની વ્હાલી દીકરીનો દિવસ સુધરી જશે – આ ગઝલની લિંક એમને મોકલશો તો… એટલે એ કામ પણ કરી જ લેજો..!! :)

સ્વર – શ્રાવ્યા અંજારિયા
સ્વરાંકન – કર્ણિક શાહ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અને આ રહ્યું પ્રોગ્રામનું વિડિઓ રેકોર્ડિંગ..!!

YouTube Preview Image

**********************

Posted on November 10, 2012

આ પહેલા ટહુકો પર પ્રસ્તુત – હિમાંશુભાઇની કલમે લખાયેલી આ મારી એકદમ ગમતી ગઝલ – આજે ફરી એકવાર… એક નહિં – બે નવા અવાજમાં..!!

અને આજનો દિવસ પણ એકદમ ખાસ છે – જે દીકરીના વ્હાલમાં આ ગઝલ લખાઇ છે – એ વ્હાલી લાડકીનો આજે જન્મદિવસ છે. Happy Birthday Ritu..! Wishing you Many Many Happy Returns of the Day..!!

અને આજનો દિવસ વધુ ખાસ બનાવવા માટે – સાંભળીએ આ મઝાની ગઝલ – રીતુના પોતાના અવાજમાં..! ડેડીને જ્યારે એણે આ એમની જ ગઝલ પહેલીવાર સંભળાવી, એ મધુરક્ષણના સાક્ષી આજે આપણે બધા પણ થઇએ.

સ્વરાંકન – કર્ણિક શાહ
સ્વર – રીતુ ભટ્ટ

YouTube Preview Image

અને હા, આ ગઝલ એક નવા આબ્લમ ‘મેઘધનુષ’માં પણ સ્વરબધ્ધ થઇ છે. તો સાથે સાંભળીએ ગરિમા ત્રિવેદીના ગળચટ્ટા અવાજમાં આ મઝાની ગઝલ ફરી એકવાર. કર્ણિકભાઇએ આ ગઝલનું એવું મઝાનું સ્વરાંકન કર્યું છે બધા પપ્પાઓ અને પપ્પાઓની વ્હાલી દીકરીઓ બસ વારંવાર સાંભળ્યા જ કરે…!!!

સ્વરાંકન – કર્ણિક શાહ
સ્વર – ગરિમા ત્રિવેદી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

——————————-
Posted on June 17, 2008
આ ગયા રવિવારે – ૧૫મી જુનના દિવસે ઘણાએ પપ્પા – ડેડી સાથે ‘Father’s Day’ મનાવ્યો હશો, અને મારા જેવા ઘણાએ લોકોએ બસ ફોન પર જ પપ્પાને ‘Happy Father’s Day’ કહીને મન મનાવ્યું હશે.

ગયા વર્ષે મુકેલું ગીત – પ્રિય પપ્પા હવે તો તમારા વગર… અને થોડા વખત પહેલા જ ટહુકો પર મુકેલી એક અછાંદસ કવિતા – તો પપ્પા! હવે ફોન મુકુ? – આ બંને રચનાઓમાં પપ્પાથી દૂર ગયેલી દીકરીની વાતો – લાગણીઓ રજુ થઇ છે, જ્યારે આજે (હા… ૧-૨ દિવસ મોડુ થઇ ગયું !!) નાનકડી ૨ વર્ષની દીકરી જાણે પપ્પા સાથે વાતો કરતી હોય, એ ભાવની ગઝલ લઇને આવી છું. અને એ પણ કવિના પોતાના અવાજમાં, કવિની શબ્દોમાં ગઝલની પુર્વભૂમિકા સાથે…

આભાર હિમાંશુભાઇ, અમને બધાને Father’s Dayની આ Special Gift આપવા માટે.

સાથે, આપ સૌને મારા અને હિમાંશુભાઇ તરફથી – Belated Happy Father’s Day :)

girl

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો

બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો
મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો

આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના
કાંટા અને આજે મને પુષ્પો બતાવો

માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો

લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો

મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …

————————
અને, ગઇકાલે મેં જે પેલા સ્પેશિયલ ગીતની વાત કરી હતીને, એ હવે આવતીકાલે…. !! 😀

————————

અને હા, હિમાંશુભાઇની બીજી રચનાઓ વાંચવા એમના બ્લોગની મુકાલાત લેતા રહેજો.

http://ekvartalap.wordpress.com/

35 thoughts on “સ્નેહે સુપુત્રી…. (ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો) – હિમાંશુ ભટ્ટ

 1. pragnaju

  હિમાંશુભાઇ તરફથી તેમના જ અવાજમા સુંદર ગઝલ અને ભાવવાહી સમજુતી માણી.
  ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
  વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો
  મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
  કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …
  વાહ્

  Reply
 2. Harshad Jangla

  પિતૃ-દિવસ નિમિત્તે યોગ્ય રજુઆત
  આભાર
  -હર્ષદ જાંગલા
  એટલાન્ટા, યુએસએ

  Reply
 3. vishwadeep

  મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
  કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો … સુંદર અભિવ્યક્તિ..

  Reply
 4. manvant

  કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો !
  ઉત્કૃષ્ટ લાગણી !

  Reply
 5. ઊર્મિ

  આગળ માણેલી આ સુંદર ગઝલ ફરી માણવાની અને ખાસ તો સાંભળવાની વધુ મજા આવી…

  Reply
 6. swati shah

  ખુબ જ લાગણી સભર લખાણ છે. બસ આવુજ લખતા રહો.

  Reply
 7. RAJNIKNT SHAH

  મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
  કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …
  frank expression!
  which only daughter can mae and, that too only to her father. !!!!

  Reply
 8. Aradhana

  Very well written,sung,presented,composed
  ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો

  Reply
 9. Karasan Bhakta USA

  દિલો દિમાગને પસંદ આવે તેવી સુંદર લાગણિસભર રચના !
  તેથી જ કહેવાતુ હશે કે “દિકરી વ્હાલનો દરીયો” !!
  અને અંગ્રેજીમા
  “A son is your son till he gets married,
  and a daughter is your daughter for ever”!!

  Reply
 10. Dr. Dinesh O. Shah

  Dear Ritu,

  Congratulations and Best wishes! I immensely enjoyed your song and your voice! Please take some formal training in vocal singing. You are gifted with a good voice. All the best in the coming years. You have made a great entry !

  Dinesh Uncle

  Reply
 11. Rekha shukla(Chicago)

  Rekha Shukla (chicago)
  Listening to you Sangitaben and Dineshbhai and Himanshubhai on Radio Azad…live and vibrant event…please check out…USA please you will enjoy…Mansai na Diva…tamaro avaj sambhalyo….”Reti “par ni sundar rachna….and “mordern chora.”…karnikbhai na avaj ma “meghdhanush” cd and “parab tara pani ” “Kodiya”nu song…Early 75th Birthday to you….God bless you…Keep lighting by inspiring others ….especially on Diwali…!! Best Gujarati kavvali….aaje fari chaman ma tari khabar mali che….waah waah Saturday..ni maja vadhi gai….thanks Sangita..great choice…..!!! “kshano ni zadap thi “khub saras Himanshubhai ni rachana…ane best one temni rachna ” saslu kahu hu savaj kahu hu ho shakya to samjav tu…”Triveni Sangam” khub sudnar cd…God bless you both…Happy Birthday to your lovely daughter.રીતુ…Himanshubhai..!! Sangitaben has very melodious voice….

  Reply
 12. Rekha shukla(Chicago)

  ટહુકા ના સર્વ ચાહકો ને વાચકો ને જયશ્રીબેન ને અમિતભાઈ ને શુભદિપાવલી તથા નુતન વર્ષાભિનંદન…..!!

  Reply
 13. Vibha Khimani

  તમે મને કહિ શક્શો કે મને આ સોન્ગ daddy tame koi navto sunavo’ક્યથિ મલે? મારે આ સોન્ગ download કર્વુ ચે.

  Reply
 14. Himanshu

  Vibhaben

  I encourage you and other gujarati poetry and sugam sangeet loving friends to buy our latest CD set – Meghdhanush. This professionally made 2 CD set has 22 songs, composed by Karnik Shah and sung by various artists from India and is of a very high quality.

  Your financial support will help us continue to support our literature and culture in India and worldwide. You can contact me at: hvbhatt@yahoo.com. Please put Meghdhanush in the subject line.

  Reply
 15. gita c kansara

  દિકરિ વહાલનો દરિયો. પિતાનિ યાદ આવિ ગઈ.
  દિલ દિમાગને અસર થાય તેવિ અદભુત સુન્દર રચના.

  Reply
 16. Dr Jagdip Upadhyaya

  વિ.સં 2069નાં સાલમુબારક !!!!

  લોકો કહે છે ગાય જેવી દિકરી હો
  ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

  સાચે જ અહીં હિમાંશુ ડેડીની દિકરી રીતુ, ડેડી હિમાંશુ, વિનોદદાદાજી અને યશવતીદાદીજીની હાજરીમાં(સરસ ગીત) ‘ગાય’ છે …….
  લગભગ આઠથી નવ દાયકાઓ અગાઉ આગલોડ ગામના ભટ્ટ કુટુંબનાં વડવાઓ કન્યાકેળવણી અને કન્યાશિક્ષણનાં પ્રખર હિમાયતી રહ્યાં હતાં.
  કદાચ એટલે જ આજે એમની દિકરીઓ ‘દોરે ત્યાં જાય…’ એવી ‘ગાય’ જેવી ન જ હોય પણ કશું આગવું કરી ‘ચીલો ચાતરનાર’ કહેવાય.
  ભાઇ હિમાંશુની હ્રદયસ્પર્શી શબ્દરચનાને રીતુએ પોતાના લાગણીસભર કંઠથી શણગારી છે.અભિનંદન !!!!
  – ડો. જગદીપ ઉપાધ્યાય

  Reply
 17. Vijay Bhatt ( Los Angeles)

  Jayshree,
  Can you please provide review of the program you had in Bay area?
  How did it go?
  Thanks,
  Vjay

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *