આજે સવારથી અહીં અમારા સાન ફ્રાન્સિસ્કોમાં મૌસમનો પહેલો વરસાદ ઝીલાઇ રહ્યો છે… અને સાથે કોમ્પ્યુટર પર ઝીલાઇ રહ્યા છે એક પછી એક ‘વરસાદી ગીતો’..!! તો થયું કે એ જ બહાને તમને પણ સંભળાવી દઉં આ એક મઝાનું ગીત…!
સ્વર – ફાલ્ગુની શેઠ
સ્વરાંકન – અજીત શેઠ
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ
આ તો વરસે છે લીલુંછમ ઝાડ મારા વાલમા
પીળક તો ક્યારનું ઉડી ગયું ક્યાંક
આ તો ટહુકે છે લીલીછમ ડાળ મારા વાલમા…
ખોળો વાળીને ઘર વાળતી રે, ધીમા તાપે ચઢાવીને ભાત
સંજવારીમાં કેમ કાઢવાં રે, પડ્યાં ઓસરીમાં ચાંદરણાં સાત
ઓસરીએથી જાઉં ફળિયે, પછી ફળિયેથી ઓસરી ગઈ
પૈંડા બેસાડી ધક્કા મારજો રે, મારી વેળા ગોકળગાય થઈ…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…
વાયરો આવેને ફૂલ ઝૂલતા રે, એમ કાનમાં ઝૂલે એરિંગ
પાથરણાં કેમ કરું પંડનાં રે, હું તો થઈ ગઈ સરગવાની શીંગ
કાને માંડી મેં જરીક ડાળખી, ત્યાં તો સંભળાતું ઝીણકલું પાન
પાંખડીનાં ઉંબરા વળોટતા રે, જુઓ સુરજમુખીના પીળા વાન…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…
– અનિલ જોશી
Beautiful song!!
YEAR 1989 NU ALBUM CHHE , SANGEET BHAVAN TRUST RELEASED THIS ALBUM,
AA ALBUM NA BIJA 7 GEETO CHHE ALL ARE EXCELLENT
SWARANKAN AJIT SHETH CHHE. – SINGER FALGUNI SHETH NA FATHER
ગમ્યું. ખૂબ ગમ્યું.
આફ્રરિન્
કવિ શ્રી.અનિલભાઈની શબ્દ સંવેદના ને વાચા આપતી સ્વરબદ્ધતા ખરેખર અદભુત….ગીત..હૃદયમાં પોતીકા સ્વજનની જેમ અડી જાય છે.
ધન્યવાદ
વિક્રમ કે.મહેતા
બહુ જ સરસ ગીત – અને સુમધુર સંગીત – નાયિકાની મુંઝવણ સરસ રીતે રજુ થઈ છે
ખોળો વાળીને ઘર વાળતી રે, ધીમા તાપે ચઢાવીને ભાત
સંજવારીમાં કેમ કાઢવાં રે, પડ્યાં ઓસરીમાં ચાંદરણાં સાત
ઓસરીએથી જાઉં ફળિયે, પછી ફળિયેથી ઓસરી ગઈ
પૈંડા બેસાડી ધક્કા મારજો રે, મારી વેળા ગોકળગાય થઈ…
જયશ્રી – અમિત તમારો ઘણો આભાર્!
વાયરો આવેને ફૂલ ઝૂલતા રે, એમ કાનમાં ઝૂલે એરિંગ
પાથરણાં કેમ કરું પંડનાં રે, હું તો થઈ ગઈ સરગવાની શીંગ