ઉલ્લાસ કરીએ – નટવર ગાંધી

આજે ઑક્ટોબર ૪, કવિ શ્રી નટવર ગાંધીનો જન્મદિવસ..! એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે પ્રસ્તુત છે એમનું આ મઝાનું સોનેટ…..

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
વસે છે, જીવે છે, જન ગતિ, મતિ ભિન્ન રીતિના,
સુખીદુઃખી, ઘેલા, સમજુ, સલૂણા, કૈંક નગુણા,
બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
નકે એવું કે’તો બધું જ બધું છે સારું સરખું,
વળી જાણુ છું કે વિષમ ઘણું ને વિષ પૂરતું,
પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
પશુ, પંખી, પુષ્પો, તરુ,પરણ, ને અદ્રિ ઝરણાં,
રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, મતિ ને ર્દષ્ટિ ધરીને,
બધું જાણી માણી, જીવનવન સુવાસ કરીએ.

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસકરીએ.

– નટવર ગાંધી

5 replies on “ઉલ્લાસ કરીએ – નટવર ગાંધી”

  1. Pranam to shri Natwarbhai Gandhi and May God and his Guru bless him !!!

    Sincere regards,

    Upendraroy Nanavati,Amadavad

  2. સાચે જ મજાનું સૉનેટ…
    કવિશ્રીને જન્મદિવસની શુભકામનાઓ…

    જો કે મને ‘આજુબાજુ’ શબ્દ જરા કઠ્યો… જગત આજુબાજુ કરતાં ચારેબાજુ વધુ તાર્કિક લાગે…

  3. આદર્ણિય શ્રિ નટ્ભઐ ને જન્મદિન નિ અનેક શુભેઅચ્હચા
    ખુબ સુન્દેર સોનેટ .. વિપરિત સન્જોગો , અને પરિસ્થિતિંમા પણ સ્વિકરિ લૈ આત્મબળ થિ થાય એટ્લુ કરતા રેહવુ.
    વાહ સરસ્. ખુબ સરસ્

  4. બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.
    પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.
    બધું જાણી માણી, જીવનવન સુવાસ કરીએ.
    ઉલ્લાસકરીએ
    કવિ શ્રી નટવર ગાંધીને જન્મદિનની શુભકામના.
    સુંદર સરળ રચના. અભિનંદન.
    ઉલ્લાસ ઓઝા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *