કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે – વીરુ પુરોહિત

સ્વર – સોલી કાપડિયા
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ

શીર્ષક વિનાની કોઈ વારતા....

કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

આસપાસ દર્પણનો આભાસી તડકો,
તું સૂરજ ના હોવાની ધારણા
લાગણીનું રણમાં ચણાતું મકાન
પારદર્શકતા સગપણનાં બારણાં

પડઘાતી દૂરતા નેવાંની ધારમાં,
ને ધોધમાર રોજ કોઈ વરસે..
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

રોજરોજ આંખ્યુંમાં ઈચ્છાનું પક્ષીઓ
મળવાનું આભ લઈ આવતાં
આપણા સંબંધ સખી એવા કહેવાય,
જાણે શીર્ષક વિનાની કોઈ વારતા

એકાદી આંગળીને બંસી બનાવી
કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે…
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

– વીરુ પુરોહિત

12 replies on “કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે – વીરુ પુરોહિત”

  1. સોલીભાઈએ પણ વિરુભાઈની કલમને સરસ ન્યાય આપ્યો છે. બને તો અમર ભટ્ટ ના સ્વરે ગવાયેલુ આ ગીત પણ શ્રોતાઓ માટે રજુ કરજો.

  2. આપણા સંબંધ સખી એવા કહેવાય,
    જાણે શીર્ષક વિનાની કોઈ વારતા
    આકાશે ધોધમાર બંધાતા રોજ તોય ઇચ્છા વિનાનાં સાવ
    પાંગળાં આપણો સંબંધ જાણે વરસ્યા વિનાનાં રહ્યાં
    વાદળાં…

  3. પડઘાતી દૂરતા નેવાંની ધારમાં,
    ને ધોધમાર રોજ કોઈ વરસે..
    કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે.. સંબંધોના રહસ્યો…

  4. આપણા સંબંધ સખી એવા કહેવાય,
    જાણે શીર્ષક વિનાની કોઈ વારતા
    એકાદી આંગળીને બંસી બનાવી
    કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે…
    કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે
    વાહ વાહ !!! નામ વગર નેી લાગનેીનેી વાત યાદ કરાવે ચ્હે એક ફિલ્મ ગેીત્-“પ્યાર કો પ્યાર હિ રહ્નને દો કોઇ નામ ના દો”
    સુન્દર બહુસુન્દર્.

  5. બહુ સરસ… રોજરોજ આંખ્યુંમાં ઈચ્છાનું પક્ષીઓ
    મળવાનું આભ લઈ આવતાં
    આપણા સંબંધ સખી એવા કહેવાય,
    જાણે શીર્ષક વિનાની કોઈ વારતા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *