એકાંતે તરસું છું હું – તુષાર શુક્લ

સ્વર – દિપ્તી દેસાઇ
સંગીત – ગૌરાંગ વ્યાસ

વ્હાલમને મારા વરસાદ નથી ગમતો
એનું કારણ પૂછું તો કહે તું,
વરસે વરસાદને મળવા ન જાઉં તોયે
એકાંતે તરસું છું હું.

ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતને
સમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,
મારે વ્હાલમને કહેવું રે શું?
એકાંતે તરસું છું હું.

વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું
મળવા આવું છું ત્યારે હું યે ભીંજાઉ છું,
મારે કરવું તો કરવું યે શું?
એકાંતે તરસું છું હું.

મળવા આવું ને પછી વરસે વરસાદ જો
પાછા જવાનું મને આવે ના યાદ તો,
કોઈ ગમતું મળે તો કરું શું?
એકાંતે તરસું છું હું.

– તુષાર શુક્લ

13 replies on “એકાંતે તરસું છું હું – તુષાર શુક્લ”

 1. urvi doshi says:

  હા બહુજ સરસ ગિત

 2. manubhai1981 says:

  દિપ્તીબહેનાને રણકારમાઁ બહુ સાઁભળ્યાઁ.
  હવે ટહુકામાઁ ટહૂક્યાઁ !મોહક અને મધમીઠો
  અવાજ,મધુરુઁ ગેીત,કશુઁ જ ના ભુલાય !
  આભાર જ.ને અ.નો..ટહુકાવવા બદલ !

 3. Roopesh Dave, Ahmedabad says:

  Kavishree, Aap Dhanya chho !

  Amaari j Laagnio Aaapna Shabdo ma sambhalvu khub j gamyu !

  Dipti Desai is a very good singer.

  Geet ne puro Nyaay aapyo chhe emne !

 4. Ullas Oza says:

  વરસાદી મોસમમાં વાલમને મળવાની ઉત્કંઠા કોને ન થાય ?
  તુષારભાઈના ભીના શબ્દોને મધુર સંગીતમાં કન્ડારી દીધા.
  આભાર.

 5. Vijay Balu says:

  વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું…

  વાહ વાહ…

 6. બહુ સરસ ગિત ને બહુજ સરસ રજુવાત ………….દહ્ન્યવ્દ ;;;;;આબ્ભ્હર ; અભિનદનદ …..

 7. Kamlesh says:

  અભિનન્દન……
  તુષાર શુક્લ , દિપ્તી દેસાઇ , ગૌરાંગ વ્યાસ…ને……….અને ટહુકા ને પણ..
  કર્ણપ્રિય..

 8. 100hal says:

  ખુબ જ સુંદર પ્રેમ ગીત

 9. ritu says:

  તુષાર શુક્લના ભીના શબ્દો ને ગૌરાંગ વ્યાસ મધુર સંગીત, દિપ્તીબહેન ના સ્વર બહુજ સુંદર રજુવાત..
  વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું
  મળવા આવું છું ત્યારે હું યે ભીંજાઉ છું,….

 10. Maheshchandra Naik says:

  સરસ ગીત, સ્વરાંકન, મધુર સગીત, એકાંત -વરસાદી વાતાવરણના શબ્દો, આનદ આનદ થઈ ગયો, આપનો આભાર, સૌને અભિનદન

 11. Tushar Shukla says:

  I heard this song after a long time..I would like to mention here that I have written and Gaurangbhai has composed all the songs as per Dipti’s singing style and voice quality, specially for her Album..
  ” Mitavaa “…re named as ” Mosam Premni ” by Navbharat communication.They have come out very well.

 12. bharatibhatt says:

  તુશારભાઈના શબ્દો દિલમા સ્પન્દનો ખદા કરિ આપે સે.દરેક રજુઆત ખુબજ સરસ હોય સે.શબ્દોતો સરવાનિનિ માફક સરતા હોય તવુ લગ્યા વગર રહેતુ નથિ.શબ્દ કહેવા માતે પુરતા સે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *