હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ – મરીઝ

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

સ્વર : મનહર ઉધાસ

1071595563_94a2fff12c_m

.

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.

34 replies on “હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ – મરીઝ”

 1. નખશીખ સુંદર ગઝલ… ગાયકી પણ એવી જ સહજ અને સરળ છે

 2. mukesh parikh says:

  એવી તો બેદિલીથી મને માફ ના કરો,
  હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.

  વાહ્. અદ્ભૂત.. વધુ શબ્દો મળતા નથી લખવા માટે..બહુ જ સુંદર..

 3. pragnaju says:

  સરસ ગઝલ
  તેમાં આ પંક્તીઓ
  મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
  નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
  વાહ્
  મનહરે એવી સુંદર રીતે ગાઇ છે કે થાય કે આપણે સાથે સાથે ગાયાં
  જ કરીએ

 4. Kamlesh says:

  અદભુત્ સરસ્

 5. Bharat says:

  એવી તો બેદિલી થી મને માફ ના કરો “….વાહ્ ! અદભુત ખયાલ્ છે…

 6. manvant says:

  એના મિલનની ક્યાઁક જગા હોવી જોઇએ ! વાહ !

 7. Sonu says:

  quiet surprised….this ghazal was still not on tahuko….but finally….gujarati ghazal hall of fame…theres no replacement for this pure form of poetry..

 8. Jignesh Pandya says:

  હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
  પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.

 9. Jaydip Mehta says:

  બહુ બહુ બહુ બહુ જ સરસ છે Jayshree. મને આ લાઈન બહુ ગમી ઃ
  હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
  પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.

 10. Pallavi Pandya says:

  પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
  મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

  ….વાહ્ ! બહુ જ સુંદર…

 11. Gopi Solar says:

  મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
  નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.

  “….વાહ્ ! અદભુત !

 12. Vipul Vithlani says:

  આફ્રરીન !

 13. Savankumar says:

  પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
  મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
  મારી દોસ્ત ભાવુની યાદમાં….

 14. KAUSHAL says:

  મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
  નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ

  I HAVE NO MORE WORDS 2 SAY U……..

 15. ASHOK BHATT-QATAR says:

  good one,keep it up

 16. jagdish says:

  આભાર દીલના મરિઝની મરીઝ સાથે મુલાકાત કરાવા બદલ.

 17. nisha says:

  i love this nice gazal but i can only hear only half gazal in my computer i dont know why. thanks i was looking for this gazal since last 7 month and i found in this tahuko.com its realy nice to hear this kind of gazal thank u very much

 18. Piyush says:

  અદ ભુત ……. ખરેખર અદ્ ભુત…

 19. પ્રેમલ જોષી says:

  કોલેજ ના દિવસો યાદ આવી ગયા….

  વાહ……..

  પ્રેમલ જોષી

 20. shobhana says:

  વાહ ક્યા બાત હૈ

 21. Kamlesh says:

  no matter how many times you Listen to this.. it does not get old …this never get’s old … wah!

 22. tamanna says:

  જક્કાસ

 23. Prarthana Jha says:

  સતત કૈક નવુ મળે હ્ંમેશા….મરિઝ સાહેબ પાસેથી…અદભુત્…

 24. Wonderful, on of my Favourite Gazal, Thankx for Sharing

 25. Upendra - Canada says:

  Nice, I like very much

 26. Dimple Patel says:

  Superb…one of my favorite Ghazal. I sing this in my programs allmost everytime.one more time going to sing on Nov.13th DAGLO Program in Bay Area CA.

 27. A A Bharmal says:

  બે વખત સામભલિ મજા અવિ ગઈ…

 28. Jayesh says:

  have been to your site some time & glad to find this ghazal. I really love gujrati ghazal. this is the one of the finest ghazal i have ever read. & great to see here great site keep it up.

  it would be great if you add more collection of manoj khanderia & rajendra shukla.

 29. બીજી વખત કૉમેન્ટ લખવી જરૂરી લાગી.
  ભાઇશ્રેી મનહરભાઇનાઁ બધાઁ આલબમ
  બહુ સારાઁ છે.આફરીન,આભૂષણ તેમ જ
  આકાર, અનમોલ….અથી શરુ થતાઁ
  બધાઁ સાઁભળવાની નમ્ર અરજ છે.વળી
  ઝરૂખો અને હાલરડુઁ શિરમોર ગાયાઁ છે !
  હાલરડુઁ તો દીકરા અને દીકરી માટે અલગ
  ગવાયેલુઁ સાઁભળવાનુઁ ના ચૂકતા !હોઁ કે !

 30. kantibhai bhanderi says:

  આભાર દીલના મરિઝની મરીઝ સાથે મુલાકાત કરાવા બદલ.

 31. Ashok Patel says:

  સુપેર્બ્.

 32. મનહર ઉધાસ સર ખુબજ સરસ ………

 33. Kaushik Nakum says:

  ગઝબ………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *