અમે શરદનાં વાદળાં
કે નદિયું ને કે’જો કે ઝંખે ના નીર !
હરણાં હવાનાં થઇ હાલીએ
પારધીને કે’જો કે તાકે ના તીર !
હસીએ ટગર ફૂલ જેમ,
કોઇ ડોલરની મશે ના આવજો સમીપ !
અમે અંધારે કેડિયું ઓળખી
માઢ મેડીને ગોખલે મેલો મા દીપ !
ચાર ભીંત્યુંની સંકડાશ મેલી
કે આભ આ લેતું ઓવારણાં !
મ્હેલ, રોશો મા પીંગળાની જેમ
કે વનનાં ઝીલીએ વધામણાં !
ઝવેરચંદ મેઘાણી નુ આ ગીત મને પણ ખુબ જ ગમે છે અને ઝવેરચંદ મેઘાણી નુ આ ગીત મે મારી જીંદગી માં પેલી વખત આપણા ગુજરાત ના જાણીતા લોક ગાયક ભીખુદાનભાઇ ગઢવીના મુખે થી સાંભળીયુ હતુ અને તે દીવસ થી માંડી ને આ લખતા સુધી ની ઘડી સુધી મને યાદ છે
જામનગર થી મેહુલ રાવલ
અમે શરદનાં વાદળાં…
કે નદિયુંને કે’જો કે ઝંખે ના નીર @!
હરે રામ !
ચાર ભીંત્યુંની સંકડાશ મેલી
કે આભ આ લેતું ઓવારણાં !
મ્હેલ,રોશો મા પીંગળાની જેમ
કે વનનાં ઝીલીએ વધામણાં !
વાહ્
शैया भूमितलं दिशोपी वसनम्
જેવી આ પંક્તીઓ
ઓઢવાને હોય આભ,
ઉશીકાં હોય શેઢાનાં,
પાથરેલી હોય રાત;
કોઇ ડોલરની મશે ના આવજો સમીપ !
યાદ આવી
ભલે કલેજું કૂણું, એના વજ્જર હો નિરધાર
ફાગણમાં ડોલર-કેસૂડાં, મસ્ત ચટાકેદાર :
ચટાકેદારી રાખો – રાત ગુજારી નાખો.
સુંદર તળપદી રચના… ડોલર વાંચીને પહેલાં તો અમેરિકા અને એની લીલી લીલી નોટો જ યાદ આવી, પછી ખ્યાલ આવ્યો કે આ તો ડોલર ફૂલની વાત છે… હવાના હરણની વાત પણ મજાની છે…