દીકરો મારો લાડકવાયો – કૈલાસ પંડિત

આજે મનહર ઉધાસના સ્વરમાં ગવાઇને અમર બની ગયેલા આ મીઠા હાલરડાની મજા લઇએ…

સ્વર : સંગીત – મનહર ઉધાસ

.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

62 replies on “દીકરો મારો લાડકવાયો – કૈલાસ પંડિત”

 1. Nilesh Sheth says:

  દિકરિ મારિ લાદયક વાયિ ..મોૂકેશભઐ નુ લખેલુ યદ્દ આવિ ગયુ…

 2. kishan mistry says:

  બહુ સરસ.

 3. Sejal Shah says:

  આવુજ સુદર એક બીજુ ગીત છે, દીકરી મારી લાડકવાયી – સુરેશ માલવણકરનુ. મુકવાની મહેરબાની કરશો.

 4. subhash pandya says:

  દીકરી મારી લાડકવાયી – સુરેશ માલવણકરનુ. મુકવાની મહેરબાની કરશો.

 5. Kaushik A. Shah says:

  આ ગિત આન્ખ ભિન્જવિદે દે એવુ છે. બહુ સુન્દર છે. મને ખુબ્જ ગમિયુ છે. ખુબજ આભર.શબ્દો બહુજ સુન્દર છે.

 6. Sejal Shah says:

  I have always loved this song and have heard this and DIKRI MARI LADAKVAYI throughout my pregnancy but I adore it all the more after my delivery. My little price too loves this song a lot. We hear it everyday and i can make out that he enjoys this song a lot.

 7. hitesh patel says:

  ગુજરાતિ ભાઈડા આ દુનિયા મ છે ત્યા સુધિ બઘા ને જિવાઙ સે સુ ભાઈ સમજાણુ

 8. આ ગેીત , બહુજ સરસ સ્વર મા , સબ્દોનિ , સ્જાવત , હ્રદ્નન્ના કમ્પમનો ના ……………..અભિનદન , આભ્હર , ધન્યવ્દ …………….

 9. V J SHAH says:

  “દિકરી મારી લાડકવાયી” ગીત મુકવા વિનન્તી.

 10. heena says:

  I LOVE THIS SONG VERY FEW HALARDA ON SON

 11. hi shah says:

  No days this ” dikaro maro ladkvayo ” song not listen to much because of, now days birth of boy child ratio are very poor and birth of girl child ratio are very high people listen song ” dikari mari ladkvayi “, but thanks tahuko.com he remember this song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *