ઘણાં ચહેરા, ઘણી વાતો.. – જિગર જોષી “પ્રેમ”

ઘણાં ચહેરા, ઘણી વાતો, ઘણું મૂકી ગયો છું હું,
અરીસો થઈ અને મુજ હાથથી ફૂટી ગયો છું હું.

ઘણી મશહૂર છે સ્ટૉરી, “ટપકતી છત હતો પહેલાં”
પછી વરસ્યો ઘણૉ વરસાદ અને તૂટી ગયો છું હું.

વિચારું છું હજી ભીનાશ જેવું શું હશે અંદર ?
નહી તો આંખથી તો ક્યારનો છૂટી ગયો છું હું.

અરે હું ચાંદ છું પૂનમ તણૉ જાણૅ છે આખુ જગ,
અમાસી રાતનું મન રાખવા ડૂબી ગયો છું હું.

વટાવી ગઈ હદો સઘળી ય મજબૂરી અમારી કે-
હતું મારં જ એ ઘર “પ્રેમ” ! ને લૂટી ગયો છું હું.

– જિગર જોષી “પ્રેમ”

7 replies on “ઘણાં ચહેરા, ઘણી વાતો.. – જિગર જોષી “પ્રેમ””

  1. અદભુત..!

    વિચારું છું હજી ભીનાશ જેવું શું હશે અંદર ?
    નહી તો આંખથી તો ક્યારનો છૂટી ગયો છું હું.

    અરે હું ચાંદ છું પૂનમ તણૉ જાણૅ છે આખુ જગ,
    અમાસી રાતનું મન રાખવા ડૂબી ગયો છું હું.

  2. કશ્યપ જોશિ જેત્પુર્
    તન્ત્રિ
    ,લોક્ચર્ચા

  3. બહુ સરસ ખજાનો ભરેલો છે, વટાવી ગઈ હદો સઘળી ય મજબૂરી અમારી કારણ હવે આ જોવાની આદત પડી જશે!

  4. જીગરની ગઝલ માણી
    મઝા આવી
    અરે હું ચાંદ છું પૂનમ તણૉ જાણૅ છે આખુ જગ,
    અમાસી રાતનું મન રાખવા ડૂબી ગયો છું હું.
    વટાવી ગઈ હદો સઘળી ય મજબૂરી અમારી કે-
    હતું મારં જ એ ઘર “પ્રેમ” ! ને લૂટી ગયો છું હું.
    વાહ્

  5. વિચારું છું હજી ભીનાશ જેવું શું હશે અંદર ?
    નહી તો આંખથી તો ક્યારનો છૂટી ગયો છું હું………

    પી ગ ળી ગ યા….આ ભા ર ………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *