ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

પધારો વસંતો... આ આંગણ સજાવો..!! - કમલેશ સોનાવાલા

સ્વર : રૂપકુમાર રાઠોડ, સોનાલી વાજપાઇ

This text will be replaced

વીતી ગયો છે દિન બધો,
છતાં અજવાસ બાકી છે,
પ્રણયની કે પ્રલયની એ,
હજી એક રાત બાકી છે.

મચલતી હવાઓ, લચકતી લતાઓ
છલકતી જુવાની, ગુલોથી વધાવો….
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

લટકતી લટોથી ન નજરો બચાવો
ઉઠાવો મિલાવો ઝુકેલી નિગાહો
જો બદલાય મૌસમ ન બદલો અદાઓ
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

અગન છે દિલોમાં, દિલોને મિલાવો
કરી છે જે વાતો, ન એને ભુલાવો
રસીલી તમારી રિસાઇ, મનાવો…
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

દિવાલો બની છે ત્યાં ઘરને વસાવો
બનીને દુલ્હનિયા આ ડેલામાં આવો
ભરી સેંથી સિંદૂર દીવો તો જગાવો
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

એક વર્ષ પહેલા : ગઝલ - આદિલ મન્સૂરી

6 comments to પધારો વસંતો… આ આંગણ સજાવો..!! - કમલેશ સોનાવાલા

  1. Kamlesh
    April 25th, 2008 at 7:11 am

    Bhari senthi sindur divo to jagavo……..
    Very appropriate……..perfect..CONGRATES
    Mithu mithu tahukya j karo e subhechha

  2. વિવેક ટેલર
    April 25th, 2008 at 12:40 pm

    આ ખાસ દિવસે ખાસમખાસ શુભેચ્છાઓ…

    સુંદર ગીત… વાંચવું-સાંભળવું- બંને ગમ્યું…

  3. mukesh parikh
    April 25th, 2008 at 5:33 pm

    વસંત આવી ગઈ અને આંગણ સજી ગયું…વસંત ને અને િપ્ર્ય્તમા ને સાથે જ
    મનાવી લીધા..
    ચંચલ બહારૉ ને તો જેમતેમ મનાવી લીધી..ઉલઝન તો એ જ કે તમને કેમ મનાવવા..

  4. pragnaju
    April 26th, 2008 at 2:03 am

    રૂપકુમાર અને સોનાલીનો સ્વરમાં કમલેશનું ગીત વસંતના વધામણા કરાવી ગયું-અમે તો સુંદર ગીતો માણીએ એ દિવસ ખાસ દિવસ…શુભેચ્છાઓ -તમારી સાથે

  5. c
    April 26th, 2008 at 3:11 am

    જિવન વસન્ત આવે,બહાર આવે.સજ્રક અને સાજન આવે.બધુ જ પાવે.

  6. IB
    January 19th, 2010 at 9:34 am

    Was looking for this song for 8 years. Thanks for uploading.

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>