એવો તે શું થયો મજધારે દોષ મારો;
પગ મુકતાંની સાથે સળગી ઉઠ્યો કિનારો.
ફાંફાં હજાર મારે છૂટે નહીં કિનારો;
ઊછળી રહ્યો છે સાગર પણ બિચારો.
જ્યાં ત્યાં ઝુકી ઝુકીને સીજદા કર્યા હજારો;
એથી જ તો ગયો છે એળે જનમ અમારો.
શાને હજારોમાં તું હૈયાસુનો ફરે છે?
જા, એકને શરણ જા, છે એકમાં હજારો
શાને વિચાર બીજા સંગીતના કરું હું;
ઉરમાં અગમ નિગમનો ગુંજે છે એકતારો.
પગ ઝાંઝરી વગાડી મધરાતના આ કોણે?
રગરગની ઝણઝણે છે શાથી બધી સિતારો.
કોની અજાણ દ્રષ્ટિ નર્તન કરી રહી છે;
શાથી ઝુમી રહ્યા છે બ્રહ્માંડ કૈં હજારોગ .
વામન બની જા પહેલે મળશે વિરાટ પદવી;
ભૂવ્યોમ માપવાના કરજે પછી વિચારો.
જીવન પછી છે મૃત્યુ, મૃત્યુ પછી છે જીવન;
ઘટમાળા એની એ છે એના તે શા વિચારો.
ખારાશ જો નથી તો જીવન મીઠાશ શું છે?
શાને કરે છે નિંદા સાગર કહીને ખારો?
તું કાલને ભરોસે શાને જીવન ગુમાવે;
આજે જ લે કરી બસ નિજ પાપમાં વધારો.
બીજાનો દોષ કાઢું એવો હું મુર્ખ ક્યાં છું;
મુજને ખબર છે સાથે, રક્ષક હતો લૂંટારો.
આથીએ વધારે ‘શયદા’ સદ્ભાગ્ય તે હશે શું?
તારા રૂદનથી માનવ હસતાં થયા હજારો.
કદાચ શયદાની જ આં રચના છે…બહુંજ જૂની છે
આખી કવિતા યાદ નથી
પણ શબ્દો કઇંક આવા છે
આ બંધ બાંધ્યા હાથ પર તારા કહે કોણે કસી ?
કેમ તું ગભરાય છે શું દુખ આવી છે પડ્યું ?
કોઈની પણ પાસે આખું કાવ્ય હોય તો મેળવી આપવા વિનંતી.
ને સિત્તેર વર્શ પહેલ સુરતમા શયદા ને જોયા સામ્ભલ્યા હતા
સાવ સરળ શબ્દોમા જીવનની ગૂઢ ફિલસૂફી ચોટદાર છે.શયદાને યાદ કરવા બદલ ધન્યવાદ્.
ય્શ્રેીબેન તમે મને ંઅન્હર ઊધસ ગયેલુ ગિત “ઍક ઝોલિમે ફુલ ભર્ય ચ્હે” સમ્ભ્લવિ શકો? આભર્ રફુલ ંએહ્ત.
એકને શરણે જા,એકમાઁ હજારો ! વાહ શયદા વાહ !
આભાર જયશ્રીબહેનનો આ કૃતિ મૂકવા બદલ !
શયદાની સર્વાંગ સુંદર પ્રેરણાદાયી ગઝલ
શાને વિચાર બીજા સંગીતના કરું હું;
ઉરમાં અગમ નિગમનો ગુંજે છે એકતારો.
વાહ્
યાદ આવી
અગમ જાનિકે નિગમ કહાયે, ખોજિ ખોજિ પચિહારે |
જાનિ કે મૂલ ધનિ અંગના અપની, સો ઘર આયે હમારે
પૂર્ણબ્રહ્મ બ્રહ્મ સે ન્યારે, આનન્દ અખંડ અપારે
શિવ સનકાદિ આદિકે ઇચ્છિત, શેષ ન પાવત પારે
જ્યાં ત્યાં ઝુકી ઝુકીને સીજદા કર્યા હજારો;
એથી જ તો ગયો છે એળે જનમ અમારો.
શાને હજારોમાં તું હૈયાસુનો ફરે છે?
જા, એકને શરણ જા, છે એકમાં હજારો
બહુ જ સુંદર ગઝલ. શયદા ને સલામ. કોઈ શેરમાં દર્દ તો કોઈ માં જીવન જીવવાની પ્રેરણા………
Simply awesome…..
VERY EXPRESSIVE …….BAKI KAI KAHU TO SURAJ NI SAAME DIVO DHARYA JEVU LAAGE…….