ફોટા સાથે અરજી ! – મુકેશ જોષી

કુંવારાને તો પરણવાની ઇચ્છા થઇ જ જાય, પણ પરણેલાઓ ને પણ ફરીથી પરણું પરણું થાય, એવું મસ્ત મજાનું ગીત છે. અને નાનકડી ઐશ્વર્યાએ શ્રી આશિત દેસાઇના સંગીત પર આબાદ રીતે આ ગીત રજું કર્યું છે. ‘પછી તમારી ઘરવાળી હું, તમે જ મારા વરજી..!!’ આ શબ્દોમાં પણ એના અવાજમાં એક મુગ્ધા જેવી શરમ, અને સાથે સાથે પ્રેમનું સમર્પણ અને આધિપત્ય આવી જાય છે.

અને આવા સુંદરગીતો compose ત્યારે જ થાય ને, જ્યારે કવિ પોતાની કલમ ચલાવે… કવિ મુકેશ જોષીના શબ્દોને પણ એક સલામ…!!

મને તો હમણા ઇંટરનેટ પરથી ખબર પડી કે આપણી ઐશ્વર્યા – સ્ટાર ટી.વી. ના છોટે ઉસ્તાદ કાર્યક્રમમાં તમને મળી જ હશે.

એના માટે થોડું વધારે જાણવા – અને એને vote આપવા આ વેબસાઇટ પર ક્લિક કરો.

pic024.jpg

( ફોટો : ગાયિકા – ઐશ્વર્યા અને સંગીતકાર ગુરૂ – શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય )

This text will be replaced

હરિ ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી
ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં
હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને
મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને
હરિ, આપજો માગું મૂશળધારે ગરજી ગરજી..
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,
એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઇ,
હરિ ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું
લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું
પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી !
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

110 thoughts on “ફોટા સાથે અરજી ! – મુકેશ જોષી

 1. Shardul Pandya

  આ રચના ગુજરાતેી ભાશાનેી ઉડાઈ અને ભાવ ને ચરિતાથઁ કરે છે. એમા ઐશ્વર્યા નો અવાજ કઈક અદ્બ્ભુત લાગણેીઓનો ઉમેરો કરે છે. મજા આવેી ગઈ.

  Reply
 2. Shardul Pandya

  Jayshree,
  If you remember Aishwarya did sing this Geet in her program at Detroit. She sang it with absolute feelings of Meerabai. If you have it, please post.

  Reply
 3. falguni bhatt

  સમન્વય ન કાર્યક્રમ મા જ્યારે ઐશ્વર્યા ના કન્ઠે આ ગીત સામ્ભળ્યુ ત્યારે જાણે મીરા સાક્શાત હોય એવુ લાગ્યુ. અદ્ભુત અવાજ શબ્દો અને સ્વરાન્કન

  Reply
 4. nilam doshi

  heard this beautiful song in samnvay programme..no words.. just eક્ષ્cellent.. speechless.. why hearing this..cant forget that effect..

  Reply
 5. Geeta Vakil

  સ્વર અને શબ્દનું અનેરું માધુર્ય! મારું અતી મનગમતું ગીત.મુકેશભાઈને અભીનંદન!

  Reply
 6. Dinesh Akhani

  સરસ્.ગમે તેત્લિ વખત સમ્ભ્લો તો પણ મન ભરાય નહિ તેવુ આ ગિત અને ઐશ્વૈયા નો અવાજ્.ખુબ જ મજા આવિ

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *