મન મતવાલું માને શેણે?
ઘાવ ઝીલે એ વજ્જરના ને
ભાંગી પડે મૃદુ વેણે :
મન મતવાલું માને શેણે?
સાત સમંદર પાર કરે, ને
ડૂબે ઝાકળબિન્દુ:
અગ્નિભડકે બળે નહિ એ
સળગે શીતલ ઇન્દુ
ઉગ્ર તૃષા ઓલાશે ક્યાંથી
છો ઘન વરસે નેણે :
મન મતવાલું માને શેણે?
ગિરિવર સરખો બોજ ઉઠાવે
પુષ્પ તળે કચડાતું;
ઝેર ઘૂંટડા જીરવી જઇને
અમી છલોછલ પાતુ.
આપ ભવોભવ એ નિષ્ઠુરને
દીધી વેદના જેણે :
મન મતવાલું માને શેણે?
ખુબ સરસ !!!
સાત સમંદર પાર કરે, ને
ડૂબે ઝાકળબિન્દુ:
અગ્નિભડકે બળે નહિ એ
સળગે શીતલ ઇન્દુ
ઉગ્ર તૃષા ઓલાશે ક્યાંથી
છો ઘન વરસે નેણે :
મન મતવાલું માને શેણે?
કેટલી સાચી વાત!
મનનો ,તાગ કોંણ પામી શક્યું છે ?
રા.શુ કહે છે ” મનને સમજાવો નહી, મન સમજતું હોય છે.”અને વિપીન પરીખ આ મતલબનૂ લખે છે
“મનને પગ હતે તો કેવું સારૂ
ક્યારેક તો થાકીને બેસતે”
અતિ ગહન વિશય ને અતિ સરળ શબ્દોમા સમજાવતી રચના.
સાત સમંદર પાર કરે, ને
ડૂબે ઝાકળબિન્દુ:
અગ્નિભડકે બળે નહિ એ
સળગે શીતલ ઇન્દુ
સાચી વાત!!!!
આપ ભવોભવ એ નિષ્ઠુરને
દીધી વેદના જેણે :
મન મતવાલું માને શેણે?
કેટલી સાચી વાત!
સુંદર રચના
ગિરિવર સરખો બોજ ઉઠાવે,,,,,પુષ્પ તળે કચડાતુઁ !
સરસ રચના બદલ આભાર !
ખુબ સરસ !!! મજા પડી ગઈ.હુ દુઃખી છુ કે મને આ સાઈટ વિષે મોડી ખબર પડિ.હવે રોજ મળીશુ.