અધરાતે મધરાતે – હરીન્દ્ર દવે

આજે વ્હાલા કવિ શ્રી હરીન્દ્ર દવેના શબ્દો મઢ્યું આ કૃષ્ણગીત… ઝરણા વ્યાસના મીઢા અવાજમાં અને ઉદયનભાઇનું એટલું જ મઝાનું સ્વરાંકન..!!

સ્વર – ઝરણા વ્યાસ
સંગીત – ઉદ્દયન મારુ

અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.

દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.

કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?

રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે

ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?

– હરીન્દ્ર દવે

(શબ્દો માટે આભાર- અક્ષરનાદ.કોમ)

28 replies on “અધરાતે મધરાતે – હરીન્દ્ર દવે”

  1. Gulabben says:

    રાધાના નેણની ઉદાસીના કેફ તણી
    ભરતી આ ગોકુળથી આવે
    મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
    સૂનમૂન હૈયાને અકળાવે
    અતિ સુંદર રચના અને સરસ સ્વરાંકન

  2. Padiya says:

    ખુબજ સરસ રચના, આ રચના હુ લામ્બા સમયથિ શોધિ રહિ હતિ. ખુબ ખુબ ધન્યવદ.
    AGAIN AND AGAIN THANKING U.

  3. bnchhaya says:

    અર્જુન જેવિ જ દ્વિધાનિ શ્રિ ક્રિશ્ન ના મન નિ સ્થિતિ !

    કેવિ કવિ કલ્પના .

  4. ShirishMehta says:

    ઉદય નુ સન્ગેીત સન્ચલિત ગેીત સમ્ભલુન્ .સરસ હતુ.

  5. ખુબજ સરસ રચના..સ્મરણૉના ગોરસ છલકાય ગયા..!!!!

  6. manubhai1981 says:

    રાધાની જેમ ઝરણાબહેને સ્વરગાન સુઁદર રીતે કર્યુઁ.
    હરીન્દ્રભાઇની કલમને તો સો સો સલામો પણ ઓછી
    જ પડે !ગેીતના શબ્દો કામણગારા છે.ઉદયનભાઇને
    નમસ્કાર !જયશ્રેીબહેન અને અમિતભાઇનો ખૂબ આભાર !
    આવાઁ જ ગેીતો વારઁવાર સાઁભળવા મળે તેવી શુભેચ્છા !

  7. કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
    કુંજગલી કેમ કરી જાવું ?

    ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
    એને કેમ કરી ગીતા સંભળાવું ?

    સુંદર મજાની રચના.

  8. k says:

    વાહ……
    અતિ સુંદર રચના અને સરસ સ્વરાંકન અને ગાયકી…ઝાકમઝૉળ….

  9. chandrika says:

    બહોત ખુબ

  10. Vinod Patel says:

    સુંદર મજાની રચના
    ઝરણા વ્યાસના મીઢા અવાજમાં ની જગાએ ઝરણા વ્યાસના મીઠા અવાજમાં હોવુ જોઇએ.

  11. mahesh rana vadodara says:

    ધન્યવાદ સરસ રચના

  12. પ્રિય જયશ્રી,

    ઘણા સમય પછી ઝરણાના મીઠા અવાજમાં ને ન્ ઉદયનભાઈના સ્વરાંકને સવારની સુન્દર શરુઆત કરી…

    રાજેન્દ્ર ત્રિવેદી

  13. Dr. Dinesh O. Shah says:

    Congratulations to all three artists, poet,composer and singer. They cast a magic spell on the listener ! What a wonderful effect ! You wish the song would still continue and not end ! An unforgettable experience.

    Dinesh O. Shah, Gainesville, FL, USA

  14. arvind patel says:

    very good composition Udayanbhai and beautifull voice Zaranaben.Thank you.

  15. ફરિ આ માધવ નિ વેદ્નના……………..બહુ જ ઉતમ …………..આબ્ભાર ………ધન્યવાદ ……..અભિનદનન્દન ……

  16. Ravindra Sankalia. says:

    માધવની અકળામણ કેટલી તીવ્રતાથી વર્ણવી છે?દુર સમરાન્ગણ્મા ઉભા અર્જુનને ગીતા કેમ કરી સમ્ભળાવુ એ પન્ક્તિ તો બેનમુન છે.

  17. udayan maroo says:

    Thanks indeed for the words of appreciation.

    Udayan Maroo

  18. Jayanti Chavda says:

    very sweet voice

  19. Suresh Vyas says:

    માણસ ને એ ભાવ થાય. ભગવાન તેના મૂળ રુપે સત્-ચિત્ આનન્દ મા છે.
    ક્રિશ્ણ ગીતામા જ કહે છે.

    न माम् कर्णाणि लिप्यन्ति न मे कर्म हले स्पृहा ।
    इति माम् यो भि जानति कर्मभिर् स न लिप्यते ॥

    તેણે ગીતા પ્રેમથી કહી,મામા માસીને પણ માર્યા,
    ને ભીષ્મ અને દ્રૉણ ને પણ અર્જુનથી મરાવ્યા.

    જય શ્રી ક્રિશ્ણ!
    સુરેશ વ્યાસ

  20. chirag says:

    soul stirring!

  21. Sandip Bhatia says:

    સુંદર સ્વરાંકન, સુંદર રજૂઆત
    અભિનંદન – ઝરણા, ઉદયનભાઇ

  22. jitesh parekh says:

    અધ્રરાતે મધ્રરાતે..તહુકો દોત કોમ્..વિઝિત કરૈએ ત્યઅરે એક વર્તો અચુક સઅમ્ભદ્વનુ જ્…ખુબ સુન્દર્…

  23. jitesh parekh says:

    વધુ એક વાત મન્ મ આવે ,, કે અપન્ના ભગ્ાવાનને પન વિહ્વવદતા આવે તે કેવુ…!!

  24. Kal says:

    અદભૂત્! લાગે છે કે કવિએ પોતાનો(ભક્ત્નો) ક્રૂષ્ન વિશેનો વિરહ્ ક્રૂષ્નનાજ હ્રુદય થી પ્ર્સ્તુત કરયો છે

  25. HARINDRABHAINI RACHANA KHUBAJ SUNDER CHHE.VIRHI HRDAYANI VEDANA CHHE.EAK BAJU RUKSHAMANI CHHE,BIJI BAJU RADHA CHHE.BANNE BAJUNI KASMAKASH CHHE.ARJUNANI JE STHITI MAHABHARATNA YUDHHA VAKHATE THAI HATI TEVI CHHE.VAAT VARTANI NATHI PAN KAVIE TENU JE RITE NIRUPAN KARYU CHHE ,TE GHANU SUNDER CHHE.

  26. M d patel says:

    Perfect composition

  27. kanchankumari p parmar says:

    ખુબજ સરસ …

  28. Bharatibhatt says:

    Khubaj Sundar Shabdo rachanaa chhe.hu saathe digmudha Thai gayi.shu varna karu.khubaj saras.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *