કોઈ હમણાં આવશે – જવાહર બક્ષી

સ્વર : વિરાજ અને બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરષોત્તમ ઉપાધ્યાય
આલ્બમ : તારા શહેરમાં

કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય

સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય

દેશવટોઅ પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય

– જવાહર બક્ષી

6 replies on “કોઈ હમણાં આવશે – જવાહર બક્ષી”

 1. દરિયો ઉમત્યો આન્ખમા…… યાદોનો

 2. manubhai1981 says:

  એક અમસ્થી શક્યતા…આખુઁ ઘર પડઘાય
  કોઇ હમણાઁ આવશે …ભીઁતો ભણકારાય !
  સદાબહાર સઁગીત અને મીઠડા કોયલ જેવા
  સ્વરોથી સજાયેલુઁ આ ગેીત મધુર લાગ્યુઁ…
  આભાર સૌનો !

 3. Jayanti Chavda says:

  really beautiful

 4. harshad bhatia says:

  its very good collection. english ke jamane me bhi gujarati ka mazaa kuch aur hai

 5. Suresh Vyas says:

  આ કવિતા પાઠ્ય પુસ્તક મા આવે તો ભણનારા ગોટે ચડિ જાશે તેમ મને લાગેછે.
  માટે કવિઓને વિનતિ કે પોતાનિ કવિતાનો શુ અર્થ છે તે કહે.
  આના બધા પદોમા મને એકજ ભાવ લાગતો નથી.

  પણ શબ્દ રચના સારી છે.

  જય શ્રી ક્રિશ્ન
  સુરેશ વ્યાસ

 6. દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
  પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય….!!!

  આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
  કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય..!!!

  કોઇ નહીં હૈ ફિરભી હૈ મુજકો ક્યા જાને કિસકા ઇન્તજાર ઓ..
  યે ભી ન જાનુ લેહરાકે આંચલ કિસકો બુલાયે બારબાર ઓ..

  દુર નિગાહોં સે મુજકો બુલાતા હૈ કોઇ કૈસે ન જાઉ મૈં મુજકો બુલાતા હૈ કોઇ..

  મળશું મળશું જલ્દી મળશું આશની જલ્તી ચિનગારી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *