રાઈ જેટલી ઘટના ઉપર – વિનોદ ગાંધી

રાઈ જેટલી ઘટના ઉપર પર્વતનો પડછાયો,
પળની ઉપર એકસામટો ઝંઝાવાત ફૂંકાયો.

ફૂલ ઉપર ઊગેલું ઝાકળ
સૂર્યદ્વેષથી બળતું,
રણને મૃગજળ, મૃગજળને રણ
કોણ કોણને છળતું ?

ઝરીક જેટલા જીવતર ઉપર મૃત્યુનો ઓછાયો.
પળની ઉપર એકસામટો ઝંઝાવાત ફૂંકાયો.

ફૂલ ચૂટ્યું તો અત્તર નીકળ્યું,
તેમાંથી ખુશ્બૂ,
રણ ખોયું તો સરવર નીકળ્યું
સરવરમાંથી શું ?

ઝરણાં ઉપર હકદાવો લઈ દરિયો પણ વંકાયો,
રાઈ જેટલી ઘટના ઉપર પર્વતનો પડછાયો.

– વિનોદ ગાંધી

8 replies on “રાઈ જેટલી ઘટના ઉપર – વિનોદ ગાંધી”

  1. ઝરીક જેટલા જીવતર ઉપર મૃત્યુનો ઓછાયો.
    પળની ઉપર એકસામટો ઝંઝાવાત ફૂંકાયો…

    હાથમાં કારોબાર રાખ્યો તે…ને મુને બારોબાર રાખ્યો…!!

  2. રાઇનો પર્વત કરે …પર્વત બાગે જ માઁહીઁ.
    અટપટી બાબતો પ્રશ્નમાઁ ગુઁથાયેલી છે.
    રાઇને જાલકા એ તો બાજી કેરાઁ સોગઠાઁ;
    છેતરે કોણ કોને જ્યાઁ રમે ખેલાડી એકઠાઁ ?
    આભાર !

  3. રાઈ જેટલી ઘટના ઉપર પર્વતનો પડછાયો,
    ઝરીક જેટલા જીવતર ઉપર મૃત્યુનો ઓછાયો.
    આ અને આખું ગીત નાનું પણ મન પર છવાઈ ગયુ,સુંદર…..

  4. સુન્દર શબ્દો, સુન્દર લય. ખરે રાઈનો પર્વત થાય એ વિષ્મય જ છે.

    આભાર.

  5. વાહ…
    પળની ઉપર એકસામટો ઝંઝાવાત ફૂંકાયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *