પ્રહલાદ પારેખ પર્વ ૨ : આજ અંધાર ખુશબો ભર્યો લાગતો

સ્વર – દર્શન જોશી

સ્વરાંકન – ચિંતન પંડ્યા

ખુશબો ભર્યો … Nr. City College-SF (Sept 2011)

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી. આજ 0

આજ ઓ પારથી ગંધને લાવતી
. દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
મ્હેંકતી આવતી શી સુગંધી ! આજ 0

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફૂવારી ? આજ 0

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર ? આજ 0

– પ્રહલાદ પારેખ

કવિ વિષે (આભાર – ગુજરાત સાહિત્ય પરિષદ):

પ્રહલાદ જેઠાલાલ પારેખ(૧૨-૧૦-૧૯૧૨, ૨-૧-૧૯૬૨): કવિ. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં. શિક્ષણ દરમિયાન સંસ્થાના દૃષ્ટિસંપન્ન સંચાલક નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદીની અસર નીચે સાંસ્કારિક ઘડતરનો પાયો. ૧૯૩૦માં આઝાદીની ચળવળમાં જોડાવા અભ્યાસત્યાગ અને જેલવાસ. એ પછી પુન: અભ્યાસ. દક્ષિણામૂર્તિમાંથી વિનીત થયા પછી અભ્યાસાર્થે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૩૩માં ‘શાંતિનિકેતન’ જઈ ચાર વર્ષ અભ્યાસ. ત્યાં રવીન્દ્રનાથના સાંનિધ્યે એમના કાવ્યસર્જનને પ્રેરણા મળી. ૧૯૩૭માં વિલેપારલેની પ્યુપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક. બીજે વર્ષે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. એ પછી ૧૯૪૫થી છેવટ સુધી મુંબઈની મોડર્ન હાઈસ્કૂલમાં શિક્ષક.

ગાંધીયુગથી જુદી પડતી અનુગાંધીયુગીન કાવ્યધારાના તેઓ અગ્રણી કવિ છે. પ્રકૃતિપ્રેમ તથા માનવપ્રેમ એ એમની કવિતાના મુખ્ય વિષયો છે. ભાવની ઈન્દ્રિયગ્રાહ્ય રજૂઆત, લયસમૃદ્ધિ અને સૌન્દર્યાભિમુખતા એમની કવિતાના મુખ્ય લક્ષણો છે. ‘બારી બહાર’ તેમનો નોંધપાત્ર કાવ્યસંગ્રહ છે.

Love it? Share it?
error

11 replies on “પ્રહલાદ પારેખ પર્વ ૨ : આજ અંધાર ખુશબો ભર્યો લાગતો”

 1. બહુજ સુન્દેર સબ્દો…………….આભર

 2. chhayabn says:

  આજ આ અન્ધાર ખુશ્બો ભર્યો લાગતો
  આજ અન્ધારખુશ્બો ભર્યો લાગતો
  કોકિલા કેલિ કુન્જન કરે

  સાગરે ભાસતિ ભવ્ય ભરતિ
  કવિ નુ નામ ,શબ્દો ભુલાઇ ગયા ચ્હે

  • chintan says:

   આજ મહારાજ જલ પર ઉદય જોઇને ચંદ્રનો,
   હ્રુદયમાં હર્ષ જામે……કવિ મણીશંકર રત્નજી ભટ્ટ ” કાન્ત “

 3. vimala says:

  ખુબ જ સુન્દર રચના ,માધુર્ય્થી ભરેલ શબ્દ અને સ્વર ,શાન્ત્-કોમળ સ્વરાંકન.પ્રકૃતિમાં ખોવય જવા નો અહેસાસ થૈ ગયો.કવિ,સ્વરકાર ,ગાયક અને ટહુકો સૌ નો અતિ-અતિ આભર્.

 4. kaumudi says:

  ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
  મઘમઘાટે નિશા આજ ભારી ?
  ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
  ક્યાં થકી સૂર કેરી ફૂવારી ?

  વાહ આજે તો મઝા પડી ગઇ

 5. arvind patel says:

  very nice lyrics and composition. congratulation and thank you. Arvind and Vasumati patel.

 6. ખુબ જ સુન્દર રચના વાંચીને વાહ આજે તો મઝા પડી ગઇ…!!!

 7. purvi says:

  wonderful lyrics n composition.cograts n thanks .

 8. સાદ્યંત સુંદર રચના… કવિશ્રીના ટ્રેડમાર્ક સમી…

  કવિશ્રીના આ ગીતની ધ્રુવપંક્તિને રદીફ તરીકે વાપરીને લખેલી ગઝલ:
  http://vmtailor.com/archives/458

 9. sudhir patel says:

  ખૂબ સુંદર ગીત અને રસાળ ગાયકી અને સ્વરાંકન!
  સુધીર પટેલ.

 10. Ravi Dhapa says:

  મધમધતે અંગે આ પંથે ગઈ કોઈ નવપરિણીતા,
  વા પ્રેમીને મળવા કોઈ ગઈ યૌવનમતા્…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *