આવ સજનવા – દિલીપ રાવળ

સ્વરાંકન – સંગીત : રિશિત ઝવેરી
સ્વર – હિમાલી વ્યાસ

મને તરબોળ થવું ..... Mystery Spot, Santa Cruz, CA

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

– દિલીપ રાવળ

11 replies on “આવ સજનવા – દિલીપ રાવળ”

 1. Rishit Jhaveri says:

  Thanks for Sharing it Jayshree didi…….

 2. mosami says:

  bau j saras.very nice to read.

 3. kamlesh says:

  સ્વરાંકન – સંગીત અને
  સ્વર………. બધુ જ એક્દમ સરસ
  અભિનન્દન….. રિશિત ઝવેરી અને હિમાલી વ્યાસને…

 4. Kanan Raval says:

  આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
  પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
  તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
  તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

  ખુબ જ સૂન્દર

 5. ભૈ , આ વાતો , સુમધુર કવિ દિલિપ રાવલ જ કરિ સકે………..ધન્યવદ ……….આભ્હર

 6. ખુબ સરસ..!! ૨૦૧૨ ના પ્રથમદિને નાનો પ્રયાસ મારા બ્લોગ પર ૩ કવિતા મુકી છે વાંચી ને આપનો અભિપ્રાય જણાવવા નમ્ર વિનંતી છે…આશા રાખું તમારું પ્રોત્સાહન મને વધુ લખવા પ્રેરશે…આપનો ખુબ ખુબ આભાર.મિત્રો,આપ સર્વને નવા વરસની શુભેચ્છા…આજની કવિતા આપણાં બધાંના જીવનને લાગું પડે છે…ચાલો આજ પ્રતિજ્ઞા કરીયે..હસી ખુશી અને પ્રેમ ભાવથી નવા વરસને આવકારીયે..આપની દોસ્ત ને તમારા સહકારની આવશક્યતા છે …http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com/ Please visit my blog and add your most valuable comments….thank you.

 7. સુંદર રચના… બે-ત્રણ દિવસથી અવારનવાર સાંભળું છું… શરૂઆતમાં સ્વરાંકનમાં બહુ મજા ન આવી પણ હિમાલીના કંઠે સ્વરાંકનને સમતુલિત કરી આપ્યું છે…

 8. Ravindra Sankalia. says:

  આ આ વરષાગીત સાભળવાની મઝા આવી.છેલ્લી કડી બેનમુન્.

 9. arvind patel says:

  Himali ben very very nice voice and composition. thank you.

 10. bakul says:

  himali has fantastic voice, she is surily & has excellent rythem in her voice.

 11. himalee vyas says:

  thank you very much everyone. i am touched by the compliments. big credit goes to rishit for everything! pappa, i m so so touched by all these words you wrote for me! this is one of the best compliments i have ever got! love you!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *