નવા વર્ષની… ૨૦૧૨ની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને શરૂઆત કરીએ આ મજાની ગઝલથી! વાંચતા જ દિલ સુધી પહોચે એવા શબ્દો, અને સાથે તરત જ ગમી જાય એવા સ્વર-સ્વરાંકન !! એકવાર સાંભળવાથી ધરાશો નહિ, અને થોડી વધુ વાર સાંભળશો તો આખો દિવસ એને ગણગણ્યા કરશો…
સ્વર – સંગીત : દેવેશ દવે
સાવ નાનું ઘર હશે તો ચાલશે,
મોકળું ભીતર હશે તો ચાલશે.
બીજાની તકલીફ પણ સમજી જવાય,
એટલું ભણતર હશે તો ચાલશે.
હાથ જાણીતો ન હોવો જોઈએ,
પીઠમાં ખંજર હશે તો ચાલશે.
ધરતી કોરીકટ રહે તે કરતાં તો-
છાપરે ગળતર હશે તો ચાલશે.
હાથ લંબાવું ને તું હોય ત્યાં,
એટલું અંતર હશે તો ચાલશે.
પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં,
એ ભલે પથ્થર હશે તો ચાલશે.
– હેમાંગ જોશી
હેમાંગ ભાઈ .. ખૂબ સુંદર રચના
ખૂબ સરસ સ્વરાંકન ભાઈ દેવેશ …મજા આવી ગઈ
પલાશ શાહ
GNFC TOWNSHIP
હાથ લંબાવું ને તું હોય ત્યાં,
એટલું અંતર હશે તો ચાલશે. khubaj saras rachana che.maja aavi gai.
વાહ…… Awesome…..
બીજાની તકલીફ પણ સમજી જવાય,
એટલું ભણતર હશે તો ચાલશે.
બીજાની તકલીફ પણ સમજી જવાય,
એટલું ભણતર હશે તો ચાલશે.
હાથ લંબાવું ને તું હોય ત્યાં,
એટલું અંતર હશે તો ચાલશે.
હાથ જાણીતો ન હોવો જોઈએ,
પીઠમાં ખંજર હશે તો ચાલશે.
અદભુત.. સુંદર.. short and sweet.. Loved it.
સરલ્,સહજ શબ્દો..એવુજ ગમતિલુ સ્વરાન્કન્..શબ્દ ને સ્વર બન્ને સ્પર્શિ ગયા..જોશિ.. દવે..અભિનન્દન્..કમલેશ ત્રિવેદિ..આનન્દ્..
હેમાન્ગ જોષીની આ ગઝલ ફરીફરી સામ્ભળવાની ગમે એવી છે’
સુંદર ગઝલ અને એવી જ સુંદર ગાયકી!
સુધીર પટેલ.
My dear Hemang,
Really its an amazing with so simple wording.Any body can understand very weell.Really excellent. Congrates….Congrates for adding your name as Kavi .
આભાર દોસ્ત !!
Congratulation…
avi j pragati karta raho tevi prabhu ne prarthna.
Fantabulas!!!
I will listen your next compo. on this 20 here.
So be Ready
May this Year gets You this type of success….
Dear Deveshbhai Yaar i don’t knew how to express inner feelings after listening such a beautifull and mind blowing poem. I pray almighty to shower you with it’s divine blessings so you shine like sun and spread your skill in universe.
સરસ ગેીત….રેખાબહેન શુક્લ…શિકાગોવાળાનુઁ
કાવ્યસ્રર્જન વાઁચવુઁ ગમશે. મળશે કોઇ આધાર ?
આ પિયા કા ઘર ના જેવિ વાત …….બહુ જ સરસ લ્લાગે ………….ધન્યવદ , ને …….અભિનદનદ
સ્વરાન્કન સારુ. હજી વધુ સારુ બની શકતે એવુ લાગે છે.
good
good jabardast meaningfulgazhal. no words to describe, good ggooood
ખુબ સુન્દર અન્દ મેઅનિન્ગ ફુલ ગઝ્હલ્ મનિલલ્.મ્.મારુ
મિત્રો, આપ સૌ નો ખૂબ ખૂબ આભાર!!
સુંદર રચના અને સ્વરાંકન… ભીતર સુધી સ્પર્શી જતા શબ્દો…
Beautiful Gazal and equally beautiful voice!!
Salute to dear Hemangbhai and dear Deveshbhai.
Thanks to Jayshreeji.
Congratulation on this remarkable success
Thank you all for overwhelming responce to my favoritte Ghazal.
awesome…superb
Congrates brother for the great Gazal.
All the best!
Pinky
ગઝલના શબ્દો સરળ સહજ અને સીધા હદય સુધી પહોચે છે.
સાવ નાનુ… અને ધરતી કોરીકટ… પંકતિઓ ખુબ સરસ.
સુંદર ગઝલ… ગાયકી અને સ્વરાંકન પણ સરળ અને સહજ…
Great ! simply superb! Congrates to Deveshbhai for such a lovely composition. Hemang bhai you are great as ever !!!
It would be great to have some more such lovly creations on this site .
It would not be fare to say MATLA or MAKTA is great, since entire GAZAL has taken away my heart!!!
All the best ! HD PATEL
Thanks for the beautiful Gazal.
આભાર
સાચે જ હદય ને સ્પર્શ કરેી જાય એવેી ગઝલ…આભાર.
ખરેખર દિલ સુધિ પોહ્ચે તેવિ ગઝ્લ્
નવા વર્ષની… ૨૦૧૨ની આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઘર નાનુ પન દિલ મોટુ હોય તો એ ઘર પારકાને પણ પોતાનુ લાગે.
બીજાની તકલીફ પણ સમજી જવાય,
એટલું ભણતર હશે તો ચાલશે.
હાથ લંબાવું ને તું હોય ત્યાં,
એટલું અંતર હશે તો ચાલશે.
બહુ સરસ ,૨૦૧૨ નેી સુન્દર શરુઆત ,વર્ષ ભર આવો જ આનનદ આપ્ત રહેશો એ આશ સહ આભાર .
excellent
DeaJayshre ji…Congrates to Hemang Joshi….bhai Devesh Dave and Tahuko.com for sharing a New Year 2012 Gift with such a nice Gujarati song..aamone sampoorna khatri chhe je jem loko sambhalshe..comments karta jashe tem tem aa upadahse j..Kachaba ni vaat yaad rakhsho…..
god Bless all
Jay Shree Krishna
Vishawash Rakho GHAR Nanu hashe TAU J Chalshe……..
Sanatbhai..(Findlay Ohio USA)…
સુંદર રચના અને સ્વરાંકન… ભીતર સુધી સ્પર્શી જતા શબ્દો…
કમાલ છે આપની આ રચનાને!
સીધી,સાદી,સોસરી સમજી શકાય એટલી સુન્દર.
“સાવ નાનુ ઘર હશે તો ચાલશે, મોક્ળુ ભીતર હશે તો ચાલશે,
હાથ જાણિતો ના હશે તો ચાલશે, પીઠમા ખજર હશે તો ચાલશે.”
ધરતિ કોરિકટ રહે તે કરતાતો —છાપરે ગડ્તર હસે તે ચાલસે—–ઘણૂબદુ કહિ જાય છે
ખૂબ સુંદર ગઝલ..એટલું જ સુંદર સ્વરાંકન.
મઝા પડી.
આભાર સુનિલ ભાઇ.
ેતો જે ને પોતે આ પરિસ્થિતિ મા મુકે તો જ આવુ લખિ સકાય
બીજાની તકલીફ પણ સમજી જવાય,
એટલું ભણતર હશે તો ચાલશે.
હેપી ૨૦૧૨ ગીત ગઝલ સરસ મજા આવિ
ખુબ જ સુન્દર રચના ,શબ્દ અને સ્વર-સ્વરાંકન. ખરેખર નવા વર્ષ્ ની શરુઆત ખુબ જ સરસ થઇ. Happy ney year to all.
મઝાની ગઝલ..સાદા,સરળ શબ્દો છતાં હૈયે કોતરઇ જાય તેવી મોટી વાત..
તો ચાલશે – હેમાંગ જોશી
By Jayshree, on January 2nd, 2012 in દેવેશ દવે , હેમાંગ જોશી , ટહુકો , ગઝલ.
ગઝલ ખાસ જેને સંતોષનો ઓડકાર ન આવતો હોય તેને માટે એક દવાના ઘુંટડા સમાન છે.
બીજાની તકલીફ પણ સમજી જવાય,
એટલું ભણતર હશે તો ચાલશે.
ચંન્દ્રકાન્ત લોઢવિયા.
ધરતી કોરીકટ રહે તે કરતાં તો-
છાપરે ગળતર હશે તો ચાલશે………વાહ….
હાથ જાણીતો ન હોવો જોઈએ,
પીઠમાં ખંજર હશે તો ચાલશે….
બહુજ સાચી વાત લખી છે શ્રી હેમાંગભાઈએ..માફ કરજો મને… પણ મે “તુમ…!!” નામની કવિતા મા આવુજ કશુક લખ્યું હતું..
જલતા હૈ જીયા જબ દુર કિયા ગૈરોસે તો કોઇ શિકવા નહીં…!!! યાદ આવી ગયું..!!