મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે
શ્યામ, વૃંદાવન રોજની અમાસ,
આજ હવે એ જ ધૂળ માથે ચડાવીએ
કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ.
ચન્દનના વનમાં એક સાપ ગયો ડંખી
હવે સૌરભનું લેશ ન ઓસણ,
શ્યામની સંગાથે બધું સગપણ ગયું કે
હવે કોઇની રહી ન ઓળખાણ,
કોઇ જરા ફૂલને સુંઘાડી જુઓ, ક્યારનો ય
અટકી ગયો છે મારો શ્વાસ.
ગમતી ગલીઓમાં હવે સળ ના સૂઝે
ન વાગે રમતી સાહેલીઓનાં ઝાંઝર,
આજ હવે છૂટાં તરણાં ય નથી હાથવગાં
એકઠાં કરી જે બાંધ્યું ઘર,
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
બીજી કોઇ ન કરું આશ.
– હરીન્દ્ર દવે
મારે આ ગીત સાંભળવું છે, શું કરું?
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
બીજી કોઇ ન કરું આશ.
સરસ!! ક્રુષ્ણ વિરહમા ઝુરતી ગોપીઓની લાગણીનુ સુંદર આલેખન..
ગીત સરસ હે પણ ગુંજન ક્યાં?હોય તો મુકશો
સાંભળી શકાય.
બહુ સરસ કાવ્ય છે.
ગેીતનુઁ ગાન ક્યાઁ…?
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
બીજી કોઇ ન કરું આશ.
કૃષ્ણના વિરહ મા કૃષ્ણ પ્રેમ દર્શાવ્તુ સુન્દર ગોપેી ગેીત્.
સુંદર ગોપીઓના ઝુરાપાનુ ગીત.