ખાલી શકુંતલાની આંગળી – અનિલ જોશી

કાવ્ય પઠન – અનિલ જોશી

કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મન ભરી ગાતો
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
કાંઇ એવું તો મન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!

આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

– અનિલ જોશી

10 replies on “ખાલી શકુંતલાની આંગળી – અનિલ જોશી”

 1. જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!
  શું સુન્દર કલ્પના…મને તો ગુલમ્હોરની છત્રી ખુબ ગમે હો..

  આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
  કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી….

  વાહ અનિલભાઈ મજા આવી ગઈ..!!

 2. Nayana says:

  બહુ સુદર્ કલ્પના.ખુબ ગમ્યુ

 3. manvantpatel says:

  સરસ ગેીત.આભાર .

 4. ખુબ સરસ રચના–

 5. vimala says:

  બહુ સુદર્ કલ્પના ને મીઠો-મધુરો અવજ .મજા આવી ગઈ.

 6. Rudraprasad Bhatt says:

  આ સુંદર ગીતમાં કવિશ્રીની ઉત્કૃષ્ટ કલ્પના મનને ડોલાવી જાય છે.આ ગીતની બંદિશ તૈયાર કરી છે અને સ્ટેઇજ ઉપર રજુ પણ કરી છે.

 7. kaushik joshi says:

  કવિતાની પ્ંક્તિઓ થોડી આડી અવળી થઇ છે,જે મારા ખ્યાલ મુજબ નીચે મુજબ છે,ભૂલ હોય તો માફ કરશો.

  ઝુકેલી ડાળખીનો લીલો વળાંક લ​ઈ
  એવું તો મન ભરી ગાતો,
  કાંઇ એવું તો મન ભરી ગાતો,
  જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!
  આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
  કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

 8. vihar majmudar vadodara says:

  મુરબ્બી શ્રી ગૌરાંગભાઈનું, કદાચ ચાલીસ વર્ષ પહેલાનું અદભુત સ્વરાન્કન હજી યાદ છે.કોઈની પાસે રેકોર્ડેડ હોય તો ટહુકો પર મુકવા વિનંતી. વિહાર મજમુદાર વડોદરા.

 9. Dharmendra Shah says:

  Gaurangbhai have very well composed this song long back. If you can find it i will be obliged.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *