એક નાનકડા સૂરમાં ગૂંથું
એક નાનકડું ગીત,
એક નાનકડા ઉરની એમાં
પાથરી દઉં પ્રીત.
નમણું કોઇ ફૂલ નાચે ને
ચમકે કોઇ તારો,
અમથું એવું ગીત આપે ત્યાં
અગમનો અણસારો.
વસમા છો વંટોળ ઊઠે ને
ઘેરી વળે ઘોર આંધી,
સૂની વાટને વીંધતો જાઉં
સૂરને તાતણૅ સાંધી.
એક નાનકડા સૂરમાં ગુંથું
એક નાનકડું ગીત,
એક નાનકડું ઉર ગુંજે તો
એટલી મારી જીત.
– મકરંદ દવે
ખુબ જ સરસ ગીતના એ શબ્દો તો છે જ પરન્તુ જયશ્રિ બેન તમે એવા સમયે આ કવિતા મુકી કે જે સમયે ઇસુ ના જન્મની ખુશાલી મા વિશ્વ આખુ આન્નદ માણી રહ્યુ છે.ત્યારે આ શબ્દો ખુબ જ ગમ્યા
નમણું કોઇ ફૂલ નાચે ને
ચમકે કોઇ તારો,
અમથું એવું ગીત આપે ત્યાં
અગમનો અણસારો.
એક નાનકડા સૂરમાં ગુંથું
એક નાનકડું ગીત,
એક નાનકડું ઉર ગુંજે તો
એટલી મારી જીત.
શોધતી હતી હુ સરસ મજાના આવા જ કૈ શબ્દો અને મને મળી આવ્યા મકરન્દ દવે ના હૃદયસ્પર્શી ગીત મા.
ખુબ ખુબ આભાર
સાધના
સરળ ભાષામાં હૃદયસ્પર્શી ગીત…
સુંદર ગીત – હવે તેને કોઇ સૂરમા ગુથે એની રાહ જોઇએ
વસમા છો વંટોળ ઊઠે ને
ઘેરી વળે ઘોર આંધી,
સૂની વાટને વીંધતો જાઉં
સૂરને તાતણૅ સાંધી….
સુરકે બીના જીવન સુના…બરાબરને..!
એક નાનકડું ઉર ગુંજે તો
એટલી મારી જીત….
તુમ મુજે સાથ દેને કા વાદા કરો મૈ યુ હી મસ્ત નગમે સુનાતા રહું….
સરસ ગીત છે.આભાર સૌનો !
Only a genius can achieve such simplicity! Oh! what a lovely little poem! Light as a flower and fresh as a breeze ! It is not without reason that he is known as ” Sai Makarand”!
RAjesh Bhat.
આ જ વાતો , કવિ , કેવિ મજાનિ ……..રચન્ના દદ્વારા………..કહિ જયેચે …….
એક નાનકડા સૂરમાં ગુંથું
એક નાનકડું ગીત,
એક નાનકડું ઉર ગુંજે તો
એટલી મારી જીત.
ઘણુ સરસ…..