બરફનાં પંખી – અનિલ જોશી

ઓગસ્ટ ૨૦૦૭માં આ પહેલા ટહુકો પર પોસ્ટ કરેલું આ ગીત – આજે મઝાના સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર…

ગાયક :- શૌનક પંડ્યા અને જીગીષા ખેરડીયા
રચના :- અનીલ જોષી
સ્વરાંકન :- શૌનક પંડ્યા

ટહુકે ટહુકે પીગળ્યાં…. Photo: Vivek Tailor

આલ્બમ : સંગત
સ્વર : શ્યામલ સૌમિલ મુન્શી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

16 replies on “બરફનાં પંખી – અનિલ જોશી”

  1. આ ગીતનું તો જેટલીવાર રી-વિઝન કરીએ એટલું ઓછું છે…

    મારો પડેલો ફોટો? અરે ! આ તો મારાય સ્મરણમાંથી ભૂંસાઈ ગયો છે…

  2. પંખીના ટહૂકે પીગળીએ છીએ આપણે. ખૂબ સુન્દર. આભાર.

  3. સુન્દર…! જીગીષા ખેરડીયાનો અવાજ પણ દાદ માગીલે છે…

  4. We are looking for a Song about Two pankhi. One is In a cage and other one out side in a jungle. They compare each other’s life. Van vagda nu pankhi ane piñata nu pankhi are the qsong words. If you come across please post it.

    Thank you

  5. અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

    એ જમાનામાં નવા જ પ્રતીકો લઇ આવતું અને નવી જ ઢબનું ગીત…આપણાં આધુનીક ગીતોના છડીદાર ગીતો પૈકીનું એક!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *