રહી જાઓ શ્યામ – મીરાબાઇ

સ્વર – ઝરણા વ્યાસ
સ્વરાંકન – ઉદયન મારૂ  

 

રહી જાઓ શ્યામ તમે આજની રાતલડી
વિનવે આ ભોળી રે ગોવાલણ

કંકુ કેસરના વ્હાલા સાથિયા પૂરાવશું
ને આંગણમાં પાડુ સારી ભાત
રહી જાઓ શ્યામ…

સૂના મંદિરિયામાં જ્યોતો પ્રગટાવશું
ને મીઠી કરીશું વ્હાલા વાત
રહી જાઓ શ્યામ…

બાઇ મીરાં કહે પ્રભૂ ગિરિધરના ગૂણ
જોતાં ઠરે છે મારી આંખડી
રહી જાઓ શ્યામ…

રહી જાઓ શ્યામ તમે આજની રાતલડી
વિનવે આ ભોળી રે ગોવાલણ

– મીરાબાઇ

4 replies on “રહી જાઓ શ્યામ – મીરાબાઇ”

 1. Rekha shukla(Chicago) says:

  ખુબ સરસ વિનંતી વિનવે આ ભોળી રે ગોવાલણ….

 2. મીઠા મધુરા ગેીતના સૂર માણ્યાઆભાર !

 3. Jayant Bhatt says:

  I heard Meeraabai’s this Krishna geet for the first time,and Zarnaa Vyaas has sung beautifully.
  Jayant Bhatt.

 4. La'Kant says:

  ” ઉદયન મારુ “,
  ” रात खामोश है” તમે ગાયેલી એક ગઝલ યાદ આવી, આ ગીતના શબ્દો તમારા સ્વરમાં ,સાંભળયા હતા ભૂતકાળમાં …. અતીત-રાગી હોવાનો આ ફાયદો!
  લા’ / ૮-૯-૧૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *