તારા વિના કશે મન લાગતું નથી – મુકુલ ચોકસી

Once again, Happy Birthday to Dr. Mukul Choksi..!!

સ્વર : રૂપકુમાર રાઠોડ, સાધના સરગમ

.

તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી

પોતીકા થઇ ગયા હતાં આ વૃક્ષો ને ખેતરો
ને આપણા થયા’તા નદી ને સરોવરો

એમાંનું કોઇ સ્વજન લાગતું નથી.
તારા વિના કશે મન લાગતું નથી

અટકી ગયેલો એકલો ઝૂલો બન્યો છું હું
જાણે પરાયા દેશમાં ભૂલો પડ્યો છું હું

ખુદનું વતન હવે વતન લાગતું નથી
તારા વિના કશે મન લાગતું નથી.

સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને
બસ આતવા જનમ મહીં મળવાની રાહ જોઇએ

આ જનમમાં હવે આપણું મિલન લાગતું નથી
તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી

11 replies on “તારા વિના કશે મન લાગતું નથી – મુકુલ ચોકસી”

  1. સુંદર મજાનું ગીત….

    આજે મુકુલભાઈના જન્મદિન નિમિત્તે એક મજાની ગઝલ નાનકડા આસ્વાદ સાથે લયસ્તરો પર પણ:

    http://layastaro.com/?p=1001

    -વિવેક ટેલર

  2. Jayshree says:

    સાથે મુકુલ ચોક્સી નામના મહાસાગરની મોતી જેવી રચનાઓ ફરી એકવાર માણવાનું ચૂકી ના જશો :
    http://layastaro.com/?cat=91

  3. manan bhatt says:

    wow what a composition and what a singing! great combination of unique music director with unique singer. keep it up. ava j meetha ane madhura geeto bhet karta raho evi shubhechchha. god bless u.

  4. Nita says:

    Its very nice &touch theheart

  5. deena says:

    ખુબ સુન્દર શબ્દો, સન્ગિત અને સ્વર્

    મને કરિ તો જુએ કોઇ કરિ તો જુએ મરો હરિ જે કરે તે કોઇ કરિ તો જુએ- આ કદાચ મિરા નુ ભજન મલિ શકે?

  6. deena says:

    excellent!!!!!!!!

  7. Mehmood says:

    સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને
    બસ આવતા જનમ મહીં મળવાની રાહ જોઇએ .. લાજવાબ શેર..

  8. dipti says:

    Lovely and heart touching!!!
    સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને
    બસ આવતા જનમ મહીં મળવાની રાહ જોઇએ ..

  9. dharmishtha bhatt says:

    hi

    mukulbhai ni pankti ne rupkoomar no swar char chand lagi gaya

  10. radhe says:

    સરસ
    સિન્ગિન્ગ.

  11. premsagar umrao says:

    ભૈ સન્તગીકાર નુ નામ તો લખો!
    સન્ગીતઃ મેહુલ સુરતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *