પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (રંગભૂમિના ગીતો) પ્રિતમજી આણા મોકલે – પ્રભુલાલ દ્વિવેદી

ગુજરાતી રંગભૂમિએ ગુર્જરભાષાને કેટકેટલાય અવિસ્મરણીય ગીતોથી સમૃધ્ધ કરી છે. ૧૮૫૩માં ૨૯ ઓક્ટોબરના રોજ ‘રુસ્તમ, જાબુલી અને સોહરાબ’ નામના નાટક સાથે શરૂ થયેલી રંગભૂમિની યાત્રા આજે ૧૫૮ વર્ષો પછી પણ અવિરત આગળ વધી રહી છે. અને આ વર્ષોમાં ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ‘ થી લઇને ‘પ્રિય પપ્પા હવે તો તમારા વગર’ જેવા કેટલાય યાદગાર ગીતો આપણને મળ્યા છે.

આજે ટહુકો પર જ્યારે પાંચમા જન્મદિવસની ઉજવણીમાં ગુજરાતી ગીતોના અલગ અલગ રસ માણીએ છીએ – તો રંગભૂમિને બાકી રખાય? તો આજે સાંભળીએ – ગુજરાતી રંગભૂમિ પર ભજવાઇને આજે લોકગીતની કક્ષાએ પહોંચેલું આ ગીત..! અમદાવાદના સમન્વય કાર્યક્રમનું આ રેકોર્ડિંગ ની શરૂઆતમાં પ્રસ્તાવના પણ એટલી જ માહિતીસભર છે.

અને હા – આજે ૧૫ જુન. ગુજરાતી રંગભૂમિનો ઉલ્લેખ જેમના નામ વગર અધૂરો ગણાય – એવા શ્રી કાંતિ મડિયાની પૂણ્યતિથિ. તો એમને પણ સાથે યાદ કરી શ્રધ્ધાંજલી સાથે માણીએ આ ગીત.

નાટક – કિર્તિસ્તંભ
સંગીત – માસ્ટર કાસમભાઇ

(ક્યારે મોકલશો આણા? .. ખાવડા, કચ્છ - Photo: Vivek Tailor)

(ક્યારે મોકલશો આણા? .. ખાવડા, કચ્છ - Photo: Vivek Tailor)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારે સાસરિયે જાઇ કોઇ કહેજો એટલડું
કે પ્રિતમજી આણા મોકલે
મને પિયરીયામાં હવે લાગે એકડલું
કે પ્રિતમજી આણા મોકલે

રાત જાગી જાગીને જાય છે
આંખ મીંચુ તો સપના દેખાય છે
મારું હૈડું ભાનસાન ખોઇ થઇ ગ્યું ભૂલકડું
પ્રિતમજી આણા મોકલે

મને મહેણા મારે છે સાહેલડી
ફાલીફૂલી છે જીવનની વેલડી
જેવી થઈ છું કે વિરહે બળે છે કાળજડું
કે પ્રિતમજી આણા મોકલે

– પ્રભુલાલ દ્વિવેદી

24 thoughts on “પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (રંગભૂમિના ગીતો) પ્રિતમજી આણા મોકલે – પ્રભુલાલ દ્વિવેદી

 1. CA Ratnakar K Mankad

  AANAA MEANS SET OF NEW CLOTHS AND ORNAMENTS OFFERRED AND SENT BY IN-LAWS TO BRING BACK THE BRIDE FROM HER PARENT’S PLACE AFTER HER MARRIAGE.SENDING NEW CLOTHS TO THE BRIDE SENDS A MESSAGE ‘ wearing these cloths and ornaments come back soon”

  Reply
 2. Kaushik Nakum

  ખુબજ સુંદર કાઠીયાવાડી લોકગીત…
  જયશ્રિબેન નો ખુબ ખુબ આભાર આ સરસ મજાનુ લોકગીત મુકવા બદલ…
  સુરેશભાઈ આણા એટલે…
  કન્યા લગ્ન પછી એના પિયરમાં જ રહે, પછી જ્યારે વર પક્ષના સભ્યો સૌરાષ્ટ્રની રીત મુજબ વિધીસર કન્યાને તેડવા જાય છે, એને આણા કેહવાય..
  આ ગીતમાં કન્યા એમ જ કહે છે કે મારે સાસરીયે જઈને કોઈ કહો કે મને હવે તેડી જાય….

  Reply
 3. Ketan

  ટહુકો પર વાંચી ને જાણ્યું કે આપણી રંગભૂમિ કેટલી જૂની છે. ખૂબ ખૂબ આભાર.
  ગીત ખૂબ ગમ્યું અને જાણીને આનંદ થયો કે આ પણ એક રંગભૂમિની ભેટ છે.

  Reply
 4. Bhavesh Shah

  હૃદય થી અભિનંદન .. ગુજરાતી ભાષા અને સંસ્ક્રુતિ ધબકતી રાખવા બદલ આભાર.

  Reply
 5. JAYVANT.MEHTA(london)

  Jayshriben.

  Iwatch this web site for a long time i like to say i have proud of gujrati.You really provide
  good stuff about gujrati.

  Reply
 6. RASESH JOSHI

  ટહુકોની પંચમી વર્ષગાઠ નિમિતે હદય પૂર્વકની શુભેચ્છા
  ટહુકો પંચમી જેવી લાખો કરોડો વર્ષગાંઠ ઉજવે અને પાંચ
  વર્ષથી લાખો કરોડો માનવીના હૈયાને સ્પર્શી જે પ્રેમ પામ્યા
  તે અનંત ગણો વધી ટહુકાને વાંચન ગીત સંગીત અને હસી
  ખુશીના ખજાનાને સમગ્ર જગત પર વિશ્વ વિજયી બની લહેરાતો
  રહે એવી અંતરેચ્છા

  Reply
 7. shivani shah

  ‘ટહુકો’ની પાંચમી વર્ષગાંઠે શુભેચ્છા સાથે :

  તમારે હરેક ‘ટહુકે’ અમારું મન મહેકે,
  ખુશીના ગુલ ચહેકે અને જીવન તો ખુશીથી લહેકે.
  ભાષાની ગંગોત્રીમાંથી કાવ્યોની સરિતા વહેશે,
  જેમાં રસિક ચિંતકો – સંતો તરતા રહેશે,
  જીવનનો સાર મરજીવા બની શોધતા રહેશે
  અને ‘ટહુકો’ કરી કરી સહુને પહોંચાડતા રહેશે !
  – શિવાની શાહ

  Reply
 8. કલ્પનાબેન સ્વાદિયા

  સરસ ગીત. વરસો પછી સાંભળી ને મજા આવી.

  Reply
 9. Bina

  બહુ સરસ ગીત છે.
  ‘ટહુકો’ની પાંચમી વર્ષગાંઠે શુભેચ્છા!

  Reply
 10. Suresh Vyas

  રત્નાકર ભાઈ,

  તમે આણા નો અર્થ કહ્યો તે બદલ આભાર .
  આ પ્રથા હજી પણ ચાલે છે?
  જો કે સ્વેચ્છાએ આણા મોક્લે તો કાઈ ખોટુ નથી.

  Reply
 11. Viththal Talati

  એક સમય રંગભૂમિનો પણ સુવર્ણકાલ હતો. અમો અમારા હાલોલથી ખાસ વડોદરા જતા. વળતા વહેલી પરોઢે ટ્રકમાં પાછા આવતા. નવ વાગ્યે શરુ થયેલો શો સવાર ચાર સુંધી ચાલતો. તે સમયે માઇક ન હતો. કલાકારો બુલંદ વાચિક અભિનય કરતા. એજ બુલંદ કાંઠે ગીત ગાતા. હજુ માસ્ટર મોહનનું ગીત યાદ છે. તારા નયનમાં હું છૂ. તેને અસંખય વન્સમોર મળ્યા હતા. વિશેષ રંગભૂમિના ગીત આપશો તો આનંદ થશે.

  Reply
 12. Viththal Talati

  તમે ફોટો જયશંકર સુંદરી કે બાપાલાલ, કે અશરફખાનનો મુક્યો હોત તો સોનામાં સુગંધ ભલત.

  Reply
 13. manvant patel

  સૌ પ્રથમ તો ચિત્રકાર શ્રેી.વિવેકભાઇનો આભાર !
  જયશ્રેીબહેન!તમે મને ભાવતુઁ ભોજન આપવાનુઁ શરુ કર્યુઁ છે.
  કૃપા કરી તે અવિરત ચાલુ રાખજો !મારે જૂનાઁ નાટકોનાઁ ગેીતો
  વડીલોનાવાઁકે,માલવપતિ મુઁજ,સત્તાનો મદ,બુદ્ધદેવ,સમુદ્રગુપ્ત,
  કાશીનો દીકરો,સમ્પત્તિ માટે…હઁસાકુમારી વગેરે સાઁભળવાની ઇચ્છા છે.
  ખાસ કૃપા કરશો…..ને શક્ય તેટલાઁ મૂકશો…આભાર !સાથે શ્રેી.
  કાસમભાઇ…પ્રભુલાલભાઇ ને ગાયિકાઓને અઁતરની સ્મરણાઁજલિ………

  Reply
 14. manvant patel

  વિવેકભાઇ તથા જયશ્રેીબહેનનો ખૂબ આભાર !
  વિનઁતીઃમારે સાભળવાનાઁ ગેીતોવાળાઁ નાટકોઃ
  માલવપતિ મુઁજ,બુદ્ધદેવ,સમુદ્રગુપ્ત,વડીલોના વાઁકે,
  હઁસાકુમારી,સઁપત્તિ માટે,કાશીનો દીકરો,વગેરે વગેરે…
  કાસમભાઇ,પ્રભુલાલભાઇ અને ગાયિકાબહેનોનો પણ
  ઘણો આભાર ને સ્મરણાઁજલિ !પ્રતિક્ષા જરૂર કરતો રહીશ.

  Reply
 15. Vijay Solanki

  જૂની રંગભૂમિ . . . સાંઈઠ, સીત્તેર વર્ષ પહેલાના ‘ટીનેજરો’ અને યુવાનોની એક માત્ર કહી શકાય તેવી સોણલા વીંઝવાની પાંખ.
  આ ગીતો જ્યારે તખ્તા પરથી ગવાતા ત્યારે પાત્રોએ પોતે ગાવા પડતા.
  પ્રેક્ષક ગૃહની પહેલી હરોળમાં પગપેટી વગાડતા ‘માસ્ટર’ નાટકના સંગીત દીગ્દર્શક રહેતા. તેમની આજુબાજુ તબલા, ઢોલક, સારંગી, વાયોલિન વાદકો ગોઠવાઈ જતા.
  ‘સાઉન્ડ સીસ્ટ્મ’? ભૂલી જાવ. કલાકારો જ્યારે પોતાના પહાડી અવાજ માં સંવાદો બોલતા કે ગીતો ગાતા તે છેક બાલ્કનીની છેલ્લી હરોળમાં બેઠેલા પ્રેક્ષક સુધી પહોંચી તેઓના હૈયાને ઝણઝણાવી શકતા. કેમકે પાત્રો અને પ્રેક્ષકો ઓતપ્રોત થઈ જતા. પ્રત્યેક દ્શ્ય નો ‘આનંદ’ લૂટતા. હવે ચોતરફ ‘મજા જ મજા’ છે. ‘આનંદ’ લુપ્ત થયો છે. ત્યારે આપ આ રેકર્ડો પર જામી ગયેલા સમયના થરોને ઉવેખી આવા મધુરા ટહુકાઓ લહેરાવી, વર્ષગાંઠની સંન્નિષ્ઠ ઉજાણી કરો છો તે નોંધપાત્ર છે. ગુજરાતી ભાષાનું અને આપની વેબ સાઈટ નું ભવિષ્ય ઉજ્જવળ છે. અભિનંદન સહ ધન્યવાદ.

  Reply
 16. Nidhee Khatri

  ટહુકો મા જોયા પછી ખબર પડે છે કે ગુજરાતી ભાષા મા કવિઓ એ વ્યક્તિ જીવન મા આવતા દરેક પળ માટે ગીતો અને કવિતા કે ગઝલ ની રચના કરી છે.
  અને અમર જેવા ગુજરત થી દુર રહેતા ગુજરાતીઓ ને ગુજરત સાથે જોડી રાખે છે.
  આભાર જયશ્રી બહેન

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *