પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (બાળગીત) વારતા રે વારતા …

તો આજથી… ટહુકો પર પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ અઠવાડિયું..! પહેલા વિચાર આવ્યો કે ટહુકોનું ટોપ ટેન.. કે સૌથી વધુ સંભળાયેલા ગીતો.. કે મને સૌથી વધુ ગમતા ગીતો.. એવું કંઇક લઇ આવું, પણ વિચાર આવ્યો કે એ બધુ તો કટકે કટકે પાંચ વર્ષમાં આવી જ ગયું છે, એટલે કંઇક નવું જ પીરસું..! તો આવતા એક અઠવાડિયા સુધી – ગુજરાતી સંગીત જગતના થોડા જુદા જુદા રંગો.. એમ તો નહિ કહું કે આ સૌથી યાદગાર કે સૌથી વધુ લોકપ્રિય ગીતો છે – પણ હા.. કંઇક તો સ્પેશિયલ છે આ ગીતોમાં.

તો ચલો, આજે શરૂઆત કરીએ થોડા બાળગીતોથી..! ગુજરાતી માધ્યમમાં ભણેલા મારા તમારા જેવાઓની અંદર રહેતું બાળક યાદ ન આવી જાય તો કહેજો. અને હા – એક વાત કહું? આ બાળગીતોનો અમૂલ્ય વારસો જે તમને મળ્યો છે – એ આવનારી ‘જેક એન્ડ જીલ’ અને ‘ટ્વિંકલ ટ્વિંકલ’ generation ને આપશો ને? અરે સાહેબ… આ ગમતું છે – એને ગૂંજે ન ભરાય..!

તમને આ ગીતો ગમે છે…  તમે એને દિલથી માણ્યાં છે અને રાગડા તાણી તાણી ને બાલમંદિર માં લલકાર્યા છે….  તો આવતી પેઢીને પણ એ આપજો…   જો તમે નહિ આપો તો બીજે કશેથી એમને આ વારસો નહિ મળે…       તને એને – એક બિલાડી જાડી ગાતા નહિ શીખવાડો – તો શીલા કી જવાની ગાતા એ જાતે જ શીખી જશે – એમાં તમારી જરૂર નહિ પડે..!!   :)

વારતા રે વારતા...

વારતા રે વારતા…

સ્વર – મેઘધનુષ આલ્બમના બાળકલાકારો

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર… માડી

****

એક બિલાડી જાડી,
તેણે પહેરી સાડી,
સાડી પહેરી ફરવા ગઈ,
તળાવમાં તે તરવા ગઈ,
તળાવમાં તો મગર,
બિલ્લીને આવ્યા ચક્કર,
સાડીનો છેડો છૂટી ગયો,
મગરના મોમાં આવી ગયો,
મગર બિલ્લીને ખાઈ ગયો.

****

મામાનું ઘર કેટલે,
દીવા બળે એટલે,
દીવા મેં તો દીઠા,
મામા લાગે મીઠા.

મામી મારી ભોળી,
મીઠાઈ લાવે મોળી,
મોળી મીઠાઈ ભાવે નહિ,
રમકડાં તો લાવે નહિ.

****

દાદાનો ડંગોરો લીધો
એનો તો મેં ઘોડો કીધો

ઘોડો કૂદે ઝમઝમ
ઘૂઘરી વાગે ઘમઘમ
ધરતી ધ્રુજે ધમ ધમ

ધમધમ ધરતી થાતી જાય
મારો ઘોડો કૂદતો જાય

કૂદતાં કૂદતાં આવે કોટ
કોટ કૂદીને મૂકે દોટ

સહુના મનને મોહી રહ્યો
એક ઝવેરી જોઈ રહ્યો

ઝવેરીએ તો હીરો દીધો
હીરો મેં રાજાને દીધો

રાજાએ ઉતાર્યો તાજ
આપ્યું મને આખું રાજ

રાજ મેં રૈયતને દીધું
મોજ કરી ખાઘું પીધું

-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

38 thoughts on “પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (બાળગીત) વારતા રે વારતા …

  1. Kaushik Nakum

    ખુબ જ સુંદર બાળગીત….!!!
    ‘ટહુકા’ ને જન્મદીવસના ખુબ… ખુબ… અભિનંદન…

    Reply
  2. Ashwin Shah

    જયશ્રીબેન.
    જોત જોતામાં ટહુકો એ પાચ વર્ષ પુરા કર્યા અને સમય ક્યા જતો રહ્યો એજ ન ખબર પડી, આ પાચ વર્ષમાં ઘણું બધું નિતનવું માણવા મળ્યું અને રોજ આંનદ માણ્યો તે બદલ આપને અભિનંદન. ટહુકાને પંચ વર્ષીય જન્મોત્સવ ની શુભેચ્છા, વિશેષમાં ગુજરાતી ભાષા અને સાહિત્યને જીવંત રાખી અનેક સાહિત્યપ્રેમીઓને નીતનવા ગીતો, કાવ્યો, ગઝલ, અને માહિતી પહોચાડવાના આપનાં પ્રયત્નોને બિરદાવવાનું મન થયા કરે છે.
    આમતો ટહુકા સાથે જોડાયે બે થી અઢી વર્ષ થયા હશે અને એક પરિવાર હોવાનો અનુભવ થયા કરે છે, આપ આવીજ સેવા અને સમાચાર પીરસતા રહો તેવી આશા , લાગે છે દિન પ્રતિ દિન આપનો પરિવાર ભોળો અને સમૃદ્ધ થતો જાય છે તેમાં આપનો અને આપની સાથે સકળાયેલ અન્યનો નોધપાત્ર ફાળો છે.
    હાર્દિક શુભેચ્છા .
    અશ્વિન શાહના સસ્નેહ વંદન,

    Reply
  3. Maheshchandra Naik

    શ્રી જયશ્રેીબેન,
    જન્મદિવસની શુભકામનાઓ………
    પાંચ વરસ દરમિયાન અમે માણેલા અસંખ્ય ગઝલ,ગીતો અને ગુજરાતી સુગમસંગીત અમારુ હંમેશનુ સંભારણુ બની રહેશે…….સુરત જઈએ ત્યારે પણ અમારા મિત્રવર્ગમા અચુક આપનો “ટહુકો” અને એમાની રચનાઓનો ઉલ્લેખ થાય, આપનો સદભાવપુર્વક ઋણ સ્વિકાર કરી આપને પરમકૃપાળુ પરમાત્મા જરુરી શક્તિ, સાર્મથ્ય, સંપત્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે શુભેચ્છાઓ……………..

    Reply
  4. Girish Parikh

    જયશ્રીબહેનઃ
    નમસ્તે.
    Tahuko.com તથા આપને મબલખ અભિનંદન.
    આપણા સાહિત્યનાં અમર બાલગીતોથી ‘ટહુકો’ની જ્ન્મજયંતી ઊજવવાના શ્રીગણેશ કર્યા એ ખૂબ જ ગમ્યું.
    http://www.girishparikh.wordpress.com પર ‘વાર્તા રે વાર્તા’ વિભાગમાં ૨૫ બાલકથાગીતો વાંચવાની સૌને વિનંતી કરું છું. કુલ ૧૦૮થી વધુ બાલગીતો તથા ‘ગિરીશ પરીખનાં ૧૦૮ શ્રેષ્ઠ બાલગીતો’ લેખમાળા પણ એ બ્લોગ પર પોસ્ટ કરેલી છે.
    આપે પોસ્ટ કરેલાં બાલગીતોમાં મારી જાણ મુજબ ‘દાદાનો ડંગોરો લીધો…’ એ એકજ ત્રિભુવન વ્યાસનું છે. ત્રિભુવન વ્યાસનો હું ચાહક છું, ને એમનાં બાલગીતો મેં મન ભરીને માણ્યાં છે.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

    Reply
  5. Avani Pandit

    Thanks to all of you and Hpay Birthday.. may you live for years and spread the fragrance of gujarati literature all over..

    Reply
  6. વિશાલ ગોયાણી

    એક બિલાડી જાડી,
    તેણે પહેરી સાડી,
    સાડી પહેરી ફરવા ગઈ,
    તળાવમાં તે તરવા ગઈ,
    તળાવમાં તો મગર,
    બિલ્લીને આવ્યા ચક્કર,
    સાડીનો છેડો છૂટી ગયો,
    મગરના મોમાં આવી ગયો,
    મગર બિલ્લીને ખાઈ ગયો.

    મારુ મનપસઁદ ગેીત નાનપણ માઁ સમજાતુઁ નહોતુઁ કે મગર બિલ્લીને કેમ ખાઈ ગયો?
    કદાચ એનેજ બચપણ કહેવાતુઁ હશે!

    Reply
  7. Vijay Solanki

    મોરબી નામનુ ગામ યાદ આવી ગયું
    ભોઈવાડો નામની શેરી યાદ આવી ગઈ
    શ્રી હરિ નિવાસ નામના મકાનનું આંગણુ
    આંખ સામે તાદ્શ્ય થઇ ગયું
    મોટે સાદે ગાતા કેટ્લાક બાળકોમાં
    સામેલ ‘હું’ યાદ આવી ગયો . .
    સાચેજ,
    ઉપરોક્ત કવિતાઓ વાંચી
    મારું નાનપણ સ્વર્ગ માંથી ઉતરી આવ્યું.
    હવે તમોને ને શું કહું?
    થેન્ક્યુ?

    Reply
  8. Yogesh Chudgar

    જયશ્રિબેન. અને સાથીદારો.

    પાંચ વર્ષની સફળ અને સુખદ મંઝીલ બદલ ખુબખુબ અભિનંદન અમેરિકા બેઠાબેઠા પણ
    માતૃભૂમિની સુવાસ માણીએ એ તો ટહુકોની જ કમાલ.

    વરસો વરસ ટહુકોની સફર ચાલતી જ રહે ચાલતી જ રહે તેવી શુભેચ્છાઓ.

    યોગેશ ચુડગર – શિકાગો-યુ.એસ.

    Reply
  9. Jayshree Post author

    ના વિજયભાઇ,
    થેન્કયુ નથી જોઇતું…

    એકાદ એવા મિત્રને આ લિંક મોકલી આપો – જેને તમારી જેમ બાળપણની ગલીઓમાં ઘૂમવાનું કદાચ ગમે..  બસ!

    Reply
  10. Ila Ganatra

    પાચ વરસ ના અભિનન્દન્
    ઉપરોક્ત કવિતાઓ વાંચી
    મારું નાનપણ યાદ આવિ ગયુ

    Reply
  11. minaxi patel

    અભિનન્દન ટ્હુકોને અને તમને.અમે તો જેક એન્ડ ઝિલ ના વારસદારોને આ બધુ આપવા ખુબ ઇચ્છા રાખિયે.પણ્….આ “પણ” નો રસ્તો જડતો નથી.મારી સાથે મારા ૮૪ વરસના બાએ પણ આ બધા ગીતો ગાયા. ખુબ મઝા પડી. આભાર.

    Reply
  12. Binita Desai

    ogotsav

    આવ રે વરસાદ !
    આવ રે વરસાદ !
    ઘેબરિયો પરસાદ
    ઊની ઊની રોટલી,
    ને કારેલાનું શાક,
    આવ રે વરસાદ !
    નેવલે પાણી..
    નઠારી છોકરી ને દેડકે તાણી

    Reply
  13. navin

    Jayshreeben,
    Abhinandan,
    Tahukane happy B’Day.
    Your Yogdan will take TAHUKO to great hieght.
    All the Best.

    Reply
  14. DINESH J. GOGARI

    DAADAA NO DANGORO LIDHHO, TENO TTO ME GHODDO KIDHHO,

    GHODO CHAALE DHAM DHAM, DHARTI VAAGE ZAM ZAM,

    MAARO GHODO KUDTTO JAAYE, KADTAA KUDTAA LAAVE KOT,

    KOTT MUKI NE MUKE DOTT.

    Reply
  15. Viranchibhai C.Raval

    ખુબજ સરસ ઊતોરોતર પ્રગતિ ની શુભકામના અને બાળગીત નિ રચના નિ રજુઆત માટે પણ અભિનદન.

    Reply
  16. kavi

    ખુબ મજા પડી
    આવા બાળગીત… મા હુ થોદો ઉમેરો કરુ
    મજા આવશે…
    દાદી મા દાદી મા કયા ચાલ્યા?
    છાણા વિણવા,
    છાણા માથિ શુ મલ્યુ?
    રુપિયો,
    રુપિયા નુ શુ લિધુ ……
    *********************
    ચકિ રાણી ચકિ રાણી
    નથિ ઘર મા પાણી
    ચક ચક કરતિ ચકિ રાણી
    તળાવ લાવિ તાણી
    **************

    Reply
  17. વિવેક ટેલર

    મજાનું સંકલન…

    બાળકાવ્યોને આપણા સાહિત્યમાં મોખરાનું સ્થાન મળ્યું નથી એ આપણી ભાષાની કમનસીબી છે. બાળકોને આપણે ગળથૂથીમાં યોગ્ય ગુજરાતી પાઈ નથી શક્તા એટલે જ કદાચ આજે આપણે ગુજરાતી ભાષાના ભવિષ્યની ચિંતા કરવી પડે છે

    Reply
  18. RITA SHAH

    અમૅ નાનપણમા બહૂ ગાતા હતા.
    આખઈ કવઈતા હ્જૂપ્ણ યાદ ચઍ.

    Reply
  19. Prabhaker

    અભિનમન્દ્ન પઓચ વેર્શ ઘનો વખત થયો કહેવય્.ગુજરતિ ભઆશનો વિકસ થયો ગન્ય.ખુબ લ્હુબ આભર્.

    Reply
  20. Rekha shukla(Chicago)

    બાળગીતમા જે મજા છે તેવી ખરેખર મજા આજે આવી ને જુનુ ને કંટસ્થ થઈ ગયેલુ યાદ આવી ગયુ તો અહી રજુ કરુ છું…
    ચાન્દો સુરજ રમતા’તા રમતા રમતા કોડી જડી,
    કોડી ના મે ચીભડા લીધા ચીભડે મને બી દીધા,
    બી મે વાડે નાખ્યાં વાડે મને વેલો આપ્યો,
    વેલો મે ગાય ને નાખ્યો ગાયે મને દુધ આપ્યુ,
    દુધ મે મોરને પાયુ મોરે મને પીંછુ આપ્યુ,
    પીંછુ મે પાદશાહ ને આપ્યુ પાદશાહે મને ઘોડો આપ્યો,
    ઘોડો મે બાવળે બાંધ્યો બાવળે મને શુળ આપી,
    શુળ મે ટીંબે ખોસી ટીંબે મને માટી આપી,
    માટી મે કુંભાર ને આપી કુંભારે મને ઘડો આપ્યો,
    ઘડો મે કુવાને આપ્યો કુવે મને પાણી આપ્યુ,
    પાણી મે મહાદેવને ચડાવ્યુ મહાદેવે મને ભાઈ આપ્યો,
    ભાઈ મે ભોજાઈને આપ્યો ભોજાઈએ મને ચણા આપ્યા,
    ચણા ચણા ખાઈ ગયો ફોતરા મે ઘાંચીને આપ્યા,
    ઘાંચીએ મને તેલ આપ્યુ તેલ મે માથામાં નાખ્યુ,
    માથાએ મને જુ આપી જુ મે તળાવમા નાખી,
    તળાવે મને પાણી આપ્યુ પાણી મે આંબે રેડ્યુ,
    આંબે મને કેરી આપી કેરી કેરી ખાઈ ગયો ગોટલે એ સામે પડ્યો…!!!
    બીજુ કૈંક આવુ હતુ…
    એકલ ખાજા દુરબીન તાજા તીન તડાકા ચોગલ મુગલ પંચક ભાલુ છક બે છૈયા સતાક પુતળી અથાક હાંડલુ નવાક ઠળિયો દસાક પડીયો…

    Reply
  21. Nikunj

    જયશ્રીબેન.
    જોત જોતામાં ટહુકો એ પાચ વર્ષ પુરા કર્યા અને સમય ક્યા જતો રહ્યો એજ ન ખબર પડી, આ પાચ વર્ષમાં ઘણું બધું નિતનવું માણવા મળ્યું અને રોજ આંનદ માણ્યો તે બદલ આપને અભિનંદન. ટહુકાને પંચ વર્ષીય જન્મોત્સવ ની શુભેચ્છા, વિશેષમાં ગુજરાતી ભાષા અને સાહિત્યને જીવંત રાખી અનેક સાહિત્યપ્રેમીઓને નીતનવા ગીતો, કાવ્યો, ગઝલ, અને માહિતી પહોચાડવાના આપનાં પ્રયત્નોને બિરદાવવાનું મન થયા કરે છે.
    આમતો ટહુકા સાથે જોડાયે બે થી અઢી વર્ષ થયા હશે અને એક પરિવાર હોવાનો અનુભવ થયા કરે છે, આપ આવીજ સેવા અને સમાચાર પીરસતા રહો તેવી આશા , લાગે છે દિન પ્રતિ દિન આપનો પરિવાર ભોળો અને સમૃદ્ધ થતો જાય છે તેમાં આપનો અને આપની સાથે સકળાયેલ અન્યનો નોધપાત્ર ફાળો છે.
    હાર્દિક શુભેચ્છા .
    અશ્વિન શાહના સસ્નેહ વંદન,

    Reply
  22. mrigendra antani

    dear Jayashreeben,

    Excellent selection of the theme and the rendering also !!
    May God help you fulfill our wishes in future also.

    regards
    mrigendra

    Reply
  23. manvant patel

    આપણી ભાષા ઘણુઁ જીવો……!
    મને પણ બાળપણ યાદ આવે છે હોઁ !
    કઁઇ કેટલાઁય ગેીતો ગણગણતાઁ હતાઁ !

    Reply
  24. SHREYANSH

    tamra janmdin sathe gujarati kavi o na birthday ni pan mahiti apo to gamse
    kyay malti nathi gujarati kavio na birthday ni mahit ઃ)

    Reply
    1. Jayshree

      મિત્ર, શોધવા નીકળો તો ભગવાન પણ મળે..! :)

      ટહુકો પર જન્મદિવસ શબ્દોવાળી આ ૧૩૦ પોસ્ટ વાંચી જુઓ – એમાંથી કદાચ કોઇક કવિના જન્મદિવસની માહિતી મળી આવે..!

      http://tahuko.com/?s=%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8&submit.x=13&submit.y=6&submit=Search

      Reply
  25. shreyansh

    na khabar hoy to sidhi j na padi do ne k nai post kari shakiye bhagwan ne prapt nathi karva mare em pan :)

    even wiki par pan ketliy birthdate avail nathi :)

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>