આજનું આ ગીત – ગુજરાતી બ્લોગજગતને આટલું ધબકતું અને મહેકતું રાખવા પાછળ જેમની મહેનત, સમય લગન અને લાગણીઓ છે, એ દરેક ગુજરાતીને…
.
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.
———————————–
ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ.
આ આપણી સંસ્કૃતિનું લાક્ષણિક ગીત છે. આપણે હંમેશા આપવામાં માનીએ છીએ, વહેંચવામાં માનીએ છીએ. ઘરે સારું અન્ન રાંધ્યું તો પડોશીને ત્યાં વાડકી ભરીને જાય જ, ખેતરમાં દાણા પાક્યા તો પ્રસાદરૂપે વહેંચીએ, ગુંજે ભરવાની વાત જ નથી હોતી!
૧. આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી, પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી; સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડાખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ!
મા સંસ્કૃતિને બચાવવાની હાકલ પડી હોય ત્યારે શૂરવીરની ગોરાંદેનો હાથ એને ગળે વીંટળાઈઈ ક સાંકળ બની જાય કે એ હાથથી પતિના મસ્તકની પૂજા થાય અને યુદ્ધામાં પ્રયાણ કરવા પ્રેરે? પોતાના પ્રિયતમને પંડમાં જ બાંધી રાખે એ પ્રીતિ તો પાંગળી જ કહેવાય. સમુદ્રની લહેરો બધે ફેલાવામાં જ સાર્થક બને છે, એ ક્યારેય સાંકળે બંધાતી નથી. ખાડાખાબોચિયાને એમની સરહદોનાં બંધન છે, સમુદ્રનાં પાણી તો અત્ર તત્ર સર્વત્ર વ્હાલનાં વાદળ બની વરસે છે.
૨. ગાંઠે ગરથ બાંધી ખાટી શું જીંદગી? સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી? આવે તે આપ કરી પળમાં પસંદગી.
પુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
જીંદગીના રસને, ખુશીઓને આપણે મમતા અને અહંકારના વસ્ત્રમાં બાંધી રાખીએ તો એ ક્યાં સુધી સચવાશે? અને સચવાય તોયે એ કેવો ખાટો થઈ જશે? એનાં કરતાં તો જે તારા આંગણે આવે એને પળવારમાં જ, કાંઈ લાંબુ વિચાર્યા વિના આપી દઈએ તો એની મજા છે. ફૂલને મુઠ્ઠીમાં દબાવી રાખતાં તો આખરે આપણા મડદાની સાથે એ ફૂલની પાંદડીઓ પણ માટીની બની જાય છે, પણ જો એ ફૂલની પાંદડીઑને ચારેબાજુ વેરી દઈએ તો ફોરમનો ફાલ બની જાય છે.
૩. આવી મળ્યું છે તે દઈશ આંસુડે ધોઈને, ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને, આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચંતી વ્રજનારીની સંગ તારા રણકી ઊઠે કરતાલ!
લાગણીની અભિવ્યક્તિ વાણીથી, કૃતિથી, સ્પર્શથી, નજરથી થઈશકે, પણ અભિવ્યક્તિની ચરમ સીમા એટલે આંસુ. કવી આવી મળ્યું એને આંસુડે ધોઈને આપવાની વાત કરે છે, જે આપવું છે એ મારે મારા ભાવાશ્રુથી ધોઈને આપવું છે, ભાવપુર્વક આપવું છે. અહી “ભાવ એટલે અહંકેન્દ્રિતતા છોડીને કોઈના થઈ જવું” એ ભાવની વાત છે. જન્મોજન્માંતરથી સંવર્ધન કરેલા ભાવને જ્યારે પ્રાણ જાગે ત્યારે વ્હેલેરી તકે ખોઈ દેવામાં આનંદ છે. આવી નિસ્વાર્થતા આવે ત્યારે, જેમ દરેક વ્રજનારીની સાથે માધવ રાસ રમે છે તેમ, આપણને પણ માધવ એના ખોળે લે છે.
વાહ હું શોધતા શોધતા અહી આવી
ને મળ્યો મને કવિતા સાથે સમજણ નો સાગર.ખૂબ ખૂબ આભાર
Happy to read explanation for my favourie peom since 40 years.
Thank you Tahuko.
ગમતું ઘણું ઘણું હોઇ શકે. જેમકે દિલ,બસ એને વહેંચી દઈએ. પાંડવોની જેમ. તો મહાભારત પણ જીતી શકાય છે. જલારામબાપાની જેમ હજારોની ક્ષુધાને તૃપ્ત કરી શકાય છે. રામની જેમ હસતાં હસતાં રાજ્યનું સમર્પણ કરી તો આપણી પાવડીનું પૂજન થાય પણ અહી તો નિષ્કામ ભાવથી કર્મ કરવાની વાત છે.
રાવજી પટેલ
મજા આવી ગઈ સભળવની
ગમતાનો ગુલાલ કરતો આવ્યો છું. આજે માણ્યું. આભાર.
આપણી સંસ્ક્રુતિનો ધબકાર ….
– સુરેશ શાહ, સિંગાપોર
ગમતાનો કરીએ ગુલાલ – એ કેવી દેન છે ગુજરાતી ભાષાની!
ગમતું હોય તે વ્હેંચી લેવુ
ખુબ સુંદર અભિવ્યક્તિ.
– સુરેશ શાહ, સિંગાપોર
contents and words of this song is very much meaningfull.This song is excellant
નિઃસ્વાર્થ ભાવનાનુઁ સફળતામાઁ થતુઁ રૂપાઁતર
બહુ જ ગમ્યુઁ.આભાર ગાયક અને બહેનાનો !
કોઇ દુ:ખ ની વેદના ન વેહચવામાં સંતપણુ હોય શકે, પણ સુખ ને ન વેહચો તો! ન માણો ન ઉજવો બિજું શું!
[…] તો ચલો, આજે શરૂઆત કરીએ થોડા બાળગીતોથી..! ગુજરાતી માધ્યમમાં ભણેલા મારા તમારા જેવાઓની અંદર રહેતું બાળક યાદ ન આવી જાય તો કહેજો. અને હા – એક વાત કહું? આ બાળગીતોનો અમૂલ્ય વારસો જે તમને મળ્યો છે – એ આવનારી ‘જેક એન્ડ જીલ’ અને ‘ટ્વિંકલ ટ્વિંકલ’ generation ને આપશો ને? અરે સાહેબ… આ ગમતું છે – એને ગૂંજે ન ભરાય..! […]
આજે આ કવિતામા મજ્જા આવિ ગઈ.
[…] ડુબકી મારો અને આખો ખજાનો મળે..! અને ‘ગમતું’ મળે તો ગુંજે ભરાય? એટલે હું એ આ આખો લેખ જ તમારા માટે લઇ […]
ગિત કાન મા ઉતારિ લિધા બાદ મન મા પન ઉતારો તો good.
sorry i left, i do not know how to write in gujj
any way act in life such as they say in this song.
u can see god standing besides you
આજે આ ગીત સાંભળવાનું મન થયું અને જયશ્રીબેન યાદ આવ્યા. મને હતું જ કે તમે અહીં મૂક્યું જ હશે. આભાર અને ફરી ફરીને આભાર.
અમે તો જઈશુ અહિથિ પન ઊડાડયૉ ગુલાલ રહેશે.
મકરન્દ દવે નુ સુન્દર ગિત સમ્ભ્લાવ્વા બદલ આભાર
error on opening file
Dear Jayshri please do needfull for the same
Jayesh Mehta
ઘણુ જ સરસ ગીત. મજા આવી ગઈ. સરસ વણૅન કોણૅ ક્યુ છૅ? નામ આપવા વિનંતિ.
જયશ્રીબેન,
રંગ નાં તો ચટકાં હોય, તમે તો કુંડા ભરી ભરી ને પાવ છો !!
અમને ક્યાંક અપચૉ ન થઇ જાય.
મકરંદભાઈઍ કેવી સરસ વાત કરી છે !!! હે માનવ તું ઍક્લસુડો ન થાતો. જે મળે તે બધાં ને વહેંચી ને માણજે. આમ કરવાથી તારા આનંદ માં વધારો થાશે.
બેજોડ ગીત છૅ. આ ગીતનૅ તોલે આવે એવું (આનાં દસમાં ભાગનુંય – આ મતલબ નું) ગુજરાતી તૉ શું બીજી કોઇ ભાષામાં પણ મેં તૉ નથી સાંભળ્યું.
કંઇક ભળતી કડીઓ યાદ કરવાની કોશિષ કરૂં છું તો આ યાદ આવે છેઃ-
મોટાં ઘરનું માણું દેજે
માણાં માથી પાલી દેજે
પાલી માંથી ખોબો દેજે…… (પારંપરિક ??)
બસ એટલી સમજ મને પરવરદિગાર દે
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે…(મરિઝ)
દયાળુ છે તમે માગો ન માગો તોય દેવાનો
વગર માગે પ્રભુ એ આપવાની ટેવ રાખી છે
દુઃખોને તો હંમેશા એક્લો હું સંઘરી લઉં છું
ખુશી ને મેં હંમેશા વ્હેંચવાની ટેવ રાખી છે (તુરાબ “હરદમ્”)
બહોત ખૂબ ! આવવા દ્યો…. keep pouring.
-અમિત ન. ત્રિવેદી
મારું બહુ જ પ્રીય ગીત ..
બીજાની દુનીયામાં પ્રવેશવા માટેની પાયાની જરુરીયાત.
અહમ્ ઓગાળવાની વાત .. જાતમાંથી બહાર નીકળવાની વાત.
અને લખનાર પણ કેવો સાંઇ કવી .. એને મળો તો એના અંતરની આભા ફોરાતી દેખાય …
તેમના જીવન વીશે વાચો –
http://sureshbjani.wordpress.com/2006/10/23/makrand_dave/
ખુબ જ સરસ કવેીતા મુકેી ચે તમે અહિ. એમા સાચા ગુજરાતેી નેી ઝલ્ક જોવા મલે ચે. આવુ લેખ્ન જોઇને મને ખુબ જ સારુ લાગ્યુ. આપ્નેી ભાશા આટ્લેી સુન્દર ચે. અને એમા ય આપ્ણેી સન્સ્ક્રુતેી નુ સુન્દર વરણ્ન્! ખુબ સરસ્…
Wishing a very happy birthday to Tahuko. And thank you very much radio tahuko.
Thanks
Mansi Shah
જયશ્રી
આ કાવ્ય વર્ણન લખનાર નું નામ તો તમારે આપવું જ પડશે
સાચી વાત.. જેમણે પણ આ ગીત નો મર્મ સમજાવ્યો છે એ ધન્યવાદ ને પાત્ર છે. ખુબ જ ઊંડો અર્થ ,જે સરળતા થી સમજ માં જ ના આવે તેને ખુબ સહેલાઈથી સમજાવવા બદલ ધન્યવાદ.