ઝટ જાઓ, ચંદનહાર લાવો… – ચીમનલાલ ભીખાભાઈ જોશી

આ ગીત તો હું ઘણી નાની હતી ત્યારથી સાંભળતી આવી છું, અને ત્યારથી મને ઘણું ગમતું આ ગીત. એકદમ હળવા થઇ જવાય એવું ગીત છે..!!

સ્વર : મન્ના ડે, કમલ બારોટ
સંગીત : કલ્યાણજી – આનંદજી

This text will be replaced

ઝટ જાઓ, ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું હું
મને લાગ્યો છે હારનો નેડલો, તમથી નહીં બોલું હું

નહીં ચડે ચૂલે રોટલી, ને નહીં ચડે તપેલે દાળ,
હાર નહીં લાવી દીયો, તો તો પાડીશ હું હળતાળ રે
ઘૂંઘટ નહીં ખોલું હું …

નાણાના નખરા બધા, નાણાના સૌ નાદ
માંગવાનું તું નહીં મૂકે, તો મને મૂકાવીશ તું અમદાવાદ
ઘૂંઘટ ઝટ ખોલો ને.. .

હે વડોદરે લ્હાવો લઉં, ને કરું સુરતમાં લ્હેર
હાર ચડાવી ડોકમાં, મારે જોવું છે મુંબઇ શે’ર રે
ઘૂંઘટ નહીં ખોલું હું …

અરે ભાવનગર ભાગી જઇશ, કે રખડીશ હું રાજકોટ
પણ તારી સાથે નહીં રહું, મને મંગાવીશ તું તો લોટ રે
ઘૂંઘટ ઝટ ખોલો ને.. .

19 replies on “ઝટ જાઓ, ચંદનહાર લાવો… – ચીમનલાલ ભીખાભાઈ જોશી”

 1. આ ગીત “અખંડ સૌભાગ્યવતી” ફિલ્મનું છે અને એના કવિનું નામ તો કોઈને ખબર પણ નહીં હોય… ચીમનલાલ ભીખાભાઈ જોશીનું આ ગીત એના મૂળ સ્વરૂપમાં આખું વાંચવું હોય તો આપને હાર્દિક આમંત્રણ છે, ગુજરાતી કવિતાઓના સૌથી વિશાળ ખજાના, “લયસ્તરો”ના આંગણે પધારવાનું:

  http://layastaro.com/?p=693

  -વિવેક

 2. Jayshree says:

  આભાર વિવેકભાઇ….

 3. BHUPENDRA JESRANI says:

  “ERROR OPENING FILE” PLEASE DO THE NEEDFUL… THANKS!!!

 4. sunil says:

  ERROR OPENING FILE” PLEASE DO THE NEEDFUL… THANKS!!!

 5. Amit M. Vora says:

  Can not hear this song. Some error in page opening.

 6. M G Shah says:

  Jut Javo, Chandanhar lavo – There is no sound.

 7. ashvin says:

  I cannot hear this song. please do the needful at the earliest.

 8. ઝટ જાઓ, આ ગીત પાછું લાવો…

 9. mahendra says:

  આ ગીત અમને જોઇએ

 10. biren shah says:

  jat jao chandan har lao. not playing

 11. anil parikh-age 77 says:

  most urgent
  may i seek urgent help to obtain cassette or cd of
  bhangwadi theatre song-rasila premina haiya-by raghunath brahmbhat in master fulmani
  grateful thanks in advance -if not can some one post the song which can be played in tahuko?

 12. Nisha Patel says:

  beautiful song,
  tx for sharing
  nisha patel

  [london]

 13. jigar nathani says:

  ખુબજ સરસ ગિત ચે

 14. Swar Sanket says:

  Jayshreeben,

  Wow!.. I had a modified version of this song. performed at Kavya Sangeet Samaroh 2009 by Shree Utkarsh Majumdar and Chirag Vora.. Nice to hear the original one.

 15. NAVIN DAVE says:

  IT VERY GOOD SONGS AND I HEAR THE SAME AFTER LONG TIME .

 16. Tarun Mehta says:

  Loved all of Legendary MD’s Gujarati songs you posted .. Thanks a lot.

 17. Ketan says:

  RIP Manna Dey.
  So nice of you, Jayshreeben to combine all his songs here…Maza avi gai…

 18. Jayant Shah says:

  આ ગીત દેશીનાટક્ સમાજ ના નાટ્કનુ તો નહી ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *