કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે – રઈશ મનીઆર

આ મઝાની ગઝલ આજે ફરીથી એકવાર માણીએ… કવિના પોતાના અવાજમાં પ્રસ્તાવના અને પઠન સાથે..!

પ્રસ્તાવના અને પઠન: રઈશ મનીઆર

——————-

Posted November 16, 2008

આ પહેલા સ્વર – સંગીત સાથે માણેલી રઇશભાઇની આ ગઝલ ફરી એકવાર – એક નવા સ્વર – સંગીત સાથે !! અને એ સ્વર છે શૌનકનો..!

સ્વર – સંગીત : શૌનક પંડ્યા

——————-
(posted on Feb 24, 2008)

રઇશભાઇની આ ગઝલ મારા જેવા ઘણાની very favorite ગઝલ હશે જ… ગઝલના દરેકે દરેક શેર ગમી જાય એવા છે. અને આવી સરસ ગઝલ.. એવા જ સુરીલા સ્વરમાં સાંભળવા મળે તો રવિવાર સુધરી જાય કે નહીં ?

ચલો તો, સાંભળીયે ધ્વનિત જોષીના સ્વર અને સુર મઢેલી આ સુંદર ગઝલ. અને હા, ધ્વનિત ને તમારા પ્રતિભાવો આ ઇમેઇલ એડ્રેસ પર પણ આપી શકો છો : dhwanit.joshi@gmail.com

river

સ્વર – સંગીત : ધ્વનિત જોષી

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળાગાવી મૂકે સઘળું,
વ્યથાનાં વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે,
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણાને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.

– રઇશ મણિયાર

45 replies on “કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે – રઈશ મનીઆર”

 1. Kavita says:

  Very beautiful indeed!

 2. કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
  અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

  -ક્યારેક એક જ શેર કવિની ઓળખ બની જઈ શકે છે. રઈશભાઈનો આ શેર ગુજરાતી ભાષાના અમર શેરોમાંનો એક છે…

 3. સાચે જ લાજવાબ ગઝલ … એકેએક શેર અદભુત …

 4. one of the best gazal of Reeishbhai.I like last sher too much.pl.post more gazals of same poet.

 5. ALPESH BHAKTA says:

  લાજવાબ, where did you get it from. i didn’t know more about Gazals but this one is …..
  i can’t found words….

 6. કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે,
  જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

  ખૂબ જ સુંદર શેર ! ખુબ સુંદર ગઝલ.. આફરીન !

 7. ashalata says:

  લાજવાબ ++++++++

 8. Jitu Rathod says:

  It is simply too good,I read it again and again.

 9. Haresh says:

  કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
  અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

  Nice one !!

 10. મારી પ્રિયતમ ગઝલોમાંની એક… સાંભળવાની જાહોજલાલી પણ ગમી… આભાર !

 11. હું says:

  jayshreeben ghano anand thayo…finally u posted it!! I had promised u to give the same song…but still the version i have got is different than this so if u want?? anytime….

 12. gora1974 says:

  ખુબ જ સુન્દર રચ ના,,, સતત જુદાઈ નો એહ્સાસ કરાવતુ પન એ ઝરન નિ સાથે વહેવુ ગમે એવુ ગેીત્,,,

 13. Sonal says:

  ‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
  ખૂપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે

  Amazing..few words can tell so much. – nice gazal.

 14. SHAILENDRA says:

  સુન્દર રિતે રજુ કરેલિ આ ગઝલ ના શબ્દો મા જિન્દગિ નુ રહ્સ્ય્
  સન્તાયેલુ,બહુજ સુન્દર્.

 15. Kunal Joshipura says:

  અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
  પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણાને જીવતું રાખે.- આ શએર એક ચમતક્રુતિ કહિ શકાય. તરણ અને સ્મરણ ના કાફિયા સુન્દર રિતે રજુ થયા , પણ મારિ કાચિ સમજ પ્રમાણે , આ શએર નો પહેલો મિસરા આવો હોવો જોઇએઃ
  અનાયાસે જીવનમાં તો બધું ભૂલી જ જઈ એ પણ- આમ જો થાય તો લગાગાગા નો મેળ બને, ભુલ ચુક માફ, હુન અધુરો ઘડો રહ્યો, પણ જે હોય તે મને જણાવવા વિનન્તિ

 16. nirlep bhatt says:

  my fav. gazal from fav. poet.

 17. shailee says:

  શૌનક ન આવજમા મે સાભલિ .અદભુત

 18. Rishit says:

  શૌનક અંકલનુ એકદમ સરસ composition અને મસ્ત singing.
  Rishit

 19. digesh chokshi says:

  One of the best ghazal I have heard(On my top 20 list).I have to say without any exaggeration that just by writing this ghazal raeeshbhai is in category with mariz &befam(with all the respect to this 2 shayar)
  Digesh chokshi.

 20. Angel Dholakia says:

  કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
  અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

  -ક્યારેક એક જ શેર કવિની ઓળખ બની જઈ શકે છે. રઈશભાઈનો આ શેર ગુજરાતી ભાષાના અમર શેરોમાંનો એક છે…
  fuuly agreed with VIVEKBHAI.

 21. mahesh joshi says:

  એક સરસ ગઝલ નો આનદ માન્યો

 22. કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
  અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

  આ કાવ્ય આપણા હ્રિદય ને જિવતુ રાખે………………

  નજરો બન્ધ રાખો તો પણ આમ વાગે……………..

  તમે હાજર નથી ને તોયે મને પાસે લાગે

 23. dipti says:

  સાચે જ લાજવાબ ગઝલ … એકેએક શેર અદભુત …

  કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
  અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે….અને..

  તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
  બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

 24. HLCC says:

  વાહ … ખૂબ જ સુંદર શેર…

  કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
  અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

  તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
  બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.
  .
  .
  .

  અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
  પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણાને જીવતું રાખે.

 25. Mehmood says:

  કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
  અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે…. અને..મળ્યું’તું કોઇ એક જ વાર, તે પણ અડધી ક્ષણ માટે,

  મિલન બસ એટલું કાફી હતું એના સ્મરણ માટે!

 26. kirti says:

  શબ્દો એવા જે આપનેી માત્રુભાશા ને જેીવન્ત રાખે….

 27. ધવલ says:

  રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
  ખૂપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.

  – સરસ !

 28. Just 4 You says:

  કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
  અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

  તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
  બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

  કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે,
  જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

  Awesome….

 29. pravin says:

  ‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
  ખૂપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.

 30. Mukesh Pandya says:

  Superb!!!
  Gem of a Gazal !!!!

 31. Nitin Mehta says:

  just superb.

 32. Kaushik Nakum says:

  વાહ ખુબ સરસ.. એવુ નથી કે હોડી બનાવી નૈ સકુ…. પણ છે નદી બરફની તરાવી નૈ સકુ…..

 33. riddhibharat says:

  વાહ સુદ્ર ર્ચ્ના

 34. Rekha M shukla says:

  સુપર્બ..બહોત ખુબ…વાહ રઈશભાઈ મણીયાર…!!!અલગતા આપણી એમજ સ્મરણને જીવતુ રાખે..ખુપાવી તીર જે અડધુ હરણને જીવતુ રાખે…!ખુબ ખુબ આભાર સાથે મારી ગઝલનો શેર અર્જ કરુ છુ…

  તુમસે તુમસે તુમસે,પ્યાર કરના મના હૈ દિલ લગાના બુરા હૈ,જલા કર જીન્દા વો બોલે હૈ જીના ભી મના હૈ ઔર મરના ભી મના હૈ…!!

 35. બે વરસ પહેલાંનો જ પ્રતિભાવ ફરી આપવાનું મન થાય છે:

  કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
  અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

  -ક્યારેક એક જ શેર કવિની ઓળખ બની જઈ શકે છે. રઈશભાઈનો આ શેર ગુજરાતી ભાષાના અમર શેરોમાંનો એક છે…

 36. Anila Amin says:

  શબ્દે શબ્દે ગઝલ સર્જાય તેનુ નામ જ રઈશ મનિયાર .પ્રણયનો વિરહ ભાવ

  એકએક કલ્પનામાથી વ્યક્ત થયા વગર રહી શકતોનથી.એક એક શેર એકએક ગઝલ જેવો

  છે.
  દરેક શેરને માટે એમ કહીએ કે શેર ને માથે સવાશેર તોય અતિશયોક્તિ ન ગણાય.

  કવિના મુખે ગઝલ સાભળવાથી શબ્દોના અર્થ વધુ સ્પષ્ટ થાય છે પ્રાસ રચના પણ્

  અદ્ભુતછે. મઝ્ઝા આવી ગઈ.

 37. parul says:

  જયશ્રી બેન,
  બંને ગાયકો ને સાંભળયા.બહુજ મજા પડી ગઈ.નવુ કંમપોજિશન ની અલગ મઝા છે.સ્મરણ વિસ્મરણ માં જ જીવન પસાર કરવા નુ છે.

 38. sudhir patel says:

  બહુ સુંદર ગઝલ!
  ધ્વનિત જોષીનાં સ્વર અને સ્વરાંકન વધુ ગમ્યાં!!
  સુધીર પટેલ.

 39. ketan narshana says:

  ‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
  ખૂપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.

  ખરેખર જીવન ના અરિસાનુ રુદન સાંભળયુ.

 40. Amisha says:

  This is really nice ghazal and very understandinding words made so thank you whoever made this ghazal. FAb.

 41. Mahesh Mehta says:

  વાહ રઈશ ભઈ વાહ

 42. jalpa says:

  ખુબ જ સરસ કવિત ચે. સવર સુધરિ ગઇ.

 43. La'Kant says:

  સંબંધો તો માણસ માટે સંજીવની તત્ત્વ-પ્રાણ વાયુનું કામ કરે છે!
  સંબંધો વગરનો માણસ ” માણસ ” કહેવાય ખરો?
  – “જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.” આહો-નિઃસાસા ભરતી,મરવાને વાંકે જીવતી વ્યક્તિ બની રહે છે!
  ને,સંબંધોમાં ઉતાર-ચઢાવ આવે,સહજ છે એવું બનવું! વહેતા બદલાતા સમયની સાથે,ફેરબદલ વગર જીવન શક્ય છે
  ખરું? કારણકે, સમય હમેશા એકસરખો સપાટ રહે બધું હંમેશા સારુજ રહે, યા ખરાબ હોય તો આપણને હજમ થાય ખરું?
  આમ જિંદગીના વિરોધાભાસોજ ‘સ્પાઈસ’-નમક જેવું કામ કરે છે. જીવનને સ્વાદીલું બનાવે છે….છતાંય,અમુક બે જણ
  વચ્ચેના સંબંધો જે વિશેષ લાગણી-ભાવોથી રસિત હોય છે,એના આયનામાં એકવાર તિરાડ પડે,પછી એ સ્વમાન-અહંના
  મુદ્દે જીદ્દ-અડીયલપણું-બે પાત્રો વચ્ચે વહેતા સ્નેહ-પ્રેમ-કૂણી લાગણી ના જળને બરફમાં તબદીલ કરે, બે કિનારા રેલના
  બે સમાંતર રહેતા પાટા જેમ વિભક્ત થઇ પીડાતા રહે,ત્યારે એક વખતના મીઠા સંબંધને ભૂલાવવાનાપ્રયાસો વૃથા નીવડે છે…,પણ….વિસ્મૃતિની ચાહ,યાદને તાઝી કરવાની,જૂના ઘા ખોતર્યાકરવાની સહજ પ્રક્રિયામાં પણ પરિણમતી હોય છે.
  ભગ્ન હૃદયી પ્રેમી પાત્ર આશિક વધુ ને વધુ હેરાન-પરેશાન થઇ જતા હોય છે.

  “તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,— ઊંડી ખાઈનું પ્રતિક છે…
  બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.”—ચરમ-પરમ શિખર=ઉંચાઈનું પ્રતિક સામે ઊભીને..અભિવ્યક્તિનેતીક્ષ્ણ
  ધાર આપે છે, વિરોધાભાસોજ સાર્થકતાને ઉજાગર કરે છે.
  -લા’કાન્ત / ૨૭-૭-૧૨

 44. bharatibhatt says:

  jeevanma aavata takarao alag prakarna hoy chhe.baharthi dekhato takrav underni kuni laganine poshto hoy chhe.aa takaravno nirnay nayak ane nayikane khabar chhe pan teno eelaja aavanaro samayaj kare.hodi jya sudhi jai shake tya sudhi lai javani be mathi eak prayatna karyaj kare chhe.tenu namaj vartaman kaal chhe.aaje manbhari jeevi laiea. kharune?

 45. parul barot says:

  અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
  પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણાને જીવતું રાખે ખુબ જ સુન્દર રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *