મુંબઇ – કૃષ્ણ દવે

આજે ફરી એક ‘શહેર’ ના વખાણ કરતી રચના… વાત ભલેને મુંબઇ શહેરની થઈ હોય, પણ ઘણા બધા મોટા શહેરોને વધતે-ઓછે અંશે લાગુ પડે..!

અને કૃષ્ણભાઈને યાદ કરવાનું બીજું એક કારણ… આ આમંત્રણ આવ્યું છે એમના તરફથી.. ખાસ તમારા માટે 🙂

હવે અમદાવાદથી આમંત્રણ આવે એમાં મુંબઇગરાએ ખોટું લગાડવાનું? (અરે હા.. આ કદાચ મુંબઇના માથે માછલા ધોવાયા એટલે ખોટું લાગ્યું હશે..!) અરે દોસ્તો – એક આમંત્રણ તમારા માટે પણ છે – એ પણ અત્તરભર્યું..!!

******

સૂટબૂટમાંથી છટકી ક્યાં જાશો જેન્ટલમૅન ?
છપ્પન છપ્પન વરસ ખાઈ ગઈ છ છપ્પનની ટ્રેન !

ફાઈવસ્ટાર વૃક્ષોની સામે પંખી કરે દલીલ,
એક જ પળ ડાળે બેઠાં તે આવડું મોટ્ટું બિલ ?

આ તો યુનિયન છે મારા ભૈ કશું જ ના કહેવાય,
ભરચોમાસે વાદળીઓની સ્ટ્રાઇક પણ થઈ જાય.

બહુ જ સિફતથી પંખીના ખાતામાં પાડી ધાડ,
એક પીંજરું જમા કર્યું ને નભનો કર્યો ઉપાડ!

ગીત નહીં, હમણાં સંભળાશે કોયલની ચિચિયારી,
એક કાગડો ફરી રહ્યો છે મોંમા લઈ સોપારી.

– કૃષ્ણ દવે

12 replies on “મુંબઇ – કૃષ્ણ દવે”

  1. Dear Krushna bhai, After long time I have been with Your Poetry, Really I have been getting new innovations different than the routine.The Second part of the poem is the real scenario of the society of naked commercialization.Thanks again

  2. અધધધ! ઘના વખતે સુન્દર કવિતા વાન્ચી. અન્તકરણથી આભાર.

  3. કૃષ્ણ દવે ભલે મુંબઈમાં રહેતા નથી પણ મુંબઈનું શબ્દ ચિત્રણ ખુબ જ સચોટ કર્યું છે.

  4. કવિશ્રીને અભિનદન, અત્યારના સમયની વેદના વ્યક્ત કરી ટુંકમા ઘણુ કહી દીધુ……

  5. “એક જ પળ ડાળે બેઠા તે આવડુ મોટુ બિલ ?” વાહ શુ સુન્દર અને સરળ શૈલીમા વર્ણન !!! કહેવુ પડૅ શ્રી ક્રુષ્ણભાઇ …આભાર ને અભિનન્દન્ !!

  6. માયાનગરી મુંબઈનું અથ થી ઈતિ માત્ર દશ પંક્તિઓમાં,મુંબઈનું યંત્રવત જીવન,કારમી મોંઘવારી,યુનિયનોની પકડ તથા ગુનાખોરીનું વર્ણન આદરણીય કૃષ્ણ દવેની આ આગવી અદાને કોટિ કોટિ વંદન.

  7. ૫ સ્ટાર વ્રુક્ષ પર બેસ્વાનુ આત્લુ મોતુ બિલ્લ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *