મારી ગઝલમાં – મકરંદ દવે

અમરભાઈ પાસે કવિ શ્રી મકરંદ દવેના આ અને બીજા સ્વરાંકનો સાંભળવાની અમૂલ્ય તક અમદાવાદીઓને -આવતી ૧૮મી ડિસેમ્બરે મળશે – એની માહિતી માટે અહીંયા ક્લિક કરો:

કાવ્યસંગીતશ્રેણી : કવિ શ્રી મકરન્દ દવેના કાવ્યોની અમર ભટ્ટ દ્વારા પ્રસ્તુતિ : 18 December – Ahmedabad

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

.

અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં.

અનામીની થાપણ છે મારી ગઝલમાં,
અભાગીનું ખાંપણ છે મારી ગઝલમાં.

ઉઘાડા ગગનનો શિરે આશરો છે,
ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં.

નથી જેની માસૂમ નજર નંદવાણી,
કુંવારું એ કામણ છે મારી ગઝલમાં.

તમારી જ ભીતર બિરાજે છે તેની,
ભવોની ભલામણ છે મારી ગઝલમાં.

ફરી દિલની પાંખો ફડફડશે સુણીને,
કંઈ એવું કારણ છે મારી ગઝલમાં.

– મકરંદ દવે

5 replies on “મારી ગઝલમાં – મકરંદ દવે”

 1. ગઝલ અને ગાયનનો સરસ સમન્વય. વાહ…

 2. Vivek says:

  મકરંદ દવેની ગઝલ પણ એમની કવિતા અને ગીતો જેટલું ઉંડાણ નજરે ચડતું નથી…

 3. Himali says:

  I have started listening to Amar Bhatt a few weeks back and I must admit that I admire his compositions a lot. The classical raga he has used here this song (I am not sure which raga is this) generates a divine morning atmosphere. The music arrangement is amazing.

 4. Ullas Oza says:

  કવિ શ્રી મકરન્દ દવેની ‘મથામણ’ ને શ્રી અમર ભટ્ટનુ કર્ણપ્રિય સ્વરાંકન ગમ્યા.

 5. Maheshchandra Naik says:

  શ્રી અમરભાઈ ભટ્ટનુ સ્વરાંકન અને કવિશ્રીના શબ્દોને માણવાની મઝા આવી ગઈ……………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *